Multibagger Stocks: આ મલ્ટીબેગર શેરે આપ્યું જબરદસ્ત રિટર્ન, 58 હજાર બન્યા એક કરોડ, હવે વેચવાની સલાહ | Moneycontrol Gujarati
Get App

Multibagger Stocks: આ મલ્ટીબેગર શેરે આપ્યું જબરદસ્ત રિટર્ન, 58 હજાર બન્યા એક કરોડ, હવે વેચવાની સલાહ

Multibagger Stocks: દેશની ચોથી સૌથી મોટી લિકર કંપનીના શેર આજે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ ઇન્ટ્રા-ડેમાં 4 ટકાથી વધુ તૂટ્યા હતા. રેકોર્ડ હાઈથી પાંચ દિવસમાં તે 9 ટકાથી વધુ ઘટ્યું છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેને 58,000 રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધો છે. હવે આગળ વાત કરીએ તો બ્રોકરેજે તેને ફટાફટ વેચવાની સલાહ આપી છે.

અપડેટેડ 07:16:34 PM Aug 07, 2023 પર
Story continues below Advertisement

Multibagger Stocks: દેશની ચોથી સૌથી મોટી લિકર કંપની રેડિકો ખેતાન (Radico Khaitan)ના શેર આજે મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ ઇન્ટ્રા-ડેમાં 4 ટકાથી વધુ તૂટ્યા હતા. રેકોર્ડ હાઈથી પાંચ દિવસમાં તે 9 ટકાથી વધુ ઘટ્યું છે. જો કે, લૉન્ગ ટર્મમાં તેને 58,000 રૂપિયાના રોકાણ પર કરોડપતિ બનાવી દીધો છે. હવે આગળની વાત કરે તો ચાલૂ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટર એપ્રિલ-જૂન કંપની માટે સારી રહી અને પ્રોફિટ-રેવેન્યૂમાં સારી તેજી લગભગ 33 ટકા ઘટી શકે છે. આ શેર આજે બીએસઈ પર 3.27 ટકાના ઘટાડાની સાથે 1339.65 રૂપિયા (Radico Khaitan Share Price) પર બંધ થયો છે.

58,000 રૂપિયાના રોકાણ પર બનાવ્યા કરોડપતિ

રેડિકો ખેતાનના શેર 20 જૂન 2003એ માત્ર 7.78 રૂપિયામાં મલી રહ્યા હતા. હેવ આજે આ 1339.65 રૂપિયા પર છે એટલે કે લગભગ 20 વર્ષમાં રોકાણકારોના કેપિટલ 17119 ટકાથી વધી ગઈ છે અને માત્ર 58,000 રૂપિયાના રોકાણ પર રોકાણકારો કરોડપતિ બન્યા છે. શૉર્ટ ટર્મમાં શેરોના ચાલના વાત કરે તો ગયા વર્ષ 10 ઓગસ્ત 2022એ તે 908.65 રૂપિયા પર હતો જો તેના એક વર્ષના રિકૉર્ડના નીચલા સ્તર પર છે. તેના બાદ એક વર્ષમાં તે લગભગ 63 ટકાતી વધીને 1 ઑગસ્ટ 2023એ 1478.45 રૂપિયાના રિકૉર્ડ ઉચાઈ પર પહોંચી ગઈ છે. જો કે શેરોની તેજી આ અટકી ગઈ છે અને આ હાઈથી અત્યાર સુધી તે 9 ટકાથી પણ વધારે લપસી ગોય છે.


Radico Khaitanમાં હવે આગળ શું છે વલણ

ચાલૂ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એપ્રિલ-જૂન 2023માં રેડિકો ખેતાનનું રેવેન્યૂ વર્ષના આધાર પર 24 ઠકા અને નેટ પ્રોફિટ 9 ટકા વધી ગયો છે. આ દરમિયાન નેટ સેલ્સ 26 ટકા વધ્યા છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ આગળ પણ પ્રોડક્શન ઇનોવેશન અને લગ્ઝરી પોર્ટફોલિયોમાં ગ્રોથને લઈને પોઝિટિવ છે પરંતુ ખર્ચને કારણે કમાણી પર ઝડકાની પણ આશંકા બની છે. આવામાં બ્રોકરેજ નાણાકીય વર્ષ 2025 નો અનુમાન ઈપીએસના આધાર પર તેના વેલ્યૂ 30x PE લગાવી છે અને તેના આધાર પર 900 રૂપિયાનું ટારગેટ પ્રાઈઝ નિકળ્યો છે જે હાજર ભાવતી લગભગ 33 ટકા નીચે છે. બ્રોકરેજે તેના રિડ્યૂસ રેટિંગ યથાવત રાખ્યા છે.

ડિસ્ક્લેમર: મનીકેટ્રોલ.કૉમ પર આપી સલાહ અથવા વિચાર એક્સપર્ટ / બ્રોકરેજ ફર્મના પોતાના પર્સનલ વિચાર રહે છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યૂઝર્સને મનીકંટ્રોલની સલાહ છે કે કોઈ પણ રોકાણ નિર્ણય લેવા પહેલા હમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 07, 2023 7:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.