ભારતમાં ડેટા સેંટર બનાવા માટે RIL એ Brookfield Infrastructure અને digital realty સાથે હાથ મિલાવ્યો | Moneycontrol Gujarati
Get App

ભારતમાં ડેટા સેંટર બનાવા માટે RIL એ Brookfield Infrastructure અને digital realty સાથે હાથ મિલાવ્યો

ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ અને બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનું સંયુક્ત સાહસ હાલમાં ચેન્નાઈ અને મુંબઈમાં ડેટા સેન્ટરનું નિર્માણ કરી રહ્યું છે. પ્રથમ પ્રોજેક્ટનું નામ MAA10 છે. આ અંતર્ગત ચેન્નાઈમાં 100 મેગાવોટ કેમ્પસ આધારિત 20 મેગાવોટનું ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તે 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. આ સિવાય આ સંયુક્ત સાહસે તાજેતરમાં જ મુંબઈમાં 40 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવવા માટે 2.15 એકર જમીન ખરીદી છે.

અપડેટેડ 12:07:46 PM Jul 25, 2023 પર
Story continues below Advertisement
કિરણ થૉમસે કહ્યુ છે કે આ ભાગીદારી તેમને ક્લાઉડ દ્વારા અદ્યતન પ્લગ-એન્ડ-પ્લે સોલ્યુશન્સ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે.

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) એ 24 જુલાઈના જણાવ્યુ છે કે તેને ભારતમાં ડેટી સેંટર્સના વિકાસ માટે સ્પેશલ પર્પઝ વ્હીકલ (એસવીપી) બનાવા અને તેમાં રોકાણ કરવા માટે બ્રુકફીલ્ડ ઈંફ્રાસ્ટ્રક્ચર (Brookfield Infrastructure) અને ડિજિટલ રિયલ્ટી (Digital Realty) ની સાથે એક ભાગીદારી કરાર કર્યા છે. આ કંપનીઓની તરફથી ચાલુ સંયુક્ત બયાના મુજબ રિલાયંસ આ ઉદ્દેશ્યથી બનાવા વાળા પ્રત્યેક એસવીપીમાં 33.33 ટકા ભાગીદારી રાખશે. આ કરારનું લક્ષ્ય ભારતમાં ટૉપ-ટિયર, વેલ કનેક્ટેડ અને ફ્લેક્સિબલ ડેટા સેંટર વિકસિત કરે છે જો ઈંટરપ્રાઈઝીસ અને ડિજિટલ સર્વિસિઝ ફર્મો માટે જરૂરી બુનિયાદી ઢાંચાથી જોડાયેલી જરૂરતોને પૂરી કરશે.

આ બયાનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ વિશ્વભરમાં ક્લાઉડ અને કેરિયર-ન્યુટ્રલ ડેટા સેન્ટર, કોલોકેશન અને ઇન્ટરકનેક્શન સોલ્યુશન્સ બિઝનેસમાં નેતૃત્વની સ્થિતિ ધરાવે છે. તે વિશ્વના 27 દેશોમાં 300 થી વધુ ડેટા સેન્ટરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે. ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટે સંયુક્ત સાહસ સ્થાપવા માટે બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભાગીદારી કરી છે. સંયુક્ત નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે RIL સંયુક્ત સાહસમાં સમાન ભાગીદાર રહેશે. આ સંયુક્ત સાહસનું નામ 'ડિજિટલ કનેક્શનઃ એ બ્રુકફિલ્ડ, જિયો અને ડિજિટલ રિયલ્ટી કંપની' હશે.

આ બયાનમાં એ પણ જણાવામાં આવ્યુ છે કે ડિજિટલ રિયલ્ટી ટ્રસ્ટ અને બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેનું સંયુક્ત સાહસ હાલમાં ચેન્નાઈ અને મુંબઈમાં ડેટા સેન્ટરનું નિર્માણ કરી રહ્યું છે. પ્રથમ પ્રોજેક્ટનું નામ MAA10 છે. આ અંતર્ગત ચેન્નાઈમાં 100 મેગાવોટ કેમ્પસ આધારિત 20 મેગાવોટનું ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. તે 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. આ સિવાય આ સંયુક્ત સાહસે તાજેતરમાં મુંબઈમાં 40 મેગાવોટના ડેટા સેન્ટરની સ્થાપના માટે 2.15 એકર જમીન ખરીદી છે.


તેના પર જિયો પ્લેટફૉર્મ્સ લિમિટેડના સીઈઓ કિરણ થૉમસે કહ્યુ છે કે આ ભાગીદારી તેમને ક્લાઉડ દ્વારા અદ્યતન પ્લગ-એન્ડ-પ્લે સોલ્યુશન્સ પ્રદાન કરવામાં સક્ષમ બનાવશે. જેના કારણે તમામ કંપનીઓ અને એસએમબી ગ્રાહકોના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે 2025 સુધીમાં USD 1 ટ્રિલિયન ડિજિટલ ઇકોનોમીના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશે બહુવિધ ડેટા સેન્ટર સ્થાપવા પડશે. તેમના વિકાસ અને સંચાલન માટે સાનુકૂળ ઇકો-સિસ્ટમ બનાવવામાં સરકારની ભૂમિકા મહત્વની રહેશે.

ત્યારે, બ્રુકફિલ્ડના અર્પિત અગ્રવાલે કહ્યું કે રિલાયન્સ સાથેની ભાગીદારીથી જબરદસ્ત ફાયદો થશે. તેમણે જીવનના તમામ ક્ષેત્રોમાં ભારતના વ્યાપક ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે આવશ્યક સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવામાં ડેટા સેન્ટર્સની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

ડિજિટલ રિયલ્ટીના એશિયા પેસિફિકના એમડી અને હેડ સેરેન નાહએ જણાવ્યું હતું કે આ સંયુક્ત સાહસ સમગ્ર ભારતમાં ડેટા સેન્ટર્સના વિકાસ અને સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવામાં ઘણું આગળ વધશે.

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 25, 2023 12:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.