Share Market News: શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં; જાણો કયા 4 કારણોથી બજાર તૂટ્યું અને 3 બાબતોએ આપ્યો સપોર્ટ | Moneycontrol Gujarati
Get App

Share Market News: શેર બજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સ-નિફ્ટી દબાણમાં; જાણો કયા 4 કારણોથી બજાર તૂટ્યું અને 3 બાબતોએ આપ્યો સપોર્ટ

Share Market News: આજના શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ! સેન્સેક્સ અને નિફ્ટી 50માં દબાણ. જાણો બજાર તૂટવા પાછળના 4 મોટા કારણો અને માર્કેટને રિકવર કરતી 3 મુખ્ય બાબતો વિશે વિગતવાર માહિતી.

અપડેટેડ 10:41:47 AM Aug 10, 2026 પર
Story continues below Advertisement
બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ સ્મોલકેપ 100 માં સામાન્ય ઘટાડો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 માં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે.

Share Market News: આજે ભારતીય શેર બજાર ગ્રીન ઝોન અને રેડ ઝોન વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. એક તરફ 4 એવા મુખ્ય કારણો છે જે માર્કેટને નીચે તરફ ખેંચી રહ્યા છે, તો બીજી તરફ 3 એવા પોઝિટિવ ફેક્ટર્સ છે જે બજારને ઉપર લાવવાની કોશિશ કરી રહ્યા છે. આ રસ્સાકસીના માહોલમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં કોઈ એક તરફ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને રોકાણકારો અવઢવમાં છે.

એશિયન બજારોમાં સારો માહોલ હોવા છતાં, આજે ઘરેલુ બજારમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું છે. શરૂઆતના કારોબારમાં માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું, પરંતુ થોડી જ વારમાં સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા હતા. દિવસના હાઈ લેવલથી સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24500 ની એકદમ નજીક આવી ગયો છે.

આજના આંકડા પર એક નજર- સવારે 10:07 વાગ્યા સુધી

સેન્સેક્સ (Sensex): 61.28 પોઈન્ટ (0.08%) ના ઘટાડા સાથે 78,437.89 પર ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટી (Nifty 50): 24.60 પોઈન્ટ (0.10%) ના ઘટાડા સાથે 24,546.05 પર પહોંચી ગયો છે.


ઈન્ટ્રા-ડે મૂવમેન્ટ: ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 177.81 પોઈન્ટ ઉછળીને 78,676.98 સુધી પહોંચ્યો હતો, પણ ત્યાંથી 378.06 પોઈન્ટ તૂટીને 78,298.92 ના નીચલા સ્તરે આવ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 50.30 પોઈન્ટ ચઢીને 24,620.95 સુધી ગયો હતો, પરંતુ બાદમાં 109.85 પોઈન્ટ સરકીને 24,511.10 પર આવી ગયો હતો.

બ્રોડર માર્કેટની વાત કરીએ તો, નિફ્ટી મિડકેપ સ્મોલકેપ 100 માં સામાન્ય ઘટાડો છે, જ્યારે નિફ્ટી મિડકેપ 100 માં મામૂલી વધારો જોવા મળી રહ્યો છે.

બજાર પર દબાણ લાવતા 4 મુખ્ય કારણો

1) અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ

ઈરાને હોર્મુઝ જળડમરુમધ્યને ફરીથી ખોલવા માટે અમેરિકા સામે આકરી શરતો મૂકી છે. જેમાં અમેરિકા તરફથી અબજો ડોલરની ચૂકવણી, વિસ્તારમાંથી અમેરિકી સૈનિકોની વાપસી અને નૌકાદળની નાકાબંધી હટાવવાની માંગ સામેલ છે. આ જીઓ-પોલિટિકલ ટેન્શનને કારણે ગ્લોબલ માર્કેટની સાથે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે.

2) કાચા તેલમાં ભડકો

ઈરાનની નવી શરતોને પગલે કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલમાં ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1% થી વધુ ઉછળીને 84 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.

3) India VIXની અસર

બજારમાં ગભરાટ અને વોલેટિલિટી માપતો ઈન્ડેક્સ 'ઈન્ડિયા વિક્સ' (India VIX) 4.64% ના ફેરફાર સાથે 12.72 પર છે. આ આંકડામાં થતી વધઘટ આગામી 30 દિવસમાં બજારની અસ્થિરતાનો સંકેત આપે છે, જેનાથી રોકાણકારો થોડા સાવચેત થયા છે.

4) સરકારી બેંકો અને FMCG સેક્ટરમાં વેચવાલી

આજે સરકારી બેંકો અને એફએમસીજી સેક્ટરના શેર્સ બજારને નીચે ખેંચી રહ્યા છે. નિફ્ટીના આ બંને ઈન્ડેક્સમાં અડધા ટકા 0.50% આસપાસનો ઘટાડો નોંધાયો છે.

બજારને સપોર્ટ આપતી 3 પોઝિટિવ બાબતો

IT અને Auto સેક્ટરનું શાનદાર પ્રદર્શન

ભલે અમુક સેક્ટર દબાણમાં હોય, પરંતુ આજે આઈટી (IT) અને ઓટો (Auto) સેક્ટર માર્કેટને ઉપર લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. આ બંને સેક્ટરના નિફ્ટી ઈન્ડેક્સમાં લગભગ અડધા ટકાનો ઉછાળો છે.

અમેરિકામાં વ્યાજ દર વધવાની શક્યતા ઘટી

અમેરિકામાં જુલાઈ મહિનાનો જોબ રિપોર્ટ અપેક્ષા કરતા નબળો આવ્યો છે. આ કારણે સપ્ટેમ્બરમાં વ્યાજ દરો વધવાની આશંકાઓ લગભગ નહિવત થઈ ગઈ છે. જેના પરિણામે અમેરિકી બજારોમાં શાનદાર તેજી જોવા મળી હતી અને તેનો સીધો ફાયદો ભારતીય બજારને પણ સપોર્ટ તરીકે મળ્યો છે.

વિદેશી રોકાણકારોની ખરીદી

સળંગ બે દિવસની વેચવાલી બાદ વિદેશી રોકાણકારોએ ફરીથી ભારતીય બજારમાં રસ દાખવ્યો છે. શુક્રવાર, 7 ઓગસ્ટના રોજ FIIs દ્વારા 480.24 કરોડ રૂપિયાના શેર્સની નેટ ખરીદી કરવામાં આવી હતી, જે માર્કેટ માટે એક મોટો સપોર્ટ બની છે.

ટૂંકમાં કહીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ માર્કેટ માટે માથાનો દુખાવો બન્યા છે. પરંતુ, સામે પક્ષે વિદેશી રોકાણકારોનો ભરોસો અને IT સેક્ટરની મજબૂતી શેર બજારને વધારે પડતું તૂટતા બચાવી રહ્યા છે. રોકાણકારોએ હાલના તબક્કે સ્ટોક સ્પેસિફિક ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.

આ પણ વાંચો- સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: MCX પર સોનું 152000 પાર, ચાંદી 2,35000ની નજીક, રોકાણકારો ગેલમાં

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2026 10:41 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.