Hindustan Copper Q1 Results: સરકારી માઇનિંગ કંપનીનો નફો સીધો 163% ઉછળ્યો, આવકમાં પણ 81%નો જંગી વધારો | Moneycontrol Gujarati
Get App

Hindustan Copper Q1 Results: સરકારી માઇનિંગ કંપનીનો નફો સીધો 163% ઉછળ્યો, આવકમાં પણ 81%નો જંગી વધારો

સરકારી કંપની હિન્દુસ્તાન કોપરે 2026ના પ્રથમ ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 163% વધીને 353 કરોડ રૂપિયા થયો છે. જાણો શેરબજાર પર તેની અસર અને લેટેસ્ટ અપડેટ્સ.

અપડેટેડ 04:07:08 PM Aug 10, 2026 પર
Story continues below Advertisement
ગયા અઠવાડિયે જ આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરની કિંમત 14,000 ડોલર પ્રતિ ટનને પાર કરી ગઈ હતી. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી સમયમાં પણ તાંબાના ભાવ મજબૂત રહેશે, જે હિન્દુસ્તાન કોપરના બિઝનેસ માટે ખૂબ જ પોઝિટિવ સંકેત છે.

Hindustan Copper Q1 Results: શેરબજારમાં સરકારી કંપનીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સરકારી માઇનિંગ કંપની હિન્દુસ્તાન કોપરે તાજેતરમાં તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેણે રોકાણકારોને ખુશ કરી દીધા છે. કંપનીના નફામાં 163% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે આવકમાં પણ 81%નો જંગી વધારો નોંધાયો છે.

આર્થિક પરિણામોની મુખ્ય હાઇલાઇટ્સ

કંપનીના નાણાકીય આંકડાઓ પર એક નજર કરીએ,,,કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 163.4% વધીને 353 કરોડ રૂપિયા નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો માત્ર 134 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 81.4% ના ઉછાળા સાથે 936.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે અગાઉ 516.4 કરોડ રૂપિયા હતી. ઓપરેટિંગ સ્તરે પણ કંપનીએ કમાલ કરી છે. EBITDA 212.3 કરોડ રૂપિયાથી વધીને 507.5 કરોડ રૂપિયા થઈ ગયો છે (એટલે કે બમણાથી પણ વધુ). કંપનીનું માર્જિન 41% થી વધીને સીધું 54% પર પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે કંપનીની ઓપરેટિંગ એફિશિયન્સીમાં જબરદસ્ત સુધારો થયો છે.

વૈશ્વિક બજારમાં તાંબાના ભાવ વધવાનો ફાયદો

હિન્દુસ્તાન કોપરના આ શાનદાર પ્રદર્શન પાછળ વૈશ્વિક પરિબળોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. વૈશ્વિક બજારમાં કોપરના ભાવ છેલ્લા 6 અઠવાડિયાથી સતત વધી રહ્યા છે. બજારમાં સપ્લાયની અછત અને અમેરિકામાં વ્યાજ દરો અંગેની ચિંતા હળવી થતાં કોપરના ભાવને મોટો ટેકો મળ્યો છે.


ગયા અઠવાડિયે જ આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરની કિંમત 14,000 ડોલર પ્રતિ ટનને પાર કરી ગઈ હતી. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી સમયમાં પણ તાંબાના ભાવ મજબૂત રહેશે, જે હિન્દુસ્તાન કોપરના બિઝનેસ માટે ખૂબ જ પોઝિટિવ સંકેત છે.

શેરબજારમાં કેવી રહી પ્રતિક્રિયા?

સોમવારે 10 ઓગસ્ટના રોજ પરિણામો જાહેર થયા બાદ શરૂઆતમાં હિન્દુસ્તાન કોપરના શેરમાં 1% થી વધુની તેજી જોવા મળી હતી. જોકે, બજારના વોલેટાઇલ માહોલ અને નફાવસૂલીને કારણે બપોરે 2.20 વાગ્યા આસપાસ શેર 0.48% ના સામાન્ય ઘટાડા સાથે 533.50 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર મલ્ટિબેગર સાબિત થયો છે. છેલ્લા 6 મહિનામાં શેરમાં 10.72% નું કરેક્શન આવ્યું છે, પરંતુ છેલ્લા 1 વર્ષમાં તેણે પોતાના રોકાણકારોને લગભગ 125% નું જંગી રિટર્ન આપ્યું છે. હાલમાં આ સરકારી કંપનીનું કુલ માર્કેટ કેપ 51.63 હજાર કરોડ રૂપિયા છે.

શું કરે છે હિન્દુસ્તાન કોપર?

હિન્દુસ્તાન કોપર લિમિટેડે ભારત સરકારની માલિકીની એક અગ્રણી ખનન કંપની છે. તેનું મુખ્ય કામ તાંબાની શોધ, ખનન, ઉત્પાદન અને વેચાણ કરવાનું છે. કંપની કાચા તાંબામાંથી પ્રોસેસ કરીને કોપર કેથોડ, વાયર રોડ અને અન્ય પ્રોડક્ટ્સ બનાવે છે. પાવર સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, રેલવે અને ડિફેન્સજેવા મોટા ઉદ્યોગો તેના મુખ્ય ગ્રાહકો છે.

આ પણ વાંચો-Closing Bell : ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ, પણ મિડકેપ શેરોએ રોકાણકારોને કરાવી કમાણી

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 10, 2026 4:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.