Closing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Closing Bell: સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,400 ની નીચે પટકાયો-FMCG, રિયલ્ટી સેક્ટરમાં ઘટાડો

1 જૂને શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટીને 74,267 પર અને નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 23,382 પર બંધ થયો. જાણો બજારની સંપૂર્ણ સ્થિતિ.

અપડેટેડ 03:50:28 PM Jun 01, 2026 પર
Story continues below Advertisement
નિફ્ટી પર આજે સૌથી વધુ નુકસાન HUL, ટાટા કન્ઝ્યુમર, ITC, શ્રીરામ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ના શેરમાં જોવા મળ્યું હતું.

Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વેચવાલી આજે પણ ચાલુ રહી હતી. 1 જૂનના રોજ ટ્રેડિંગ સેશનના અંતે ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ સતત ચોથા દિવસે લાલ નિશાનમાં બંધ થયા છે. આજે બજારમાં ઓટો, પાવર, FMCG અને રિયલ્ટી સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે નિફ્ટી 23,400 ના મહત્વના લેવલની નીચે સરકી ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ આંકડા

આખા દિવસના ભારે ઉતાર-ચઢાવ બાદ બજાર બંધ થવા સમયે સ્થિતિ નીચે મુજબ રહી

સેન્સેક્સ : 508.40 પોઈન્ટ અથવા 0.68 ટકાના મોટા ઘટાડા સાથે 74,267.34 ના સ્તરે બંધ થયો હતો.

નિફ્ટી : 165.15 પોઈન્ટ એટલે કે 0.70 ટકા તૂટીને 23,382.60 ની સપાટીએ બંધ થયો હતો.


બજારનો એકંદર મૂડ

આજે બજારમાં ખરીદી કરતા વેચવાલીનું જોર વધુ હતું. આંકડા પર નજર કરીએ તો,,,બજારમાં લગભગ 1505 શેરોના ભાવ વધ્યા હતા. જ્યારે 2665 શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત 180 શેરો એવા હતા જેના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો.

કયા સેક્ટરમાં તેજી અને કયા સેક્ટરમાં મંદી?

આજના ટ્રેડિંગ સેશનમાં અલગ-અલગ સેક્ટર્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતુંય

ઘટાડાવાળા સેક્ટર્સ: ઓટો, પાવર, FMCG, સરકારી બેંકો (PSU Bank), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી સેક્ટરના ઇન્ડેક્સમાં 1% થી લઈને 2% સુધીનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

તેજીવાળા સેક્ટર્સ: બીજી તરફ, પડતા બજારમાં IT સેક્ટરે માર્કેટને થોડો સપોર્ટ આપ્યો હતો. IT ઇન્ડેક્સ 2.6% ઉછળ્યો હતો. આ સાથે જ મીડિયા ઇન્ડેક્સમાં 1.3% અને મેટલ ઇન્ડેક્સમાં 0.5% નો વધારો નોંધાયો હતો.

Top Losers

નિફ્ટી પર આજે સૌથી વધુ નુકસાન HUL, ટાટા કન્ઝ્યુમર, ITC, શ્રીરામ ફાઇનાન્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) ના શેરમાં જોવા મળ્યું હતું.

Top Gainers

જ્યારે ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS, કોલ ઇન્ડિયાઅને JSW સ્ટીલ જેવા શેરોએ રોકાણકારોને કમાણી કરાવી આપી હતી.

મિડકેપ અને સ્મોલકેપની સ્થિતિ ખરાબ

માત્ર લાર્જ કેપ જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે રોકાણકારોએ નફાવસૂલી કરી હતી. નિફ્ટી મિડકેપ (Midcap) ઇન્ડેક્સમાં 1.4 ટકાનો અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.9 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-IT સેક્ટરમાં છટણીનો ભય: HCLTechના 200 જેટલા કર્મચારીઓની નોકરી જશે, Xerox સાથેનો મોટો કોન્ટ્રાક્ટ ખતમ

MoneyControl News

MoneyControl News

First Published: Jun 01, 2026 3:50 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.