Closing Bell : ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ, IT શેરોએ બજારને બચાવ્યું, TCSમાં 5.4%નો ઉછાળો | Moneycontrol Gujarati
Get App

Closing Bell : ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ, IT શેરોએ બજારને બચાવ્યું, TCSમાં 5.4%નો ઉછાળો

13 જુલાઈએ શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. માર્કેટ બંધ થવા પર સેન્સેક્સ અને નિફ્ટી એકદમ ફ્લેટ રહ્યા. જોકે IT સેક્ટરમાં શાનદાર તેજી રહી, જેમાં TCS 5.4% ઉછળ્યો. જાણો આજના બજારની સંપૂર્ણ હાઈલાઈટ્સ.

અપડેટેડ 04:04:23 PM Jul 13, 2026 પર
Story continues below Advertisement
આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી કંપનીઓના શેરોનો દબદબો રહ્યો. દેશની સૌથી મોટી આઈટી કંપની TCS ના શેરમાં સૌથી વધુ 5.4 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો.

Closing Bell : 13 જુલાઈના રોજ ભારતીય શેરબજારમાં આખો દિવસ ભારે વોલેટિલિટીનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં એક તરફી ટ્રેન્ડનો અભાવ રહ્યો, જેના કારણે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી કોઈ મોટા ફેરફાર વિના લગભગ ફ્લેટ બંધ રહ્યા હતા. જોકે, આજના મંદીના માહોલમાં પણ IT સેક્ટરના શેરોએ રોકાણકારોને નિરાશ ન કર્યા અને બજારને મોટો ટેકો આપ્યો હતો.

બજારના મુખ્ય આંકડાઓ પર એક નજર

બજાર બંધ થવાના સમયે આંકડાઓ જોઈએ તો,,,સેન્સેક્સ માત્ર 47.01 પોઈન્ટ એટલે કે 0.06 ટકાના મામૂલી વધારા સાથે 77,616.40 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 4.10 પોઈન્ટ અથવા 0.02 ટકાના સામાન્ય વધારા સાથે 24,211 ની સપાટી પર બંધ થયો. ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો, આજે લેવાલી અને વેચવાલી બંનેનું જોર લગભગ સમાન રહ્યું. શેરબજારમાં કુલ 2207 શેરો વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે 2006 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 174 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો.

નિફ્ટીના ટોપ ગેનર્સ

આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી કંપનીઓના શેરોનો દબદબો રહ્યો. દેશની સૌથી મોટી આઈટી કંપની TCS ના શેરમાં સૌથી વધુ 5.4 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો. આ યાલીમાં TCS એ લીડ લીધી અને તેની પાછળ HCLTech, Tech Mahindra, Infosys અને ઓટો સેક્ટરમાંથી Bajaj Auto ના શેરો પણ મજબૂત કમાણી સાથે ટોપ ગેઇનર્સની યાદીમાં રહ્યા.


નિફ્ટીના ટોપ લુઝર્સ

બીજી બાજુ, મેટલ અને અન્ય સેક્ટરમાં વેચવાલીના દબાણને કારણે Tata Steel ના શેરમાં સૌથી વધુ 2.16 ટકાનો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત Grasim Industries (2 ટકાનો ઘટાડો), Nestle India, InterGlobe Aviation અને Eternal ના શેરો પણ લાલ નિશાનમાં બંધ થયા હતા.

કયા સેક્ટરમાં રહી તેજી અને ક્યાં રહી મંદી?

સેક્ટર મુજબ જોઈએ તો, આજે 'નિફ્ટી IT' સેક્ટર માર્કેટનું બેસ્ટ પરફોર્મર રહ્યું, જેમાં 3.6 ટકાની જબરદસ્ત તેજી જોવા મળી. આ સિવાય નિફ્ટી મીડિયામાં 2 ટકા અને નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1 ટકાનો ઉછાળો નોંધાયો. આ સાથે જ નિફ્ટી ઓટો 0.45 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંક 0.30 ટકા અને નિફ્ટી બેંક 0.20 ટકાના વધારા સાથે પોઝિટિવ ઝોનમાં બંધ થયા. બીજી તરફ, નિફ્ટી FMCG સેક્ટર સૌથી ખરાબ પરફોર્મર સાબિત થયું, જેમાં 0.99 ટકાનો ઘટાડો નોંધાયો. ત્યારબાદ નિફ્ટી મેટલ 0.74 ટકા, નિફ્ટી ઈન્ફ્રા 0.53 ટકા અને નિફ્ટી રિયલ્ટી 0.25 ટકા તૂટ્યા હતા. નિફ્ટી ફાર્મા અને નિફ્ટી એનર્જી સેક્ટર પણ આજે લાલ નિશાન પર જ બંધ થયા છે.

બ્રોડર માર્કેટની સ્થિતિ

મુખ્ય ઇન્ડેક્સની જેમ જ, બ્રોડર માર્કેટમાં પણ આજે કોઈ ખાસ મોટી હિલચાલ જોવા મળી ન હતી. વ્યાપક બજારના આંકડા દર્શાવતા નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ પણ એકદમ ફ્લેટ જ બંધ રહ્યા હતા. એકંદરે, આજના ઉતાર-ચઢાવવાળા ટ્રેડિંગ સેશનમાં માત્ર IT અને કેટલાક પસંદગીના શેરોમાં જ રોકાણકારોને સારો નફો કમાવવાની તક મળી હતી.

આ પણ વાંચો-Bajaj Consumer Care Q1 Results: નફામાં 85%નો બમ્પર ઉછાળો છતાં શેરમાં કડાકો, જાણો કંપનીના લેટેસ્ટ આંકડા

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2026 4:04 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.