MRF Q1 Results : આવક વધી છતાં માર્જિન પર ભારે દબાણ, નબળા પરિણામોને કારણે શેરમાં મોટો કડાકો
MRFના Q1 પરિણામો જાહેર, કંપનીની આવકમાં વધારો થયો છે પરંતુ કાચા માલના ભાવ વધતા માર્જિન પર દબાણ આવ્યું છે. નબળા પરિણામોને લીધે MRF ના શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે.
MRFના ઓપરેટિંગ પરફોર્મન્સ પર દબાણ પાછળનું મુખ્ય કારણ કાચા માલની કિંમતોમાં થયેલો તોતિંગ વધારો છે. જૂન ક્વાર્ટરમાં કાચા માલ પાછળ કંપનીનો ખર્ચ સીધો વધીને 5,824 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે ગયા વર્ષે માત્ર 4,597 કરોડ રૂપિયા હતો.
MRF Q1 Results : દેશની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપની MRFના જૂન ક્વાર્ટરના પરિણામો રોકાણકારો માટે નિરાશાજનક રહ્યા છે. કંપનીની આવકમાં ભલે વધારો થયો હોય, પરંતુ નફા અને માર્જિન પર ભારે દબાણ જોવા મળ્યું છે. આ નબળા પરિણામોની સીધી અસર આજે શેરબજારમાં કંપનીના શેર પર જોવા મળી છે.
શેરમાં નોંધાયો મોટો ઘટાડો
નબળા પરિણામોને પગલે 11 ઓગસ્ટના રોજ બપોરે 1:40 વાગ્યે MRF નો શેર 1.98 ટકા તૂટીને 1,31,200 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. નોંધનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં આશરે 13 ટકાનો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
MRF Q1 પરિણામોની મુખ્ય વાતો
અહીં કંપનીના ત્રિમાસિક પરિણામોના મુખ્ય આંકડાઓ પર એક નજર કરીએ,,,જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 9.6 ટકા વધીને 8,415.5 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 7,675.6 કરોડ રૂપિયા હતી. વાર્ષિક ધોરણે કંપનીનો EBITDA (વ્યાજ, ટેક્સ અને ઘસારા પહેલાનો નફો) 7.5 ટકા ઘટીને 990.6 કરોડ રૂપિયા રહ્યો છે, જે ગયા વર્ષે 1,070.4 કરોડ રૂપિયા હતો. જૂન ક્વાર્ટરમાં EBITDA માર્જિન ઘટીને 11.77 ટકા થઈ ગયું છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 13.95 ટકા હતું. કંપની દ્વારા આ ક્વાર્ટરમાં રોકાણકારો માટે કોઈપણ ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી નથી.
માર્જિન પર કેમ આવ્યું દબાણ?
MRF ના ઓપરેટિંગ પરફોર્મન્સ પર દબાણ પાછળનું મુખ્ય કારણ કાચા માલની કિંમતોમાં થયેલો તોતિંગ વધારો છે. જૂન ક્વાર્ટરમાં કાચા માલ પાછળ કંપનીનો ખર્ચ સીધો વધીને 5,824 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે ગયા વર્ષે માત્ર 4,597 કરોડ રૂપિયા હતો. આ ઉપરાંત કંપનીનો અન્ય ખર્ચ પણ 1,097 કરોડ રૂપિયાથી વધીને 1,275 કરોડ રૂપિયા થઈ ગયો છે. જોકે, કંપની માટે રાહતની એકમાત્ર વાત એ છે કે તેમનો ફાઇનાન્સ ખર્ચ ગયા વર્ષની સરખામણીમાં ઓછો રહ્યો છે.
શેરબજારમાં આજે વેચવાલીનું દબાણ
11 ઓગસ્ટના રોજ માત્ર MRF જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય શેરબજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. બપોરે 2:00 વાગ્યે નિફ્ટી 0.54 ટકા (133 પોઈન્ટ) ઘટીને 24,450 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 0.53 ટકા (420 પોઈન્ટ) ના કડાકા સાથે 78,120 પર આવી ગયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ભારે દબાણ જોવા મળ્યું છે. જોકે, મોટાભાગના IT શેર્સ લીલા નિશાનમાં હોવાથી નિફ્ટી IT ઈન્ડેક્સમાં 0.44 ટકાની તેજી જોવા મળી હતી.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.