Share Market : સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23900ને પાર, Kotak Bank અને Titanના શેરમાં | Moneycontrol Gujarati
Get App

Share Market : સેન્સેક્સ 140 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23900ને પાર, Kotak Bank અને Titanના શેરમાં

આજના શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સેન્સેક્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 23900 ની સપાટી પાર કરી ગયો છે. કોટક બેન્કની ડ્યુશ બેન્ક સાથેની મોટી ડીલ સહિત બજારની લેટેસ્ટ માહિતી જાણો.

અપડેટેડ 09:35:20 AM Jul 01, 2026 પર
Story continues below Advertisement
આજે બજારમાં કોટક મહિન્દ્રા બેન્કના શેર પર સૌની નજર છે. બેન્કે ભારતમાં ડ્યુશ બેન્ક (Deutsche Bank) નો રિટેલ બેન્કિંગ, પ્રાઈવેટ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ ખરીદવા માટે એક ફાઈનલ એગ્રીમેન્ટ કર્યો છે.

Share Market : અમેરિકન બજારમાં જોવા મળેલી શાનદાર તેજી અને ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પોઝિટિવ શરૂઆત જોવા મળી છે. જિયોપોલિટિકલ ટેન્શન અને આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, બજારે અગાઉના દિવસના ઘટાડામાંથી શાનદાર રિકવરી બતાવીને રોકાણકારોમાં નવી આશા જગાવી છે.

આજના બજારની લેટેસ્ટ સ્થિતિ

શરૂઆતી અનુમાન મુજબ ભારતીય બજાર ધીમી શરૂઆત કરશે તેવું મનાતું હતું, પરંતુ પોઝિટિવ ગ્લોબલ સંકેતોને કારણે ઇન્ડેક્સ લીલા નિશાનમાં ખુલ્યા હતા.સેન્સેક્સ 136.32 પોઈન્ટ (0.18 ટકા) ના ઉછાળા સાથે 76,614.99 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 44.15 પોઈન્ટ (0.18 ટકા) વધીને 23,909.90 ના મહત્વના લેવલને પાર કરી ગયો છે.

આજના બજારના ઓવરઓલ ટ્રેન્ડની વાત કરીએ તો, શરૂઆતી કારોબારમાં લગભગ 1597 શેરોમાં તેજી જોવા મળી છે, જ્યારે 629 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 156 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો નથી.

અગાઉના સત્રમાં બજારમાં હતો ઘટાડો


અગાઉ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 249.70 પોઈન્ટ (0.33 ટકા) ગગડીને 76,478.67 પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 80.50 પોઈન્ટ (0.34 ટકા) ના ઘટાડા સાથે 23,865.75 પર બંધ થયો હતો અને 23,900 ની સપાટીની નીચે સરકી ગયો હતો. જોકે, આજે બજારે ફરી આ સપાટી હાંસલ કરી લીધી છે.

કોટક મહિન્દ્રા બેન્કની મોટી ડીલ

આજે બજારમાં કોટક મહિન્દ્રા બેન્કના શેર પર સૌની નજર છે. બેન્કે ભારતમાં ડ્યુશ બેન્કનો રિટેલ બેન્કિંગ, પ્રાઈવેટ બેન્કિંગ અને વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ ખરીદવા માટે એક ફાઈનલ એગ્રીમેન્ટ કર્યો છે. આ મોટી ડીલ મુજબ,,,આ બિઝનેસમાં 29,000 કરોડ રૂપિયાની લોન અને 16,000 કરોડ રૂપિયાની ડિપોઝિટ સામેલ છે.સાથે જ 10,500 કરોડ રૂપિયાની AUM નો પણ આ ડીલમાં સમાવેશ થાય છે.આ બિઝનેસ હેઠળ 1,000 કર્મચારીઓની ટીમ દ્વારા લગભગ 1.5 લાખ ગ્રાહકોને સર્વિસ આપવામાં આવે છે.

ટોપ ગેઈનર્સ અને લુઝર્સ

કયા શેરોમાં તેજી?

નિફ્ટી ઇન્ડેક્સ પર ટાઇટન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), ઇટર્નલ, સન ફાર્મા અને બજાજ ઓટોજેવા શેરો ટોપ ગેઈનર્સની યાદીમાં સૌથી આગળ રહ્યા છે.

કયા શેરો ઘટ્યા?

બીજી તરફ બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા અને ઈન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નરમાશ નોંધાઈ છે.

આ પણ વાંચો-Asian Markets Today: એશિયન બજારોમાં મિશ્ર માહોલ, જાપાનનો નિક્કેઈ ઉછળ્યો- કોસ્પી ગગડ્યો, યેન 40 વર્ષના તળિયે પહોંચ્યો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 01, 2026 9:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.