નવા પ્રોડકટ્સ લોન્ચ, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન્સ વચ્ચે સંતુલન અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગને લીધે બજાજ ફાઈનાન્સના કામકાજમાં સ્થિર વધારો થતો રહેશે એમ બ્રોકરેજ કંપની નોમુરાનું કહેવુ છે.
નવા પ્રોડકટ્સ લોન્ચ, સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન્સ વચ્ચે સંતુલન અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગને લીધે બજાજ ફાઈનાન્સના કામકાજમાં સ્થિર વધારો થતો રહેશે એમ બ્રોકરેજ કંપની નોમુરાનું કહેવુ છે.
નોમુરાએ રોકાણકારોને કંપનીનો શૅર ખરીદવાની ભલામણ કરીને 8,700 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. વર્તમાન શૅર ભાવની સરખામણીએ આ 21 ટકાનો વધારો સૂચવે છે. નોમુરાના એનાલિસ્ટોનું કહેવુ છે કે બજાજ ફાઈનાન્સ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવવાને સક્ષમ છે. નાણાકીય વર્ષ 2013માં ટેપર ટેન્ટ્રમ, નાણાકીય વર્ષ 2016માં નોટબંધી, નાણાકીય વર્ષ 2018માં ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝીંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (IL&FS) કટોકટી તેમ જ કોવિડ મહામારીના સમયગાળામાં કંપનીની કામગીરી તેમની હરિફ કંપનીઓ કરતા ઘણી સારી રહી હતી.
નાણાકીય વર્ષ 2003થી 2023 દરમિયાન કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM), ચોખ્ખો નફો, શૅરદીઠ આવક (EPS) અને પ્રતિ શૅર બુક વેલ્યુમાં વૃદ્ધિ અનુક્રમે 35 ટકા, 35 ટકા, 22 ટકા અને 20 ટકા થઈ હતી.
ઉંચો વૃદ્ધિ દર ટકાવી રાખવાની સાથે કંપનીની અસ્ક્યામતની ગુણવત્તા એટલે કે એસેટ ક્વોલિટી પણ નકારાત્મક સમયગાળામાં ટકી રહી હતી. ફક્ત વૈશ્વિક નાણાકીય કટોકટીના સમયમાં કંપનીનું કામકાજ મંદ પડ્યુ હતું.
નોમુરાના એનાલિસ્ટો અજીત કુમાર, પરમ સુબ્રમણ્યમ અને અંકિત બિહાનીએ તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ રિટેલ સેગમેન્ટમાંથી ઘણી અગ્રણી કંપનીઓ બહાર થઈ હતી. પરંતુ કટોકટી બાદ રિટેલ લોન્સ સેગમેન્ટ ખાસ કરીને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, અનસિક્યોર્ડ લોન્સ અને હોમ લોન્સમાં વૃદ્ધિ જોવા મળી હતી.
બજાજ તેમના પ્રોડકટ્સમાં વધારો કરી રહ્યો છે. માઈક્રોફાઈનાન્સ, નવી કાર અને ટ્રેક્ટર તેમ જ ગોલ્ડ લોન ફાઈનાન્સિંગમાં કંપનીનું કામકાજ વધી રહ્યું છે. એનાલિસ્ટોનું માનવું છે કે નાણાકીય વર્ષ 2026 સુધીમાં કંપનીની એયુએમમાં 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.