Share Market : નિફ્ટી 50ના શરૂઆતી ટ્રેન્ડનો સંકેત આપતો ગિફ્ટ નિફ્ટી 23,929.50ના સ્તર પર એકદમ સપાટ કારોબાર કરી રહ્યો હતો. જોકે, અગાઉ સોમવારે બજારમાં સતત બીજા દિવસે સારી એવી ખરીદી જોવા મળી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની પોઝિટિવ અસર ગ્લોબલ માર્કેટ પર પડી છે, જેના સપોર્ટથી ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ વધારા સાથે બંધ થયા હતા.
સેન્સેક્સ: સોમવારે સેન્સેક્સ 736.38 પોઈન્ટના ઉછાળા સાથે 76,264.33 ના સ્તરે બંધ રહ્યો હતો.
નિફ્ટી: નિફ્ટી 50 ઇન્ડેક્સ 231 પોઈન્ટ વધીને 23,853.90 ના મજબૂત સ્તરે પહોંચ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર માહોલ
એશિયન માર્કેટની વાત કરીએ તો ત્યાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રોકાણકારો અમેરિકા-ઈરાન ડીલના નવા ડેવલપમેન્ટ્સ અને સેન્ટ્રલ બેંકોના આવનારા મહત્વના નિર્ણયો પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જાપાનનો નિક્કેઈ 225 ઇન્ડેક્સ 0.18% વધીને 69,444.48 ના સ્તરે પહોંચ્યો છે.દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.72% નો મોટો ઉછાળો આવ્યો છે અને તે 8,692.86 ના સ્તરે છે. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.71% ઘટીને 8,851.10 પર આવી ગયો છે.