આજે સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની સાપ્તાહિક એક્સપાયરી છે. એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે, જેની અસર આજના ઘટાડામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
Share Market Crash: સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના ટેન્શન વચ્ચે આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને ધડામ દઈને નીચે પટકાયા છે. જોતજોતામાં સેન્સેક્સમાં 400 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ લપસીને 23900 ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો હતો.
બ્રોડર માર્કેટમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને IT અને ફાર્મા સેક્ટરમાં રોકાણકારો ધડાધડ શેર વેચી રહ્યા છે.
બજારની વર્તમાન સ્થિતિ શું છે?
સવારના 09:32 વાગ્યાના લેટેસ્ટ ડેટા મુજબ, સેન્સેક્સ 319.96 પોઈન્ટ (0.42%) ના ઘટાડા સાથે 76,435.09 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 83.55 પોઈન્ટ (0.35%) ઘટીને 23,912.70 પર આવી ગયો છે. આજના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની વાત કરીએ તો, શરૂઆતમાં સેન્સેક્સ 410.38 પોઈન્ટ તૂટીને નીચે 76,344.67 સુધી અને નિફ્ટી 120.05 પોઈન્ટ ઘટીને છેક 23,876.20 સુધી પહોંચી ગયો હતો.
શેરબજારમાં કડાકા માટે જવાબદાર 5 મુખ્ય કારણો
બજારમાં અચાનક આવેલી આ ગભરાટ ભરી વેચવાલી અને ઘટાડા પાછળ આ 5 મોટા પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
1. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભડકો
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ખતરનાક વળાંક પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પુલ અને પાવર પ્લાન્ટ્સને ઉડાવી દેવાની ધમકી આપી છે. જેની સામે ઈરાને પણ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જો અમેરિકા તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે તો તેઓ પણ આખા વિસ્તારના મહત્વના પુલ અને પ્લાન્ટ્સને નિશાન બનાવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા 10 દિવસની ઘટનાઓ જોતા અમેરિકાએ સમજી લેવું જોઈએ કે ઈરાન 'ગમે ત્યાં અને ગમે ત્યારે' હુમલો કરવાની તાકાત ધરાવે છે. આ જિયો-પોલિટિકલ ટેન્શને બજારનું સેન્ટિમેન્ટ બગાડ્યું છે.
2. કાચા તેલમાં ઉછાળો
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઉકળી ઉઠ્યું છે. ઓઈલનો વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતો 'બ્રેન્ટ ક્રૂડ' મોટો ઉછાળો મારીને 96 ડોલર પ્રતિ બેરલની પાર પહોંચી ગયો છે, જેણે ભારતીય બજાર પર મોટું દબાણ ઊભું કર્યું છે.
3. IT અને ફાર્મા સેક્ટરમાં જોરદાર વેચવાલી
આજે બજારને કોઈ મોટા સેક્ટરનો સપોર્ટ મળી રહ્યો નથી. બજાર પર સૌથી વધુ દબાણ નિફ્ટી IT અને નિફ્ટી ફાર્મા સેક્ટર બનાવી રહ્યા છે, જેમાં અડધા ટકાથી વધુનો ઘટાડો છે. આ ઉપરાંત PSU બેંક, પ્રાઇવેટ બેંક અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ અડધો ટકો તૂટ્યા છે. જોકે, ઓટો, FMCG અને મેટલ સેક્ટર બજારને ઉપર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમાં અડધા ટકાથી પણ ઓછો વધારો છે.
4. India VIXમાં ઉછાળો
બજારમાં રોકાણકારોની ગભરાટ અને ડરને માપતો ઇન્ડેક્સ એટલે 'ઇન્ડિયા વિક્સ'. આજે તેમાં 0.18% નો ઉછાળો આવ્યો છે અને તે 13.32 ના સ્તર પર પહોંચી ગયો છે. વિક્સ વધવાનો સીધો અર્થ એ છે કે બજારમાં વોલેટિલિટી (ઉતાર-ચઢાવ) અને રિસ્ક વધવાની આશંકા છે.
સેન્સેક્સની વીકલી એક્સપાયરી
આજે સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની સાપ્તાહિક એક્સપાયરી છે. એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે, જેની અસર આજના ઘટાડામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.