MSCI Rebalancing: Coforge અને LICથી લઈને Meesho સુધી, MSCI ઈન્ડેક્સમાં એન્ટ્રી થતાં જ આ 4 શેરોમાં આવશે 14,000 કરોડનું જંગી રોકાણ | Moneycontrol Gujarati
Get App

MSCI Rebalancing: Coforge અને LICથી લઈને Meesho સુધી, MSCI ઈન્ડેક્સમાં એન્ટ્રી થતાં જ આ 4 શેરોમાં આવશે 14,000 કરોડનું જંગી રોકાણ

MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં ભારતમાંથી Coforge, LIC, Adani Green અને Meesho નો સમાવેશ થતાં 14,000 કરોડથી વધુનું રોકાણ આવી શકે છે. જાણો વિગત.

અપડેટેડ 01:59:51 PM Nov 11, 2026 પર
Story continues below Advertisement
નુવામાના રિપોર્ટ અનુસાર, MSCI ઈન્ડેક્સમાં સામેલ થવાની સ્થિતિમાં સૌથી વધુ રોકાણ IT કંપની કોફોર્જમાં આવી શકે છે.

MSCI Rebalancing Today: ભારતીય શેરબજારના રોકાણકારોની નજર હાલમાં MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સના ત્રિમાસિક ફેરફારોની જાહેરાત પર ટકેલી છે. નવેમ્બર 2026 ના આ ત્રિમાસિક રીબેલેન્સિંગમાં ભારતીય બજારમાંથી કોફોર્જ, એલઆઈસી, અદાણી ગ્રીન એનર્જી અને મીશોને આ ગ્લોબલ ઈન્ડેક્સમાં સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે.

બીજી તરફ, આ ઈન્ડેક્સમાંથી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ બહાર નીકળી શકે તેવો અંદાજ છે. 'નુવામા અલ્ટરનેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ રિસર્ચ'ના રિપોર્ટ મુજબ, જો આ ચારેય ભારતીય કંપનીઓનો ઈન્ડેક્સમાં સમાવેશ થાય છે, તો તેમાં કુલ મળીને આશરે $150 કરોડ (એટલે કે 14,000 કરોડથી વધુ) નું જંગી વિદેશી રોકાણ આવી શકે છે. જ્યારે ઈન્ડેક્સમાંથી બહાર થનારી બે કંપનીઓમાંથી આશરે $26.3 કરોડ (લગભગ 2,500 કરોડ) સુધીનું રોકાણ પાછું ખેંચાઈ શકે છે.

Coforge માં આવશે સૌથી વધુ રોકાણ: જાણો કયા શેરમાં કેટલા પૈસા આવશે?


નુવામાના રિપોર્ટ અનુસાર, MSCI ઈન્ડેક્સમાં સામેલ થવાની સ્થિતિમાં સૌથી વધુ રોકાણ IT કંપની કોફોર્જમાં આવી શકે છે.

કોફોર્જ : આ શેરમાં સૌથી વધુ અંદાજે $65.3 કરોડ નું રોકાણ આવી શકે છે.

એલઆઈસી : દેશની સૌથી મોટી વીમા કંપનીમાં લગભગ $49.8 કરોડ નું રોકાણ આવવાનો અંદાજ છે.

અદાણી ગ્રીન એનર્જી : આ શેરમાં $30.0 કરોડ નો ઈનફ્લો આવી શકે છે.

મીશો : ઈ-કોમર્સ કંપની મીશોમાં $25.4 કરોડ નું રોકાણ આવી શકે છે.

આ 2 શેરોમાંથી ખેંચાશે પૈસા

ઈન્ડેક્સમાંથી વિદાય લેનારા શેરોની વાત કરીએ તો, ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ બહાર થવાથી તેમાંથી આશરે $14.3 કરોડ અને PI ઈન્ડસ્ટ્રીઝમાંથી $11.8 કરોડ ની નિકાસી (વેચવાલી) થઈ શકે છે. જોકે, વાસ્તવમાં કેટલું રોકાણ આવશે કે કેટલા પૈસા પાછા ખેંચાશે, તેનો અંતિમ આધાર ઈન્ડેક્સ વેઈટેજ અને ગ્લોબલ ફંડ મેનેજરોની રીબેલેન્સિંગ પ્રક્રિયા પર રહેશે.

ક્યારે થશે MSCI ની સત્તાવાર જાહેરાત અને અમલ?

MSCI ના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં થનારા આ ફેરફારોની સત્તાવાર જાહેરાત 12 નવેમ્બર 2026 ના રોજ ભારતીય સમય અનુસાર વહેલી સવારે 3:30 વાગ્યે થવાની આશા છે. જ્યારે આ તમામ ફેરફારો 30 નવેમ્બર 2026 થી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે.

હાલમાં શેરબજારમાં આ ચારેય શેરોની સ્થિતિ કેવી છે?

Coforge: કોફોર્જના શેર હાલમાં 0.9% ના સામાન્ય ઘટાડા સાથે 2,030.10 પર ટ્રેડ કરી રહ્યા છે. આ વર્ષે આ શેર 23% મજબૂત થયો છે.

LIC: એલઆઈસીનો શેર હાલમાં 1.5% ના વધારા સાથે 405 પર છે. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં આ શેર 5% નબળો પડ્યો છે.

Adani Green Energy: અદાણી ગ્રીનનો શેર હાલમાં 0.8% ના વધારા સાથે 1,460 પર કારોબાર કરી રહ્યો છે. આ વર્ષે આ શેરમાં 42% નો શાનદાર ઉછાળો આવ્યો છે.

Meesho: મીશોનો શેર આજે 4.5% ની જોરદાર મજબૂતી સાથે 249.20 પર છે. આ વર્ષે આ શેર 37% ઉપર ચઢ્યો છે.

ડિસ્ક્લેમર:- અહીં આપેલી માહિતી માત્ર સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા પ્રમાણિત આર્થિક નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને સીધી રીતે રોકાણ કરવાની સલાહ કે ભલામણ કરતું નથી.

આ પણ વાંચો-Jyoti Structures Share Price: 12નો આ પેની સ્ટોક બન્યો રોકેટ, એક જ દિવસમાં 19%નો ઉછાળો! 510 કરોડની બેંક ગેરંટી મળતા શેરમાં લાગી લૂંટ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2026 1:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.