મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ટેક અને ઓટો સેક્ટરમાં ફંડ્સે ખરીદી વધારી છે, જ્યારે પ્રાઇવેટ બેન્કોના શેર્સ વેચ્યા છે. જાણો કયા શેરમાં છે કમાણીની તક.
મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં સૌથી મોટો હિસ્સો પ્રાઇવેટ બેન્કોનો હોય છે, પરંતુ હવે તેનું વેઇટેજ ઘટીને 17.4% રહી ગયું છે. કેપિટલ ગુડ્સમાં પણ રોકાણ 8.1% ના હાઈ લેવલથી ઘટીને 7.6% પર આવી ગયું છે.
Mutual Fund Holding: શેરબજારમાં રોકાણ કરતા લોકો હંમેશા એ જાણવા ઉત્સુક હોય છે કે મોટા મ્યુચ્યુઅલ ફંડ્સ ક્યાં પૈસા લગાવી રહ્યા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના લેટેસ્ટ ફંડ ફોલિયો રિપોર્ટ મુજબ, મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદ અને નાપસંદમાં મોટો બદલાવ આવ્યો છે. ટેક્નોલોજી, ઓટોમોબાઈલ અને ઈ-કોમર્સ શેર્સ પર ફંડ મેનેજરોનો ભરોસો વધ્યો છે. જ્યારે બીજી તરફ પ્રાઇવેટ બેન્કો અને ઓઇલ એન્ડ ગેસ જેવા સેક્ટરમાંથી તેમણે પોતાનું રોકાણ ઘટાડ્યું છે. આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે નિફ્ટી 24384 ના મજબૂત સ્તરની આસપાસ જોવા મળ્યો છે.
આ સેક્ટર્સ પર મ્યુચ્યુઅલ ફંડ્સ થયા ફિદા
લેટેસ્ટ આંકડાઓ પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડ્સે અમુક ખાસ સેક્ટર્સમાં જોરદાર ખરીદી કરી છે. અગાઉ ટેક શેર્સમાં રોકાણ 5.9% ના રેકોર્ડ નીચલા સ્તરે હતું, જે હવે રોકેટ ગતિએ વધીને 6.6% પર પહોંચી ગયું છે. સતત ત્રીજા મહિને ઓટો સેક્ટરમાં દાવ વધારવામાં આવ્યો છે અને તેનું વેઇટેજ 8.9% થઈ ગયું છે. ઈ-કોમર્સ સેક્ટરમાં પણ રોકાણ સતત વધીને 3.1% ના ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત, ફંડ્સે હેલ્થકેર, NBFC અને ટેલિકોમ સેક્ટરમાં પણ પોતાનું એક્સપોઝર વધાર્યું છે.
આ સેક્ટર્સમાંથી ઘટાડ્યું રોકાણ
મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં સૌથી મોટો હિસ્સો પ્રાઇવેટ બેન્કોનો હોય છે, પરંતુ હવે તેનું વેઇટેજ ઘટીને 17.4% રહી ગયું છે. કેપિટલ ગુડ્સમાં પણ રોકાણ 8.1% ના હાઈ લેવલથી ઘટીને 7.6% પર આવી ગયું છે. આ સાથે જ ફંડ મેનેજરોએ યુટિલિટીઝ, ઓઇલ એન્ડ ગેસ, PSU બેન્ક, રિટેલ અને ઇન્શ્યોરન્સ સેક્ટરમાંથી પણ પોતાનો હિસ્સો ઓછો કર્યો છે. કયા શેર્સમાં થઈ બમ્પર ખરીદી અને કયા વેચાયા?
જો આપણે સીધી કંપનીઓની વાત કરીએ તો,,મ્યુચ્યુઅલ ફંડ્સની હોલ્ડિંગ વેલ્યુમાં સૌથી મોટો ઉછાળો ભારતી એરટેલમાં જોવા મળ્યો છે. આ પછી ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, ICICI બેન્ક, M&M, ઝોમેટો, TCS, ટોરેન્ટ ફાર્મા, HCL ટેક અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ફંડ્સે મોટી ખરીદી કરી છે. બીજી બાજુ, HDFC બેન્કમાં મ્યુચ્યુઅલ ફંડ્સની વેલ્યુ સૌથી વધુ ઘટી છે. ત્યારબાદ એક્સિસ બેન્ક, L&T, વરુણ બેવરેજીસ, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ડૉ. રેડ્ડીઝ અને ડી-માર્ટ જેવા શેર્સમાં ફંડ્સે પોતાનો હિસ્સો વેચ્યો છે.
SIP દ્વારા બજારમાં જંગી રોકાણ યથાવત્
માર્કેટમાં ઉતાર-ચઢાવ વચ્ચે પણ સામાન્ય રોકાણકારોનો ભરોસો SIP પર અકબંધ છે. લેટેસ્ટ ડેટા મુજબ, માર્કેટમાં નેટ ઇક્વિટી ઇનફ્લો 26,200 કરોડ રહ્યો છે. જેમાં સૌથી મોટો ટેકો સિપ (SIP) નો રહ્યો છે. SIP મારફતે બજારમાં 31,960 કરોડનું માતબર રોકાણ આવ્યું છે, જે વાર્ષિક ધોરણે 12.3% નો જંગી વધારો દર્શાવે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.