માર્કેટ બંધ થવાના સમયે આંકડાઓ જોઈએ તો,,સેન્સેક્સ માત્ર 47.01 પોઈન્ટ (0.06%) ના સામાન્ય વધારા સાથે 77,616.40 પર બંધ થયો. નિફ્ટી માત્ર 4.10 પોઈન્ટ (0.02%) વધીને 24,211 ની સપાટી પર બંધ થયો.
Market Outlook: ભારતીય શેરબજારમાં 13 જુલાઈના રોજ આખો દિવસ ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો હતો. બજારમાં કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ ન હોવાને કારણે દિવસના અંતે મુખ્ય ઈન્ડેક્સમાં કોઈ ખાસ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જોકે, વિદેશી રોકાણકારોની ખરીદી અને IT સેક્ટરના શાનદાર પ્રદર્શને બજારને મોટા ઘટાડાથી બચાવી લીધું હતું. હવે સૌની નજર 14 જુલાઈના ટ્રેડિંગ સેશન પર છે.
કેવી રહી 13 જુલાઈએ બજારની ચાલ?
માર્કેટ બંધ થવાના સમયે આંકડાઓ જોઈએ તો,,સેન્સેક્સ માત્ર 47.01 પોઈન્ટ (0.06%) ના સામાન્ય વધારા સાથે 77,616.40 પર બંધ થયો. નિફ્ટી માત્ર 4.10 પોઈન્ટ (0.02%) વધીને 24,211 ની સપાટી પર બંધ થયો. માર્કેટની ઓવરઓલ સ્થિતિની વાત કરીએ તો 2207 શેરોમાં તેજી રહી, 2006 શેરો તૂટ્યા અને 174 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર થયો ન હતો.
કોણે કરી કમાણી, કોણે કરાવ્યું નુકસાન?
IT શેરોએ બજારમાં જાદુ કર્યો. TCS નો શેર 5.37% ના ઉછાળા સાથે સૌથી આગળ રહ્યો. ત્યારબાદ HCLTech, Tech Mahindra, Infosys અને Bajaj Auto ના શેરો પણ જોરદાર ઉછળ્યા. Tata Steel ના શેરમાં સૌથી વધુ 2.16% નો ઘટાડો આવ્યો. આ ઉપરાંત Nestle India, Grasim, InterGlobe Aviation (IndiGo) અને Eternal ના શેર લાલ નિશાનમાં બંધ થયા.
સેક્ટરલ અપડેટ: ક્યાં રહી તેજી, ક્યાં મંદી?
નિફ્ટી IT 3.5% ના ઉછાળા સાથે માર્કેટનું બેસ્ટ પરફોર્મર રહ્યું. નિફ્ટી મીડિયા 2% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1% વધ્યા. બેંકિંગ અને ઓટોમાં પણ હળવી તેજી રહી. બીજી તરફ, નિફ્ટી FMCG 0.99% તૂટ્યું, મેટલ 0.74%, ઇન્ફ્રા 0.53% અને રિયલ્ટી સેક્ટર 0.25% ના ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ એકદમ ફ્લેટ રહ્યા.
બજારને કોનો મળી રહ્યો છે સપોર્ટ?
જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, બજારને 2 મુખ્ય ફેક્ટરનો ટેકો મળી રહ્યો છે. છેલ્લા 8 ટ્રેડિંગ સેશનમાંથી 5 દિવસ FII એ બજારમાં ખરીદી કરી છે. દક્ષિણ કોરિયાના ચિપ માર્કેટમાં નબળાઈ આવતા વિદેશી રોકાણકારો હવે લાંબા ગાળાના ગ્રોથ માટે ભારત જેવા સ્થિર બજારમાં પૈસા ઠાલવી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ હાલમાં $79 પ્રતિ બેરલની આસપાસ છે. જ્યાં સુધી તે $90 ની નીચે રહેશે, ત્યાં સુધી ભારતીય બજારને કોઈ મોટો ખતરો નથી.
14 જુલાઈએ કેવું રહેશે નિફ્ટી અને બેંક નિફ્ટી?
નિફ્ટી 50 માટે ટાર્ગેટ અને સપોર્ટ
માર્કેટ નિષ્ણાતોના મતે નિફ્ટીનો શોર્ટ-ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે. નિફ્ટી માટે 24,000 નું લેવલ એક મજબૂત સપોર્ટ ઝોન છે. જો બજાર આની નીચે જશે તો 23,800 સુધી પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. અત્યારે નિફ્ટી 24,000 થી 24,400 ની રેન્જમાં છે. જો 24,400 નો રેઝિસ્ટન્સ તૂટશે તો બજાર 24,500 થી લઈને 24,800 ની સપાટી સુધી જઈ શકે છે.
બેંક નિફ્ટી માટે ટાર્ગેટ અને રણનીતિ
LKP સિક્યોરિટીઝના એનાલિસ્ટ વત્સલ ભુવા મુજબ, બેંક નિફ્ટીમાં સારી રિકવરી આવી છે અને તેમાં ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવવી જોઈએ. તાત્કાલિક સપોર્ટ 57,500 પર છે, ત્યારબાદ 57,200 એ મહત્વનો સપોર્ટ છે. ઉપરની તરફ 58,500 નું લેવલ મહત્વનો રેઝિસ્ટન્સ છે. જો બજાર આ લેવલને પાર કરશે તો નવી શાનદાર તેજી જોવા મળશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.