Ola Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલ | Moneycontrol Gujarati
Get App

Ola Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલ

ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં છેલ્લા 2 દિવસમાં 23% નો મોટો ઉછાળો નોંધાયો છે. કંપનીએ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક બાઇક Roadster X+ માં 60,000 નો ઘટાડો કરતા શેરમાં તેજી આવી છે.

અપડેટેડ 02:55:03 PM Apr 02, 2026 પર
Story continues below Advertisement
oadster X+ 9.1 kWh બાઈક સિંગલ ચાર્જમાં લગભગ 500 કિલોમીટર સુધીની રેન્જ આપે છે, જે તેને લાંબા અંતરની મુસાફરી માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

Ola Electric shares: શેરબજારમાં ગુરુવારે સતત બીજા દિવસે Ola Electricના શેરમાં ભારે તેજી જોવા મળી છે. કંપનીએ એક એવી મોટી જાહેરાત કરી છે, જેનાથી ગ્રાહકોની સાથે સાથે રોકાણકારો પણ ખુશ થઈ ગયા છે. છેલ્લા માત્ર બે જ દિવસમાં ઓલા ઇલેક્ટ્રિકનો શેર લગભગ 23 ટકા સુધી ઊછળી ચૂક્યો છે.

શેરબજારમાં ઓલાના શેરની સ્થિતિ

શેરમાં આવેલી આ શાનદાર તેજી પાછળનું મુખ્ય કારણ કંપનીની નવી પ્રાઇસિંગ પોલિસી છે. ગુરુવારે BSE પર ઓલાનો શેર 8.7% ના વધારા સાથે 28.19 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.બપોરે 12.25 વાગ્યાની આસપાસ NSE પર આ શેર 7.26% ની તેજી સાથે 27.77 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ અગાઉ બુધવારે (1 એપ્રિલ) પણ ઓલાના શેરમાં લગભગ 14% નો જંગી ઉછાળો નોંધાયો હતો.

બાઈકની કિંમતમાં 60,000 નો તોતિંગ ઘટાડો

કંપનીએ શેરબજારોને આપેલી સત્તાવાર માહિતીમાં જણાવ્યું છે કે, તેમણે પોતાની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'Roadster X+ 9.1 kWh' ની કિંમતમાં સીધો 60,000 નો ઘટાડો કર્યો છે.


જૂની કિંમત: 1,89,999

નવી કિંમત: 1,29,999

કંપનીએ બાઈકની કિંમતમાં 30% થી વધુનો મોટો કાપ મૂક્યો છે, જે ઇલેક્ટ્રिक વ્હીકલ માર્કેટમાં એક મોટો ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

કિંમત ઘટવા પાછળનું કારણ શું છે?

ઓલા ઇલેક્ટ્રિકના જણાવ્યા અનુસાર, આ ઘટાડો ગીગાફેક્ટરીમાં ઉત્પાદન ક્ષમતા વધવાને કારણે શક્ય બન્યો છે. ખાસ કરીને કંપનીએ 4680 ભારત સેલ બેટરી ટેકનોલોજી ને ઇનહાઉસ  વિકસાવી છે. આ વર્ટિકલ ઇન્ટિગ્રેશનના કારણે કંપનીનો પ્રોડક્શન ખર્ચ ઘણો ઓછો થયો છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે.

500 કિમીની શાનદાર રેન્જ અને લિમિટેડ સેલ

Roadster X+ 9.1 kWh બાઈક સિંગલ ચાર્જમાં લગભગ 500 કિલોમીટર સુધીની રેન્જ આપે છે, જે તેને લાંબા અંતરની મુસાફરી માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

હાલમાં આ બાઈકની માંગ સપ્લાય કરતા ઘણી વધારે હોવાથી, કંપનીએ તેને 'લિમિટેડ વિન્ડો મોડલ' હેઠળ વેચવાનો નિર્ણય લીધો છે. ગ્રાહકો માટે પહેલી સેલ વિન્ડો 3 એપ્રિલે સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલશે. ભવિષ્યના સેલની જાહેરાત ઉત્પાદન ક્ષમતાના આધારે કરવામાં આવશે. કંપનીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, #EndICEAge કેમ્પેન દરમિયાન આ બાઈકની માંગમાં 5 ગણો વધારો નોંધાયો છે.

બિઝનેસ અને વેચાણમાં પણ જોરદાર ઉછાળો

ઓલા ઇલેક્ટ્રિકનું ઓપરેશનલ પરફોર્મન્સ પણ ઘણું સુધર્યું છે. માર્ચ મહિનામાં કંપનીએ ટુ-વ્હીલર રજિસ્ટ્રેશનમાં 150% થી વધુનો મંથલી ગ્રોથ હાંસલ કર્યો છે અને કુલ 10,117 યુનિટ્સનો આંકડો પાર કર્યો છે. એટલું જ નહીં, માર્ચના છેલ્લા અઠવાડિયામાં કંપનીને રોજના 1,000 થી વધુ ઓર્ડર મળ્યા હતા.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

આ પણ વાંચો-OMC Stocks : ક્રૂડ ઓઇલમાં ભડકાથી સરકારી તેલ કંપનીઓની મુશ્કેલી વધી, જાણો નોમુરાનો રિપોર્ટ અને શેરબજારની સ્થિતિ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 02, 2026 2:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.