Reliance Power Share Price: AI સેક્ટરમાં એન્ટ્રીની જાહેરાત થતા જ રિલાયન્સ પાવરનો શેર 18 ટકા ઉછળ્યો
રિલાયન્સ પાવરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ન્યૂ-એજ ટેક્નોલોજી સેક્ટરમાં એન્ટ્રી કરવાની મોટી જાહેરાત કરી છે. આ સમાચાર આવતા જ 1 જુલાઈએ કંપનીના શેરમાં ભારે ઉછાળો નોંધાયો હતો. જાણો કંપનીના નવા મેગા પ્લાન વિશે.
આ નવા બિઝનેસ ફ્રેમવર્ક હેઠળ AI અને સંબંધિત ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કંપનીએ પોતાની સબસિડિયરી (પેટા) કંપનીઓના ઉદ્દેશ્યોમાં મોટા ફેરફારો કર્યા છે. આ નવા પગલાંને કારણે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
Reliance Power Share Price: શેરબજારમાં આજે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરોએ કમાલ કરી દીધી છે. 1 જુલાઈએ બજાર ખૂલતાની સાથે જ આ શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. કંપનીના શેરોને જાણે પાંખો આવી ગઈ હોય તેમ તે સીધો આસમાને પહોંચ્યો હતો. આ શાનદાર ઉછાળા પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા કરવામાં આવેલી એક અત્યંત મહત્વની જાહેરાત છે.
શેરબજારમાં રિલાયન્સ પાવરનું શાનદાર પ્રદર્શન
1 જુલાઈના રોજ બજાર ખૂલતા જ રિલાયન્સ પાવરનો શેર 18.35 ટકાનો મોટો જમ્પ લગાવીને સીધો 29.40 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ બજારમાં તેજી થોડી ધીમી પડી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ આ શેર 15.90 ટકાના ઉછાળા સાથે 28.79 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
શેર કેમ ઉછળ્યો?
કંપનીએ શેરબજારને સત્તાવાર રીતે માહિતી આપી છે કે, રિલાયન્સ પાવર હવે ઝડપથી વિકસી રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને તેની સાથે જોડાયેલી ન્યૂ-એજ ટેક્નોલોજી (New-Age Technologies) ના બિઝનેસમાં ઉતરવાનો પ્લાન બનાવી રહી છે.
આ નવા બિઝનેસ ફ્રેમવર્ક હેઠળ AI અને સંબંધિત ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે કંપનીએ પોતાની સબસિડિયરી (પેટા) કંપનીઓના ઉદ્દેશ્યોમાં મોટા ફેરફારો કર્યા છે. આ નવા પગલાંને કારણે જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
કંપનીઓએ બદલ્યા પોતાના નામ
AI સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા માટે રિલાયન્સ પાવરે પોતાની સબસિડિયરી કંપનીઓના નામ બદલવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. હવે આ કંપનીઓ નીચે મુજબના નવા નામોથી ઓળખાશે:
રિલાયન્સ AI ગ્રીન પાવર પ્રાઇવેટ લિમિટેડ
રિલાયન્સ AI પાવર પ્રાઇવેટ લિમિટેડ
રિલાયન્સ AI ડેટા કંટ્રોલ પ્રાઇવેટ
રિલાયન્સ AI ડેટા સી પ્રાઇવેટ લિમિટેડ
છેલ્લા 3 મહિનામાં આપ્યું 30 ટકા રિટર્ન
રિલાયન્સ પાવરના શેરોએ ટૂંકા ગાળામાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. છેલ્લા 3 મહિનામાં આ શેરમાં 30 ટકાથી વધુની તેજી આવી છે. નોંધનીય છે કે આ જ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં માત્ર 5 ટકાનો વધારો નોંધાયો છે.
આજના બજારની એકંદર સ્થિતિ
1 જુલાઈના રોજ ઓવરઓલ શેરબજારમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોરે 12 વાગ્યાના આંકડા મુજબ,,,નિફ્ટી 50 0.66 ટકા (158 પોઈન્ટ) વધીને 24,022 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 0.72 ટકા (552 પોઈન્ટ) ના ઉછાળા સાથે 77,025 પર પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સમાં પણ 0.73 ટકાની મજબૂતી જોવા મળી હતી.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.