Sensex-Nifty closes: 1%ના કડાકા બાદ શેરબજારમાં શાનદાર રિકવરી છતાં રોકાણકારોના 1.63 લાખ કરોડ ડૂબ્યા, જાણો કયા સેક્ટરે બજારને બચાવ્યું | Moneycontrol Gujarati
Get App

Sensex-Nifty closes: 1%ના કડાકા બાદ શેરબજારમાં શાનદાર રિકવરી છતાં રોકાણકારોના 1.63 લાખ કરોડ ડૂબ્યા, જાણો કયા સેક્ટરે બજારને બચાવ્યું

Sensex-Nifty closes flat: શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. 1%ના કડાકા બાદ માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું, પરંતુ રોકાણકારોના 1.63 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. જાણો આજના માર્કેટની સંપૂર્ણ ડિટેલ.

અપડેટેડ 04:25:48 PM May 18, 2026 પર
Story continues below Advertisement
Sensex-Nifty closes flat: શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો.

Sensex-Nifty closes flat: અઠવાડિયાના પહેલા જ દિવસે શેરબજારમાં (Share Market) ભારે રસાકસી અને ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતના સેશનમાં 1%થી વધુનો મોટો કડાકો બોલાયા બાદ, બજાર નીચેના લેવલથી જોરદાર રિકવરી કરીને લગભગ ફ્લેટ લેવલ પર, પરંતુ સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું.

માર્કેટ તૂટવા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ, કાચા તેલના (Crude Oil) ભાવમાં ઉછાળો અને રૂપિયાના ઐતિહાસિક ઘટાડા જેવા કારણો જવાબદાર હતા. જોકે, નીચેના સ્તરેથી રોકાણકારો દ્વારા વેલ્યુ બાઈંગ (Value Buying) થતાં બજારને મોટો ટેકો મળ્યો હતો.

Share Market Today, Sense

સેન્સેક્સ અને નિફ્ટીમાં આવી જબરદસ્ત રિકવરી

Sensex: સેન્સેક્સ આજે ઈન્ટ્રા-ડેમાં 1057.73 પોઈન્ટ તૂટીને 74,180.26 ની સપાટી સુધી ગગડ્યો હતો. પરંતુ ત્યાંથી 1286.34 પોઈન્ટની શાનદાર રિકવરી કરીને અંતે 77.05 પોઈન્ટ (0.10%) ના મામૂલી વધારા સાથે 75,315.04 પર બંધ થયો હતો.


Nifty 50: નિફ્ટી 50 ઈન્ટ્રા-ડેમાં 23,350 ની નીચે જઈને 326.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,317.10 પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં 378.55 પોઈન્ટ રિકવર થઈને 6.45 પોઈન્ટ (0.03%) ના ઉછાળા સાથે 23,649.95 પર બંધ થયો હતો.

રોકાણકારોના 1.63 લાખ કરોડ રૂપિયા સ્વાહા

માર્કેટ ભલે ગ્રીન ઝોનમાં બંધ થયું હોય, પરંતુ દિવસભરની આ ઉથલપાથલમાં રોકાણકારોની સંપત્તિમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં (15 મે 2026) BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 4,60,02,414.097 કરોડ હતું. જે આજે (18 મે 2026) બજારની પછડાટને કારણે ઘટીને રૂ. 4,58,38,672.10 કરોડ થઈ ગયું હતું. આંકડાકીય રીતે જોઈએ તો, એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં રૂ. 1,63,741.997 કરોડનો જંગી ઘટાડો થયો છે.

કયા સેક્ટરે બજાર ડુબાડ્યું અને કોણે બચાવ્યું?

બજારને સંભાળવાનો અને રિકવર કરવાનો સંપૂર્ણ શ્રેય IT સેક્ટરને જાય છે. નિફ્ટી IT સેક્ટરમાં શરૂઆતથી જ તેજી હતી, જે આગળ જતાં 3% સુધી પહોંચી અને દિવસના અંતે 2.5% થી વધુના ઉછાળા સાથે બંધ થઈ. આ ઉપરાંત ફાર્મા સેક્ટર પણ રેડમાંથી ગ્રીન ઝોનમાં આવીને 0.5% મજબૂત થયું હતું.

Share Market Today, Sense 1

બીજી તરફ બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ 100 સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 માં ખાસ રિકવરી ન આવતા તે 1% થી વધુ તૂટ્યો હતો. સેક્ટર મુજબ જોઈએ તો ઓટો અને PSU બેન્ક ઈન્ડેક્સમાં 1.5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે મેટલ સેક્ટર 1% થી વધુ ગગડ્યું હતું.

સેન્સેક્સના 17 શેરોમાં લીલી ઝંડી

સેન્સેક્સના ટોપ 30 શેરોમાંથી 17 શેરો આજે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા.

ટોપ ગેઈનર્સ: ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી.

ટોપ લુઝર્સ: ટાટા સ્ટીલ, પાવરગ્રીડ અને SBI ના શેર સૌથી વધુ તૂટ્યા હતા.

97 શેરો 1 વર્ષની નવી હાઈ પર

BSEના ડેટા મુજબ આજે કુલ 4492 શેરોમાં ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1264 શેરમાં ખરીદી નીકળી હતી જ્યારે 3034 શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. 194 શેરમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો. આજના માર્કેટમાં 97 શેરોએ 1 વર્ષની નવી હાઈ (52-week high) બનાવી હતી, જ્યારે 79 શેરો 1 વર્ષના તળિયે (52-week low) પહોંચ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન 14 શેરોમાં અપર સર્કિટ અને 12 શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી.

એકંદરે જોઈએ તો, વૈશ્વિક પરિબળોને કારણે શેરબજારમાં પેનિકનું વાતાવરણ બન્યું હતું, પરંતુ IT શેરોની જબરદસ્ત ચમકે નિફ્ટી અને સેન્સેક્સને મોટા કડાકામાંથી ઉગારી લીધા હતા. જોકે, પોર્ટફોલિયો લેવલ પર મોટાભાગના રોકાણકારોને આજે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- મોટી ડીલ: TVS Motor ખરીદશે Jana Small Finance Bankમાં 4.9% હિસ્સો, જાણો કેમ તૂટ્યો શેર?

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: May 18, 2026 4:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.