દલાલ સ્ટ્રીટના વેપારીઓ, બ્રોકર્સ અને રોકાણકારો આ દિવસે લક્ષ્મી પૂજન કર્યા બાદ નવા નાણાકીય ચક્રની શુભ શરૂઆત તરીકે શુકન પૂરતું ટોકન રોકાણ કરે છે.
Muhurat Trading: દિવાળી અને લક્ષ્મી પૂજનના પાવન અવસર પર ભારતીય શેરબજારમાં વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા આ વર્ષે પણ ધામધૂમથી ઉજવાશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા તાજેતરમાં જ 'મુહૂર્ત ટ્રેડિંગ 2026' ના ટાઈમ-ટેબલની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે 8 નવેમ્બરના રોજ રવિવારની રજા હોવા છતાં શેરબજાર ધમધમતું રહેશે અને રોકાણકારોને નવા સંવત વર્ષની શુભ શરૂઆતમાં શેર ખરીદવા તેમજ વેચવાની ખાસ તક મળશે.
મુહૂર્ત ટ્રેડિંગ 2026: તારીખ અને મુખ્ય સમય
8 નવેમ્બર અને રવિવારના રોજ યોજાનારા આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનની મુખ્ય વિગતો નીચે મુજબ રહેશે.
ઇવેન્ટ: મુહૂર્ત ટ્રેડિંગ 2026
તારીખ: રવિવાર, 8 નવેમ્બર 2026
અવસર: દિવાળી લક્ષ્મી પૂજન
પ્રી-ઓપનિંગ સેશન: બપોરે 2:05 વાગ્યાથી 2:20 વાગ્યા સુધી
રેગ્યુલર ઇક્વિટી ટ્રેડિંગ: બપોરે 2:20 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી
પિરિયોડિક કોલ ઓક્શન મેચિંગ: બપોરે 3:10 વાગ્યાથી 3:20 વાગ્યા સુધી
ક્લોઝિંગ ઓક્શન: બપોરે 3:20 વાગ્યાથી 3:35 વાગ્યા સુધી
પોસ્ટ-ક્લોઝિંગ સેશન: બપોરે 3:50 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી
(નોંધ: ડેરિવેટિવ્ઝ એટલે કે F&O અને અન્ય માર્કેટ સેગમેન્ટ્સ માટે એક્સચેન્જ તરફથી અલગથી સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે.)
શું છે 'મુહૂર્ત ટ્રેડિંગ' અને કેમ મનાય છે ખાસ?
સંસ્કૃત શબ્દ 'મુહૂર્ત' નો અર્થ શુભ સમય એવો થાય છે. ભારતીય પરંપરા અનુસાર દિવાળીના લક્ષ્મી પૂજનથી નવા નાણાકીય અને હિન્દુ કેલેન્ડર વર્ષની શરૂઆત માનવામાં આવે છે. દલાલ સ્ટ્રીટના વેપારીઓ, બ્રોકર્સ અને રોકાણકારો આ દિવસે લક્ષ્મી પૂજન કર્યા બાદ નવા નાણાકીય ચક્રની શુભ શરૂઆત તરીકે શુકન પૂરતું ટોકન રોકાણ કરે છે. એટલું જ નહીં, ઘણા નવા રોકાણકારો આ શુભ દિવસે જ શેરબજારમાં પોતાની રોકાણની સફરની શરૂઆત પણ કરતા હોય છે.
રોકાણકારો માટે નિષ્ણાતોની જરૂરી સલાહ
મુહૂર્ત ટ્રેડિંગનું સાંસ્કૃતિક અને પરંપરાગત મહત્વ ભલે ખૂબ જ વધારે હોય, પરંતુ ટેકનિકલ રીતે તે બજારનું એક સામાન્ય સેશન જ હોય છે જે ટ્રેડિંગના નિયમો મુજબ ચાલે છે. આ દિવસે પણ શેરના ભાવ વધી કે ઘટી શકે છે અને તેમાં નફો જ થશે તેવી કોઈ ગેરંટી હોતી નથી. માર્કેટ એક્સપર્ટ્સની સલાહ છે કે રોકાણકારોએ માત્ર પરંપરાના નામે ઉતાવળમાં આવીને કોઈપણ શેર પર દાવ ન લગાવવો જોઈએ. કંપનીનું વેલ્યુએશન, તેની નાણાકીય સ્થિતિ અને તમારા પોતાના લક્ષ્યોનું બરાબર મૂલ્યાંકન કર્યા પછી જ યોગ્ય શેરોમાં રોકાણ કરવું જોઈએ.
ડિસ્ક્લેમર:- અહીં આપેલી માહિતી માત્ર સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા પ્રમાણિત આર્થિક નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને સીધી રીતે રોકાણ કરવાની સલાહ કે ભલામણ કરતું નથી.
ડિસ્ક્લેમર:- Moneycontrol.com પર વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યો નિષ્ણાતોના પોતાના અંગત મંતવ્યો છે. આ મંતવ્યો કે ભલામણો માટે વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ કોઈપણ રીતે જવાબદાર નથી. મનીકંટ્રોલ તેના યુઝર્સને આગ્રહ કરે છે કે કોઈપણ પ્રકારનો રોકાણનો નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નાણાકીય નિષ્ણાતની સલાહ ચોક્કસથી લેવી.