નાની કંપનીઓએ ખરાબ બજારમાં પણ મોટી-મધ્યમ કંપનીઓને છોડી પાછળ, ઇન્વેસ્ટર્સને મળ્યું સૌથી સારું રિટર્ન | Moneycontrol Gujarati
Get App

નાની કંપનીઓએ ખરાબ બજારમાં પણ મોટી-મધ્યમ કંપનીઓને છોડી પાછળ, ઇન્વેસ્ટર્સને મળ્યું સૌથી સારું રિટર્ન

ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી રેકોર્ડ સતત પાંચ મહિનાની ગિરાવટ બાદ માર્ચમાં મજબૂત ઉછાળા સાથે નાણાકીય વર્ષ 2024-25નો સકારાત્મક અંત થયો. નાની કંપનીઓએ મોટી કંપનીઓની તુલનામાં સારું એવું પર્ફોમન્સ રહ્યું.

અપડેટેડ 01:02:02 PM Apr 01, 2025 પર
Story continues below Advertisement
નાની કંપનીઓએ મોટી કંપનીઓની તુલનામાં સારું એવું પર્ફોમન્સ રહ્યું.

શેરબજારમાં નાની કંપનીઓએ નાણાકીય વર્ષ 2024-25માં નબળા બજારની સ્થિતિમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ઇન્વેસ્ટર્સને સૌથી વધુ રિટર્ન આપ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યું કે, છેલ્લી કેટલીક ત્રિમાસિકમાં કંપનીઓના અપેક્ષા કરતાં નબળા પરિણામોને કારણે બજાર ઊંચા મૂલ્યાંકનને ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યું, જેના પરિણામે બજારમાં સુધારો જોવા મળ્યો.

નાણાકીય વર્ષ 2024-25માં BSE સ્મોલકેપ ઇન્ડેક્ષ 3,471.79 અંક એટલે કે 8% ઉછળ્યો, જ્યારે મિડકેપ ઇન્ડેક્ષ 2,209 અંક એટલે કે 5.61% ચઢ્યો. આની સામે BSE સેન્સેક્સ આખા નાણાકીય વર્ષમાં 3,763.57 અંક એટલે કે 5.10%ના વધારા સાથે આગળ વધ્યો. આમ, નબળા બજારમાં પણ સ્મોલકેપે ઇન્વેસ્ટર્સને સૌથી વધુ નફો કરાવ્યો. લેમન માર્કેટ્સ ડેસ્કના વિશ્લેષક સતીશ ચંદ્ર અલૂરીએ જણાવ્યું કે, ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી રેકોર્ડ સતત પાંચ મહિનાની ગિરાવટ બાદ માર્ચમાં મજબૂત ઉછાળા સાથે નાણાકીય વર્ષ 2024-25નો સકારાત્મક અંત થયો. નાની કંપનીઓએ મોટી કંપનીઓની તુલનામાં સારું એવું પર્ફોમન્સ રહ્યું.

સેન્સેક્સે ઇન્વેસ્ટર્સને નિરાશ કર્યા

હાઈબ્રો સિક્યોરિટીઝના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર તરુણ સિંહે જણાવ્યું કે, ભારતીય શેરબજારે નાણાકીય વર્ષ 2024-25માં મજબૂત પ્રદર્શન કર્યું અને ગ્લોબલ ચેલેન્જ છતાં સંતુલન જાળવી રાખ્યું. ચૂંટણી પરિણામોએ બજારનો વિશ્વાસ વધાર્યો છે, જેનાથી નીતિઓની સાતત્યતા સુનિશ્ચિત થઈ છે. જોકે, તેમણે ઉમેર્યું કે, સેન્સેક્સમાં વર્ષભરમાં પાંચ ટકાનો વધારો ઉત્સાહજનક નથી. નિષ્ણાતોના મતે, બજારમાં તેજી દરમિયાન મિડકેપ અને સ્મોલકેપ સેગમેન્ટ તેમના મોટા સમકક્ષો કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે.

સપ્ટેમ્બર 2024માં બજાર રેકોર્ડ ઊંચાઈએ


BSE સ્મોલકેપ ઇન્ડેક્ષ ગયા વર્ષે 12 ડિસેમ્બરે 57,827.69ની ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. જ્યારે મિડકેપ ઇન્ડેક્ષ 24 સપ્ટેમ્બર, 2024ના રોજ 49,701.15ના રેકોર્ડ શિખરે પહોંચ્યો હતો. આ ઉપરાંત, સેન્સેક્સ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ 85,978.25 અંકના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, નાની કંપનીઓના શેર સામાન્ય રીતે લોકલ ઇન્વેસ્ટર્સ દ્વારા ખરીદવામાં આવે છે, જ્યારે વિદેશી ઇન્વેસ્ટર્સ મોટી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24માં BSE મિડકેપ ઇન્ડેક્ષમાં 15,013.95 અંક એટલે કે 62.38 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે સ્મોલકેપ 16,068.99 અંક એટલે કે 59.60 ટકા ચઢ્યો હતો. આ સામે, BSE સેન્સેક્સમાં 14,659.83 અંક એટલે કે 24.85 ટકાનો ગ્રોથ નોંધાયો હતો.

આ પણ વાંચો- ભારતમાં 2025માં આ સેક્ટરના કર્મચારીઓના પગારમાં થશે સૌથી વધુ વધારો, સરેરાશ વેતન વધારો 9.4% રહેવાનો અંદાજ

MoneyControl News

MoneyControl News

First Published: Apr 01, 2025 1:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.