દિવાળીની સાંજ પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે લોકો ઘરને સ્વચ્છ કરીને સજાવે છે, દીવા પ્રગટાવે છે અને માતા લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા-અર્ચના કરે છે.
Diwali 2026: આજે 8 નવેમ્બરે સમગ્ર દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ઘર-ઘરમાં દીવા પ્રગટી રહ્યા છે, લાઈટો ઝળહળી રહી છે અને લોકો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાની તૈયારીમાં વ્યસ્ત છે. એવી માન્યતા છે કે દિવાળીની સાંજે જો તમે સાચા મુહૂર્ત પર પૂજા કરો છો, તો ઘરમાં સુખ-સમૃદ્ધિ અને બરકત આવે છે.
તમારા શહેરનું લક્ષ્મી પૂજા મુહૂર્ત
દરેક શહેરમાં સૂર્યાસ્તનો સમય અલગ હોવાથી પૂજાનું મુહૂર્ત પણ થોડું અલગ હોય છે. Moneycontrolના અહેવાલ મુજબ, મોટા શહેરો માટે આજે લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત આ પ્રમાણે છે:
જો તમે ઉપરોક્ત સિવાયના કોઈ અન્ય શહેરમાં છો, તો પૂજા પહેલાં તમારા સ્થાનિક પંડિતજી અથવા પંચાંગ મુજબ સમય ચોક્કસ તપાસી લેવો.
આજે અમાવસ્યા પણ છે
પંચાંગ મુજબ કાર્તિક અમાવસ્યા આજે 8 નવેમ્બરે સવારે 11:27 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરે બપોરે 12:31 વાગ્યે સમાપ્ત થશે. જોકે, દિવાળી અને લક્ષ્મી પૂજા આજે જ એટલે કે 8 નવેમ્બરે જ ઉજવવામાં આવશે.
સાંજનો સમય જ શુભ કેમ?
દિવાળીની સાંજ પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે લોકો ઘરને સ્વચ્છ કરીને સજાવે છે, દીવા પ્રગટાવે છે અને માતા લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા-અર્ચના કરે છે.
માન્યતા મુજબ માતા લક્ષ્મી ધન અને ખુશહાલી પ્રદાન કરે છે, જ્યારે ગણેશજી તમામ કાર્યોમાં આવતા વિઘ્નોને દૂર કરે છે. તેથી બંનેની પૂજા એકસાથે કરવામાં આવે છે, જેથી ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે.
અંધારા પર પ્રકાશની જીતનો તહેવાર
દિવાળી અંધારા પર ઉજાસની અને અસત્ય પર સત્યની જીતનો તહેવાર છે. આ દિવસે ઘર, મંદિર અને બજારો દીવા, લાઈટો અને રંગોળીથી સજી ઊઠે છે. લોકો એકબીજાને મિઠાઈ ખવડાવે છે અને પરિવાર સાથે બેસીને તહેવારની ઉજવણી કરે છે.