Share Market Today: બજાર ખુલતા પહેલા આ મોટા સમાચારો પર કરો નજર, ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે તેજીના સંકેત | Moneycontrol Gujarati
Get App

Share Market Today: બજાર ખુલતા પહેલા આ મોટા સમાચારો પર કરો નજર, ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે તેજીના સંકેત

આજના શેરબજારમાં ટ્રેડ લેતા પહેલા જાણો બજારને અસર કરતા મહત્વના સમાચારો. ગિફ્ટ નિફ્ટીના પોઝિટિવ સંકેતો, ગ્લોબલ માર્કેટ, ક્રૂડ ઓઈલના ભાવ અને FII-DII ડેટા વિશે સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 09:00:16 AM Mar 20, 2026 પર
Story continues below Advertisement
પશ્ચિમ એશિયામાં હુમલાની ચિંતા થોડી હળવી થતાં જ ક્રૂડ ઓઈલના ભાવ 119 ડોલરની ઊંચાઈએથી ગગડીને હવે 107 ડોલર પર આવી ગયા છે.

Share Market Today: કોઈપણ નવો ટ્રેડ લેતા પહેલા બજારનો મૂડ અને દેશ-દુનિયાના અગત્યના સમાચારો જાણવા ખૂબ જ જરૂરી છે. ગુરુવારે શેરબજારમાં આવેલા ઐતિહાસિક કડાકા બાદ આજે રોકાણકારોની નજર માર્કેટની રિકવરી પર છે. ચાલો જાણીએ આજે 20 માર્ચના રોજ એવા કયા મોટા સમાચારો છે, જે સીધી રીતે ભારતીય અને આંતરરાષ્ટ્રીય શેરબજારો પર પોતાની અસર પાડી શકે છે.

ગુરુવારના મોટા કડાકા પર એક નજર

તમને જણાવી દઈએ કે, ગુરુવાર 19 માર્ચના રોજ કાચા તેલની વધતી કિંમતો અને નબળા ગ્લોબલ સંકેતોના કારણે બજારમાં ભારે રક્તપાત જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ 2,496.89 પોઈન્ટ (3.26 ટકા) ઘટીને 74,207.24 ના સ્તરે બંધ થયો હતો. આ જૂન 2024 પછીનો એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. ઈન્ટ્રાડેમાં તો સેન્સેક્સ 2,753.18 પોઈન્ટ તૂટીને 73,950.95 સુધી નીચે જતો રહ્યો હતો. આ મોટા કડાકા સાથે નિફ્ટી પણ 775.65 પોઈન્ટ (3.26 ટકા) ના તોતિંગ ઘટાડા સાથે 23,002.15 પર બંધ થયો હતો. આ ઘટાડાએ બજારમાં સતત ત્રણ દિવસથી ચાલતા તેજીના ટ્રેન્ડને તોડી નાખ્યો છે.

આજના બજાર માટે પોઝિટિવ સંકેત

ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે તેજીના ઈશારા


BSE સેન્સેક્સ અને Nifty 20 માર્ચના રોજ હળવી તેજી સાથે ખુલી શકે તેવા એંધાણ છે. ગિફ્ટ નિફ્ટી (GIFT Nifty) માં હાલ પોઝિટિવ વલણ દેખાઈ રહ્યું છે, જે 83 પોઈન્ટ એટલે કે 0.36 ટકાના વધારા સાથે 23,211 ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જે સેન્સેક્સ અને નિફ્ટી માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.

ગ્લોબલ માર્કેટમાં હળવી રિકવરી

પશ્ચિમ એશિયામાં હવે એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા હુમલા ન થવાની આશા વચ્ચે, દુનિયાભરના બજારો રિકવરીના મૂડમાં છે. ગિફ્ટ નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો વધારો તો ડાઉ ફ્યુચર્સમાં (Dow Futures) પણ હળવી તેજી જોવા મળી રહી છે.

કોમોડિટી માર્કેટની સ્થિતિ: કાચું તેલ સસ્તું, સોના-ચાંદીમાં નફાવસૂલી

ક્રૂડ ઓઈલ : પશ્ચિમ એશિયામાં હુમલાની ચિંતા થોડી હળવી થતાં જ ક્રૂડ ઓઈલના ભાવ 119 ડોલરની ઊંચાઈએથી ગગડીને હવે 107 ડોલર પર આવી ગયા છે. આ સમાચાર રોકાણકારો માટે મોટી રાહત સમાન છે.

સોના-ચાંદીનો ભાવ: સોના અને ચાંદીમાં જોરદાર નફાવસૂલી જોવા મળી છે. એક સમયે સોનું 5 ટકા તો ચાંદીમાં 13 ટકાનો મોટો ઘટાડો આવ્યો હતો. જોકે, ત્યારબાદ નીચલા સ્તરેથી રિકવરી આવી હતી અને ગઈકાલે બંને 3 ટકા ઘટાડા સાથે બંધ થયા હતા.

ગ્લોબલ સંકટ: કતારમાં મોટો LNG ક્રાઇસિસ

આંતરરાષ્ટ્રીય બજાર માટે આ એક ચિંતાજનક સમાચાર છે. ઈરાનના હુમલાના કારણે કતારની 17 ટકા LNG એક્સપોર્ટ ક્ષમતાને મોટું નુકસાન થયું છે. કતાર એનર્જીના CEO એ જણાવ્યું છે કે, આ પ્લાન્ટ રિપેર કરવામાં 3 થી 5 વર્ષ લાગી શકે છે. ચીન, ઈટાલી, બેલ્જિયમ અને કોરિયાને પૂરા પાડવામાં આવતા ગેસ સપ્લાયમાં આગામી 5 વર્ષ માટે ફોર્સ મેજ્યોર લાગુ કરવામાં આવ્યું છે.

આજથી ખુલે છે CMPDI નો નવો IPO

કોલ ઈન્ડિયા (Coal India) ની પેટા કંપની સેન્ટ્રલ માઈન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઈન્સ્ટિટ્યુટનો IPO આજથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે. આ ઈશ્યુ મારફતે કંપની 1840 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેની પ્રાઇસ બેન્ડ 163 થી 172 રૂપિયા રાખવામાં આવી છે અને આ 100 ટકા OFS  ઈશ્યુ છે.

એશિયન અને અમેરિકન માર્કેટ પર એક નજર

એશિયન માર્કેટ: શુક્રવારે એશિયાના શરૂઆતી ટ્રેડિંગમાં તેજી હતી, પણ પછી બજારો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. જાપાનનો નિક્કેઈ આજે બંધ છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.10 ટકા ઘટીને 4,960 પર અને હેંગ સેંગ 0.63 ટકાના ઘટાડા સાથે 25,343 ની આસપાસ છે. તાઈવાન બજારમાં પણ 0.10 ટકાની નબળાઈ છે, જ્યારે કોસ્પી 0.57 ટકાની તેજી દર્શાવી રહ્યું છે.

અમેરિકા (US Market): માઇક્રોન ટેક અને ટેસ્લા (Tesla) માં ગઈકાલે ઘટાડો હતો અને મોંઘવારીની ચિંતાથી બજાર નીચા સ્તરે બંધ થયા હતા. S&P 500 (0.27 ટકા ડાઉન), નાસ્ડેક (0.28 ટકા ડાઉન), ડાઉ જોન્સ (0.44 ટકા ડાઉન) સાથે 46,021.43 પર બંધ આવ્યો છે. ડોલર ઇન્ડેક્સ હાલમાં 99.297 ની આસપાસ સ્થિર છે.

એશિયન કરન્સી અને FII-DII ડેટા

જો ચલણની વાત કરીએ તો, દક્ષિણ કોરિયાનું વોન અને થાઇ બાહત બંને 3-3 ટકા ડાઉન થયા છે, જ્યારે મલેશિયન રિંગિટમાં 3 ટકાનો વધારો થયો છે.

વિદેશી રોકાણકારો (FII) ની સળંગ વેચવાલી

બજારમાં એફઆઈઆઈનું સતત વેચવાલીનું વલણ જોવા મળી રહ્યું છે. 19 માર્ચના રોજ સતત 15મા દિવસે વિદેશી રોકાણકારોએ 7,558.19 કરોડ રૂપિયાના શેર્સની વેચવાલી કરી હતી. જોકે, તેની સામે સ્થાનિક રોકાણકારો (DIIs) એ સતત 17મા દિવસે ખરીદી ચાલુ રાખીને 3,863.96 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો-Market Outlook: મિડલ ઈસ્ટના યુદ્ધથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 2497 પોઈન્ટ તૂટ્યો, જાણો 20 માર્ચે કેવી રહેશે બજારની ચાલ

MoneyControl News

MoneyControl News

First Published: Mar 20, 2026 9:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.