ડૉલરની સામે ભારતીય રૂપિયાની શરૂઆત આજે મજબૂતીની સાથે થઈ છે. ડૉલરની સામે રૂપિયા આજે 21 પૈસાની વધારા સાથે 81.97 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગઈકાલના કારોબારમાં ડૉલરની સામે રૂપિયા 82.18 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે ડૉલર ઈન્ડેક્સ વાયદામાં 0.78 ટકાના ઘટાડા સાથે 102.14 પર નજર આવી રહ્યો છે હાલમાં 10 વાગ્યાની આસપાસ ડૉલરની સામે રૂપિયા 30 પૈસા મજબૂત થઈને 81.88 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
અન્ય એશિયન કરન્સી પર નજર કરીએ તો દક્ષિણ કોરિયાની કરન્સી વૉનમાં 0.39 ટકા, ફિલિપાઈન પેસોમાં 0.22 ટકા, મલેશિયન કરન્સી રિંગિટમાં 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઇવાન ડૉલરમાં 0.1 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો હતો. થઈ બાહતમાં 0.23 ટકા, ચાઈના કરેન્સી 0.22 ટકા અને જાપાની યેનમાં 0.14 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલમાં ડૉલર ઈન્ડેક્સ 102.21 ના સ્તર પર આવી ગયું છે. જ્યારે ડૉલર ઈન્જેક્સ 103.55 ના સ્તર પર ખુલ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ 5 સપ્તાહના નીચલા સ્તર પર પહોંચી ગયો છે. આજે ડૉલર ઈન્ડેક્સ 102.1 ના સ્તર સુધી ઘચી ગયું છે.