મુહૂર્ત ટ્રેડિંગનો 15 વર્ષનો ઈતિહાસ: 12 વાર ગ્રીન ઝોનમાં બંધ થયું બજાર, સેન્સેક્સ 5 ગણો અને નિફ્ટી 397% ઉછળ્યો | Moneycontrol Gujarati
Get App

મુહૂર્ત ટ્રેડિંગનો 15 વર્ષનો ઈતિહાસ: 12 વાર ગ્રીન ઝોનમાં બંધ થયું બજાર, સેન્સેક્સ 5 ગણો અને નિફ્ટી 397% ઉછળ્યો

છેલ્લા 15 વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગમાં 12 વાર સેન્સેક્સ-નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ થયા. સેન્સેક્સ 17000 થી 84000 પાર પહોંચ્યો, નિફ્ટી 397% ઉછળ્યો. સંપૂર્ણ ડેટા જાણો.

અપડેટેડ 01:54:51 PM Nov 08, 2026 પર
Story continues below Advertisement
છેલ્લા 15 વર્ષમાં ભારતીય શેરબજારે રોકેટની ઝડપે ઉછાળો ભર્યો છે.

Muhurat Trading: દિવાળીના દિવસે થતી મુહૂર્ત ટ્રેડિંગ ભારતીય રોકાણકારો માટે એક ખાસ પરંપરા છે. વર્ષના બાકીના દિવસોમાં જે લોકો ટ્રેડિંગથી દૂર રહે છે, તેઓ પણ આ શુભ દિવસે ટ્રેડ લે છે. નવા સંવતની શરૂઆત તરીકે આ દિવસને ખાસ મહત્વ આપવામાં આવે છે. પરંતુ શું મુહૂર્ત ટ્રેડિંગ ખરેખર બજાર માટે શુભ રહી છે? છેલ્લા 15 વર્ષના ડેટા પર નજર નાખીએ તો જવાબ હામાં મળે છે.

15 વર્ષમાં 12 વાર ગ્રીન ઝોનમાં બંધ થયું બજાર

છેલ્લા 15 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી 12 વાર મુહૂર્ત ટ્રેડિંગમાં ગ્રીન ઝોનમાં બંધ થયા છે, જ્યારે માત્ર 3 વાર લાલ નિશાનમાં રહ્યા છે. સૌથી મોટી તેજી 2022 ની મુહૂર્ત ટ્રેડિંગમાં જોવા મળી હતી, જ્યારે સૌથી ખરાબ પ્રદર્શન 2017 માં રહ્યું હતું.


15 વર્ષનો સંપૂર્ણ ડેટા

2025 (21 ઓક્ટોબર, મંગળવાર): નિફ્ટી +0.10% (25868.60), સેન્સેક્સ +0.07% (84426.34)

2024 (1 નવેમ્બર, શુક્રવાર): નિફ્ટી +0.41% (24304.35), સેન્સેક્સ +0.42% (79724.12)

2023 (12 નવેમ્બર, રવિવાર): નિફ્ટી +0.52% (19525.55), સેન્સેક્સ +0.55% (65259.45)

2022 (24 ઓક્ટોબર, સોમવાર): નિફ્ટી +0.88% (17730.75), સેન્સેક્સ +0.88% (59831.66) — સૌથી મોટી તેજી

2021 (4 નવેમ્બર, ગુરુવાર): નિફ્ટી +0.49% (17916.80), સેન્સેક્સ +0.49% (60067.62)

2020 (14 નવેમ્બર, શનિવાર): નિફ્ટી +0.47% (12780.25), સેન્સેક્સ +0.45% (43637.98)

2019 (27 ઓક્ટોબર, રવિવાર): નિફ્ટી +0.37% (11627.15), સેન્સેક્સ +0.49% (39250.20)

2018 (7 નવેમ્બર, બુધવાર): નિફ્ટી +0.65% (10598.40), સેન્સેક્સ +0.70% (35237.68)

2017 (19 ઓક્ટોબર, ગુરુવાર): નિફ્ટી -0.63% (10146.55), સેન્સેક્સ -0.59% (32389.96) — સૌથી ખરાબ

2016 (30 ઓક્ટોબર, રવિવાર): નિફ્ટી -0.14% (8625.70), સેન્સેક્સ -0.04% (27930.21)

2015 (11 નવેમ્બર, બુધવાર): નિફ્ટી +0.53% (7825.00), સેન્સેક્સ +0.48% (25866.95)

2014 (23 ઓક્ટોબર, ગુરુવાર): નિફ્ટી +0.23% (8014.55), સેન્સેક્સ +0.23% (26851.05)

2013 (3 નવેમ્બર, રવિવાર): નિફ્ટી +0.16% (6317.35), સેન્સેક્સ +0.20% (21239.36)

2012 (13 નવેમ્બર, મંગળવાર): નિફ્ટી -0.29% (5666.95), સેન્સેક્સ -0.27% (18618.87)

2011 (26 ઓક્ટોબર, બુધવાર): નિફ્ટી +0.19% (5201.80), સેન્સેક્સ +0.19% (17288.83)

17000 થી 84000 પાર: સેન્સેક્સ 5 ગણો થયો

છેલ્લા 15 વર્ષમાં ભારતીય શેરબજારે રોકેટની ઝડપે ઉછાળો ભર્યો છે. ઓક્ટોબર 2011 માં મુહૂર્ત ટ્રેડિંગના દિવસે સેન્સેક્સ 17288.83 પર બંધ થયો હતો, જ્યારે 2025 ની મુહૂર્ત ટ્રેડિંગમાં તે 84426.34 પર બંધ થયો. એટલે કે 388% થી વધુની વૃદ્ધિ — લગભગ 5 ગણો ઉછાળો!

આ જ ગાળામાં નિફ્ટી 5201.80 થી 25868.60 સુધી પહોંચ્યો, એટલે કે 397% થી વધુનો વધારો.

આ પડકારો ઝીલ્યા બજારે

આ 15 વર્ષનો સફર સરળ નહોતો. બજારે અનેક મોટા પડકારો ઝીલ્યા

વૈશ્વિક આર્થિક સંકટ

કોરોના મહામારી

મોંઘવારીનો વધારો

વ્યાજ દરોમાં મોટા ફેરફારો

વિદેશી રોકાણકારોની ભારે બિકવાલી

અમેરિકા-ઈરાન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ

આ બધા પડકારો છતાં ભારતીય બજારે શાનદાર રિટર્ન આપ્યું, જે ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે.

હાલ બજારની સ્થિતિ કેવી છે?

પાછલા વર્ષની મુહૂર્ત ટ્રેડિંગની ક્લોઝિંગ સાથે સરખાવીએ તો સેન્સેક્સ અને નિફ્ટી હાલ ઘણા નીચે છે. દિવાળીના એક ટ્રેડિંગ દિવસ પહેલા 6 નવેમ્બરે ધનતેરસના દિવસે નિફ્ટી 493.75 પોઈન્ટ એટલે કે 2.01% ની તેજી સાથે 25030.35 પર અને સેન્સેક્સ 2.17% ના ઉછાળા સાથે 81028.02 પર બંધ થયો હતો. પરંતુ પાછલા વર્ષની મુહૂર્ત ક્લોઝિંગની સરખામણીમાં નિફ્ટી હજુ 3% થી વધુ અને સેન્સેક્સ 4% થી વધુ ડિસ્કાઉન્ટ પર છે. જોકે, છેલ્લા સતત 7 ટ્રેડિંગ દિવસોમાં બંને ઈન્ડેક્સ 10% થી વધુ ઉછળ્યા છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-Diwali 2026: આજે દિવાળીની સાંજે આ સમયે કરો લક્ષ્મી પૂજા- ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો તમારા શહેરનું શુભ મુહૂર્ત

MoneyControl News

MoneyControl News

First Published: Nov 08, 2026 1:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.