Nestle India Q4 Results: એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની નેસ્લે ઇન્ડિયાએ 21 એપ્રિલના રોજ પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ અપેક્ષા કરતા ઘણું સારું પ્રદર્શન કરીને રોકાણકારોને ખુશ કરી દીધા છે. માર્ચ ક્વાર્ટરમાં નેસ્લે ઇન્ડિયાનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 26% વધીને 1,114.1 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.
અંદાજ કરતા વધુ રહ્યો નફો અને રેવન્યુ
શેરબજારના વિશ્લેષકોએ અંદાજ લગાવ્યો હતો કે કંપનીનો નફો 12.7% વધીને 998 કરોડ રૂપિયા આસપાસ રહેશે, પરંતુ નેસ્લેએ આ આંકડાને પાર કરી દીધો છે. ઓપરેશન્સથી કંપનીની રેવન્યુ પણ 22.6% વધીને 6,747.8 કરોડ રૂપિયા રહી છે, જે અગાઉ 6,250 કરોડ રહેવાનો અંદાજ હતો.
રોકાણકારોને મળશે ડિવિડન્ડ
શેરબજારમાં નેસ્લેનો દબદબો
પરિણામોની સીધી અસર કંપનીના શેરના ભાવ પર જોવા મળી હતી. બપોરે 3 વાગ્યાની આસપાસ નેસ્લે ઇન્ડિયાનો શેર 6.24% ના ઉછાળા સાથે 1,366 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લા એક મહિનામાં આ શેરે રોકાણકારોને અંદાજે 17% જેટલું વળતર આપ્યું છે.
માત્ર નેસ્લે જ નહીં, પરંતુ સમગ્ર બજારમાં આજે તેજીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી 24,575 ના સ્તર પર પહોંચી ગયો હતો અને સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, નેસ્લેનું આ પ્રદર્શન FMCG સેક્ટરમાં નવી તેજીના સંકેત આપે છે.