Share Market Today: 6 દિવસના કડાકા બાદ શેરબજારમાં આવશે તેજી? ગિફ્ટ નિફ્ટી અને બોન્ડ યીલ્ડે આપ્યા આ મોટા સંકેતો
Share Market Today: ભારતીય શેરબજારમાં સતત 6 દિવસના ઘટાડા બાદ આજે ગિફ્ટ નિફ્ટી શાનદાર તેજીનો સંકેત આપી રહ્યો છે. અમેરિકન બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને એશિયન માર્કેટની બજાર પર શું અસર પડશે? જાણો આજના લેટેસ્ટ અપડેટ્સ.
આજે સવારે 7:50 વાગ્યે GIFT Nifty 140 પોઈન્ટ 0.58%ના ઉછાળા સાથે 24,230ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Share Market Today: ભારતીય શેરબજારમાં સતત છ દિવસથી ચાલી રહેલા ઘટાડા પર આજે બ્રેક લાગી શકે છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે શાનદાર તેજી સાથે ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઘરેલુ બજાર ભલે છેલ્લા કેટલાક દિવસથી દબાણમાં હતું, પરંતુ આજે સવારે ગિફ્ટ નિફ્ટીના આંકડા પોઝિટિવ ઓપનિંગનો મજબૂત ઈશારો કરી રહ્યા છે.
ગિફ્ટ નિફ્ટી અને ગઈકાલનું માર્કેટ
આજે સવારે 7:50 વાગ્યે GIFT Nifty 140 પોઈન્ટ 0.58%ના ઉછાળા સાથે 24,230 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે મોટું દબાણ જોવા મળ્યું હતું. ગઈકાલે સેન્સેક્સ 325.78 પોઈન્ટ0.42% ઘટીને 76,909.68 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 76.60 પોઈન્ટ 0.32%ના ઘટાડા સાથે 24,078.30 પર આવી ગયો હતો.
ગ્લોબલ માર્કેટ: એશિયન બજારો અને બોન્ડ યીલ્ડમાં સુધારો
અમેરિકન બોન્ડ યીલ્ડમાં આવેલો ઘટાડો શેરબજાર માટે રાહતના સમાચાર લાવ્યો છે. અમેરિકાની લોંગ-ટર્મ ટ્રેઝરી બોન્ડ પાછા ખરીદવાની યોજનાથી ઉધાર લેવાનો ખર્ચ ઘટશે તેવી આશાએ રોકાણકારોમાં ફરી રિસ્ક લેવાની હિંમત વધી છે. ડોલર પણ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા બાદ સ્થિર થયો છે.
તેની સીધી અસર એશિયન બજારો પર જોવા મળી છે:
* સાઉથ કોરિયાનો કોસ્પી (Kospi) ટેક્નોલોજી શેરોની રિકવરીના કારણે 5.8 ટકા ઉછળ્યો છે.
* જાપાનનો ટોપિક્સ (Topix) 1.1 ટકા અને નિક્કેઈ ફ્યુચર્સ 1.1 ટકા વધ્યો છે.
* હોંગકોંગના હેંગ સેંગમાં (Hang Seng) 1.2 ટકાનો વધારો નોંધાયો છે.
* MSCI એશિયા-પેસિફિક ઇન્ડેક્સ પણ 1.6 ટકા વધ્યો છે.
* અમેરિકન બજારમાં પણ S&P 500 ફ્યુચર્સ 0.2 ટકાની સામાન્ય તેજી બતાવી રહ્યો છે.
ક્રૂડ ઓઈલ: બજાર માટે સૌથી મોટો ખતરો
ભલે ગ્લોબલ માર્કેટ સુધરી રહ્યું હોય, પરંતુ ભારતીય બજાર માટે કાચું તેલ હજુ પણ એક મોટું જોખમ બનીને ઊભું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગની સમસ્યાઓના કારણે ક્રૂડના ભાવમાં આગ લાગેલી છે.
આજે શરૂઆતી ટ્રેડિંગમાં ઓક્ટોબર ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ 0.3 ટકા વધીને 91.87 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે US WTI ક્રૂડ 0.2 ટકા વધીને 84.53 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. મોંઘું ક્રૂડ ઓઈલ (92 ડોલરની આસપાસ) ભારતના અર્થતંત્ર માટે હંમેશા એક મોટો પડકાર રહ્યો છે.
વિદેશી રોકાણકારોનો સપોર્ટ કાયમ
આ તમામ ઉતાર-ચઢાવ અને બજારના ઘટાડા વચ્ચે સંસ્થાગત રોકાણકારોનો ફ્લો પોઝિટિવ રહ્યો છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ (FIIs) બજારમાં ખરીદી ચાલુ રાખી છે અને તાજેતરના ડેટા મુજબ તેમણે 407 કરોડ રૂપિયાના ભારતીય શેર ખરીદ્યા છે, જે રિટેલ રોકાણકારો માટે સારો સંકેત છે.
નિફ્ટી 50 માટે આજની રણનીતિ શું હોવી જોઈએ?
LKP સિક્યોરિટીઝના ટેકનિકલ એનાલિસ્ટ વત્સલ ભુવાના જણાવ્યા અનુસાર, નિફ્ટી 50 ને ડેઈલી ચાર્ટ પર તેના ચેનલના નીચેના બેન્ડ પાસે મજબૂત સપોર્ટ મળ્યો છે. 61.80% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ પણ આજ ઝોનમાં આવે છે.
સપોર્ટ લેવલ: નિફ્ટી માટે હાલમાં 24,000 થી 24,050 નો ઝોન ખૂબ જ મહત્વનો સપોર્ટ છે.
તેજીની આશા: જો બજાર આ લેવલને ટકાવી રાખશે તો અહીંથી શાનદાર રિકવરી આવી શકે છે.
મંદીનો ખતરો: પરંતુ, જો નિફ્ટી 24,000 ની નીચે જાય અને ત્યાં સતત ટકી રહે, તો બજારમાં ઘટાડો વધી શકે છે અને ઇન્ડેક્સ વધુ નીચે જઈ શકે છે.
એક્સપર્ટની સલાહ: જે રોકાણકારોએ લોંગ પોઝિશન બનાવી છે, તેમણે કોઈપણ સંજોગોમાં 24,000 ના સ્તર પર ચુસ્ત સ્ટોપ-લોસ જાળવી રાખવો જોઈએ.
આજનું માર્કેટ ગ્લોબલ પોઝિટિવ સંકેતોના સહારે તેજી સાથે ખૂલી શકે છે. જોકે, રોકાણકારોએ વૈશ્વિક બજારના ડેટા, ક્રૂડ ઓઈલના ઉછળતા ભાવ અને ટેકનિકલ સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને જ પોતાનું રોકાણ પ્લાન કરવું જોઈએ. શિસ્તબદ્ધ રોકાણ જ આવા અસ્થિર બજારમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.