ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એટરનલ, TCS, ટાઇટન કંપની અને ઇન્ફોસિસના શેરમાં સારી એવી તેજી જોવા મળી હતી.
Closing Bell : ભારતીય શેરબજાર માટે 11 ઓગસ્ટનો દિવસ નિરાશાજનક રહ્યો છે. બજારમાં આજે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે શેરબજાર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું છે. નિફ્ટી 24500 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો છે, જ્યારે સેન્સેક્સમાં પણ મોટો કડાકો બોલી ગયો છે. રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ફાર્મા સેક્ટરે બજારને થોડો સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીની શું રહી સ્થિતિ?
આજના કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 388.19 પોઈન્ટ એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે 78,154.25 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 112.10 પોઈન્ટ એટલે કે 0.46 ટકા તૂટીને 24,471.70 ના સ્તર પર બંધ થયો છે.
માર્કેટ બ્રેડ્થ
આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં નકારાત્મક માહોલ વધુ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ,,, લગભગ 1977 શેર્સમાં તેજી જોવા મળી હતી. 2152 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો અને રોકાણકારોને નુકસાન થયું હતું. જ્યારે 187 શેર્સના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો.
નિફ્ટીના ટોપ લુઝર્સ અને ગેનર્સ
આજના બજારમાં અમુક કંપનીઓના શેરોમાં ધોવાણ થયું, તો અમુક દિગ્ગજ કંપનીઓએ રોકાણકારોને કમાણી કરાવી.
Top Losers
ટાટા કન્ઝ્યુમર, મેક્સ હેલ્થકેર, અલ્ટ્રાટેક સિમેન્ટ, અપોલો હોસ્પિટલ્સ અને નેસ્લેના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
Top Gainers
ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એટરનલ, TCS, ટાઇટન કંપની અને ઇન્ફોસિસના શેરમાં સારી એવી તેજી જોવા મળી હતી.
અલગ-અલગ સેક્ટરની ચાલ
આજના બજારમાં વિવિધ સેક્ટરમાં મિશ્ર અસર જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં 1 ટકા અને નિફ્ટી IT સેક્ટરમાં 0.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ક્યાં થયું નુકસાન?: નિફ્ટી રિયલ્ટી, FMCG અને મેટલ સેક્ટરમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી ઈન્ફ્રા 0.8 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંક 0.6 ટકા, નિફ્ટી ઓટો 0.5 ટકા અને નિફ્ટી બેંક 0.4 ટકા ઘટીને બંધ થયા હતા.
મિડકેપ અને સ્મોલકેપની સ્થિતિ
મોટા શેરોમાં ઘટાડા વચ્ચે નાના શેરોની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં કોઈ ખાસ ઉતાર-ચઢાવ જોવા મળ્યો ન હતો અને તે કોઈ પણ ફેરફાર વગર સપાટ સ્તરે બંધ રહ્યો હતો. જોકે, સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકાની સામાન્ય તેજી જોવા મળી હતી.