Nifty Outlook: શેરબજારમાં સળંગ 5મા સપ્તાહે કડાકો, એક્સપર્ટ્સની સલાહ- 'ઉછાળે વેચવાની રણનીતિ અપનાવો', જાણો 30 માર્ચનો ટાર્ગેટ | Moneycontrol Gujarati
Get App

Nifty Outlook: શેરબજારમાં સળંગ 5મા સપ્તાહે કડાકો, એક્સપર્ટ્સની સલાહ- 'ઉછાળે વેચવાની રણનીતિ અપનાવો', જાણો 30 માર્ચનો ટાર્ગેટ

શેરબજારમાં સળંગ 5મા સપ્તાહે કડાકો નોંધાયો છે. નિફ્ટી 22,819 પર બંધ થયો છે. માર્કેટ એક્સપર્ટ્સે રોકાણકારોને 'ઉછાળે વેચવા'ની સલાહ આપી છે. જાણો 30 માર્ચના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ.

અપડેટેડ 04:04:45 PM Mar 29, 2026 પર
Story continues below Advertisement
એક જ દિવસમાં BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આશરે 10 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું.

Nifty Outlook: શેરબજારમાં અત્યારે ભારે ઉતાર-ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. સતત પાંચમા સપ્તાહે બજારમાં કડાકો નોંધાયો છે અને નિફ્ટીમાં સ્પષ્ટ નબળાઈ જોવા મળી રહી છે. એક્સપર્ટ્સ માની રહ્યા છે કે હાલના માહોલમાં બજારમાં જ્યારે પણ ઉછાળો આવે ત્યારે 'વેચવાલી' કરવાની રણનીતિ અપનાવવી જોઈએ.

શુક્રવારે બજાર કેમ પટકાયું?

બે સેશનથી ચાલી આવતી શાનદાર રિકવરી બાદ શુક્રવારે નિફ્ટી 50 ફરી એકવાર ગગડ્યો હતો. માર્કેટ 133 પોઈન્ટ નીચે ખુલ્યું અને આખો દિવસ વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું. વચ્ચે થોડી તેજી આવી પણ તે ટકી શકી નહીં. છેવટે નિફ્ટી 486 પોઈન્ટ (2.09%) ના મોટા કડાકા સાથે 22,819 ના સ્તર પર બંધ થયો. નોંધનીય છે કે, નિફ્ટી અત્યારે 21 કલાકના EMA (એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ) ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જે શોર્ટ ટર્મમાં બજારની નબળાઈનો સીધો સંકેત છે.

આ અગાઉ જુલાઈ અને ઓગસ્ટ મહિના વચ્ચે સતત 6 સપ્તાહ સુધી બજારમાં ઘટાડો નોંધાયો હતો.

બજારમાં ઘટાડાના 3 મુખ્ય કારણો:


ડૉલરની સરખામણીમાં રૂપિયાનું સતત ધોવાણ.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલ (Crude Oil) ની ઊંચી કિંમતો.

વિદેશી રોકાણકારો (FII) દ્વારા થઈ રહેલી સતત વેચવાલી.

રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

શુક્રવારનો દિવસ રોકાણકારો માટે ભારે સાબિત થયો. એક જ દિવસમાં BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ આશરે 10 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું. નિફ્ટી 50 ના 35 જેટલા શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. NSE પર 2,200 થી વધુ શેરો ગગડ્યા હતા, જ્યારે માંડ 280 જેટલા શેરોમાં જ તેજી જોવા મળી હતી. માત્ર મોટા શેરો જ નહીં, પણ નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1.3% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.6% તૂટ્યો હતો.

આગામી સપ્તાહ માટે શું ધ્યાન રાખવું?

આવતા સપ્તાહે માર્કેટમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે. સોમવારે NSE કોન્ટ્રાક્ટ્સની મંથલી ઓપ્શન્સ એક્સપાયરી છે. મંગળવારે રજા હોવાના કારણે શેરબજાર બંધ રહેશે, તેથી ટ્રેડિંગનું સપ્તાહ નાનું રહેશે.

નિફ્ટી પર એક્સપર્ટ્સની શું સલાહ છે?

HDFC સિક્યોરિટીઝના નાગરાજ શેટ્ટી કહે છે કે, હાલની રિકવરી બાદ નિફ્ટી ફરી નબળો પડ્યો છે. આવતા સપ્તાહે ઇન્ડેક્સ 22,450 કે તેનાથી પણ નીચે જઈ શકે છે. હાલમાં 22,000 પર મજબૂત સપોર્ટ છે, જ્યારે ઉપરની તરફ 23,200 પર રેઝિસ્ટન્સ છે.

LKP સિક્યોરિટીઝના રૂપક ડેના જણાવ્યું મુજબ, હાલના અનિશ્ચિત માહોલમાં 'ઉછાળે વેચવાલી' ની સ્ટ્રેટેજી જ કામ આવશે. જો બજાર 23,500 ની આસપાસ જાય, તો ત્યાંથી ફરી મોટી વેચવાલી આવી શકે છે. જો નિફ્ટી 22,800 ની નીચે સરકશે તો નબળાઈ વધુ ઘેરી બનશે.

HDFC સિક્યોરિટીઝના વિનય રજાના મત પ્રમાણે, નિફ્ટી માટે 23,465 નો સ્તર હવે મોટો રેઝિસ્ટન્સ બની ગયો છે. જો તે આ લેવલની ઉપર જશે તો જ શોર્ટ કવરિંગ જોવા મળી શકે છે. નીચેની બાજુએ 22,471 પર સપોર્ટ મળી શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-Coal India ને મળ્યો 1057 કરોડનો જંગી પ્રોજેક્ટ, 30 માર્ચે રોકાણકારોની નજર રહેશે આ શેર પર

MoneyControl News

MoneyControl News

First Published: Mar 29, 2026 4:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.