SEBIનો મોટો પ્રસ્તાવ: ક્લોઝિંગ ઓક્શન સેશનમાં થશે આ ફેરફાર
SEBIએ ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ના નિયમોમાં ફેરફાર માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમાં ટ્રાન્શિઝન પિરિયડ ઘટાડવા, માર્કેટ ટાઈમિંગમાં ફેરફાર અને એક્સપાયરી ડે પર ડેરિવેટીવ સેટલમેન્ટ માટે બે વિકલ્પો સૂચવાયા છે. ઉપરાંત IIVનું ડિશમેનશન બંધ કરવા અને CAS દરમિયાન 3% પ્રાઈઝ બેન્ડ યથાવત રાખવાનો પ્રસ્તાવ છે.
SEBIએ Closing Auction Sessionના નિયમોમાં ફેરફાર માટે નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે.
ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવમાં ટ્રાન્શિઝન પિરિયડ ઘટાડવા, માર્કેટ ટાઈમિંગમાં ફેરફાર કરવા ઉપરાંત એક્સપાયરી ડે પર ડેરિવેટીવ કોન્ટ્રાક્ટ્સના સેટલમેન્ટ માટે બે વૈકલ્પિક રીતો સૂચવવામાં આવી છે. ક્લોઝિંગ ઓક્શન સેશનની શરૂઆત 3 ઓગસ્ટ, 2026થી કરવામાં આવી હતી.
સેટલમેન્ટ પ્રાઈઝ માટે બે વિકલ્પ
SEBIએ એક્સપાયરી સેટલમેન્ટ પ્રાઈઝ નક્કી કરવા માટે બે વિકલ્પ રજૂ કર્યા છે.
પહેલા વિકલ્પ હેઠળ એક્સપાયરી સેટલમેન્ટ પ્રાઈઝ બ્લેન્ડેડ વોલ્યૂમ વેઈટેડ એવરેજ પ્રાઈઝ (VWAP) ના આધારે નક્કી કરવામાં આવશે. આ માટે કંટીન્યૂઝ ટ્રેડિંગના છેલ્લા 30 મિનિટ અને 10 મિનિટના ક્લોઝિંગ ઓક્શન સેશનના VWAPને ધ્યાનમાં લેવામાં આવશે. બીજા વિકલ્પમાં ઈનટરીમ મેશ્યોર તરીકે માત્ર કંટીન્યૂઝ ટ્રેડિંગના છેલ્લા 30 મિનિટના VWAPનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે.
IIVનું ડિસિમિનેશન બંધ કરવાનો પ્રસ્તાવ
SEBIએ ઈનએક્ટિવ ઈન્ડેક્સ વેલ્યૂ (IIV) ના ડિશમેનશનને બંધ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. IIV, ક્લોઝિંગ ઓક્શન સેશન દરમિયાન ઈનડિકેટીવ ઈક્વિલિબ્રિયમ પરથી નક્કી થાય છે. SEBIનું કહેવું છે કે IIVને ભૂલથી એક્ચ્યુઅલ ઈન્ડ઼ેક્સ લેવલ તરીકે સમજવામાં આવી શકે છે. ભલે IIV એક્ઝિક્યુટ ટ્રેડ્સને દર્શાવતું ન હોય, પરંતુ તેના આધારે ટ્રેડિંગ ડિશિઝન લેવામાં આવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને IIVનું ડિસમેનશન બંધ કરવાનો પ્રસ્તાવ છે.
માર્કેટ ટાઈમિંગ્સમાં પણ થઈ શકે છે ફેરફાર
Market Timingsને લઈને SEBIએ બે વિકલ્પ સૂચવ્યા છે. પહેલા વિકલ્પ હેઠળ CAS સ્ટોક્સમાં કંટીન્યૂઝ ટ્રેડિંગનો સમય વધારીને 3:30 વાગ્યા સુધી કરવાનો પ્રસ્તાવ છે. ત્યારબાદ 3:31થી 3:40 વાગ્યા વચ્ચે ઓકશન યોજાશે અને ડેરિવેટિવ ટ્રેડિંગ 3:45 વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
બીજા વિકલ્પ હેઠળ CAS સ્ટોક માટે હાલનો 3:15 વાગ્યાનો કટ ઓફ-ટાઈમ યથાવત રાખવામાં આવશે. ઓક્શન 3:25 વાગ્યા સુધી પૂર્ણ થશે અને ડેરિવેટીવ ટ્રેડિંગ 3:30 વાગ્યે બંધ થશે.
ટ્રાંઝેક્શન પિરિયડ 5 મિનિટથી ઘટીને 1 મિનિટ થઈ શકે
સેબીએ કંટીન્યૂઝ ટ્રેડિંગ અને CAS વચ્ચેનો ટ્રાંઝેક્શન પિરિયડ 5 મિનિટથી ઘટાડીને 1 મિનિટ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ ઉપરાંત, CAS-પછીની ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ વિન્ડોને 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવાની ભલામણ કરવામાં આવી છે. જોકે CAS દરમિયાન હાલનો 3% પ્રાઈઝ બેંડ યથાવત રાખવાનો પ્રસ્તાવ છે.
3 ઓગસ્ટથી શરૂ થઈ હતી CASની વ્યવસ્થા
ડેરિવેટીવ સેગમેન્ટના સ્ટોક માટે ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)ની શરૂઆત 3 ઓગસ્ટ, 2026થી કરવામાં આવી હતી. આ સિસ્ટમમાં ફેરફારની માંગ અને સ્ટેક હોલ્ડર્સ તરફથી મળેલા વિવિધ ફિડબેક બાદ સેબીએ નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે. આ પ્રસ્તાવ અંગે સેબીએ સ્ટેક હોલ્ડર્સ પાસેથી 3 ઓક્ટોબર, 2026 સુધીમાં સૂચનો અને ટિપ્પણીઓ મંગાવી છે.