Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:18:29 AM Aug 31, 2023 પર
Story continues below Advertisement
Stock in News: મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશનના 256.2 કરોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ડિક્સન/ITI/નેટવર્બ

    IT હાર્ડવેરના ઉત્પાદન માટે PLI સ્કીમનું બૂસ્ટર છે. IT હાર્ડવરેના PLI સ્કીમમાં 32 કંપનીઓએ અરજી કરી. Dixon, Netweb, ITI, HP, Dellએ અરજી કરી. IT હાર્ડવેર PLIની સ્કીમ કુલ 17,000 કરોડની છે. સ્કીમ અંતર્ગત 4-7% જેટલું ઈન્સેન્ટિવ મળશે. લેપટોપ, ટેબ, કમ્પ્યૂટરની આયાત માટે લાઈસન્સ ફરજિયાત છે. 1 નવેમ્બરથી IT હાર્ડવેરની આયાત માટે લાઈસન્સ જરૂરી છે. ઉત્પાદન માટે 8-12 મહિનાનો સમય મળશે.


    Sula Vineyard

    વર્લિન્વેસ્ટ એશિયા PTE બ્લૉક ડીલ દ્વારા 12.56% હિસ્સો વેચી શકે છે. 473-508.7 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. 539.2 કરોડ રૂપિયાની બ્લૉક ડીલ થઈ શકે છે. શેરના વધુ વેચાણ પર 60 દિવસનો લોકઈન પિરિયડ છે. વર્લિન્વેસ્ટ એશિયા PTEએ જૂન ક્વાર્ટરમાં 18.6% હિસ્સો વેચ્યો હતો.

    MEDPLUS HEALTH

    Lavender Rose Invst & PI Opp ફંડ 8.1% હિસ્સો વેચી શકે છે. 827.3 કરોડ રૂપિયા પર ડીલ શક્ય છે. 860 રૂપિયા શેર પર ડીલ શક્ય છે. PI opportunities ફંડ જૂન 2023 મુજબ 14.11% હિસ્સો ધરાવે છે. Lavender Rose Investment 17.24% હિસ્સો ધરાવે છે.

    Natco Pharma

    કંપનીએ ડેલવેર સ્થિત ISCA માં $2M નું સ્ટ્રેટેજીક રોકાણ કર્યુ. આ રોકાણ બાયો કટ્રોલ પેસ્ટ માટે કરવામાં આવ્યુ. ISCA એ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાના બિઝનેસમાં છે.

    ZEN TECH

    રક્ષા મંત્રાલય પાસેથી 72.3 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો. મિલેટ્રિ ટ્રેઈનિંગ અને એન્ટિ ડ્રોન સોલ્યુશન કંપની આપે છે.

    Dreamfolks Services

    અગ્રણી વિઝા સર્વિસ પ્રોવાઈડર સાથે કરાર કર્યા. પ્રિમિયમ લોન્જ અને ડોરસ્ટેપ વિઝા સર્વિસ આપશે.

    Ajanta Pharma

    US FDA પાસેથી Topiramate દવા માટે અંતિમ મજૂરી મળી. માઈગ્રેનની સારવાર માટે દવાનો ઉપયોગ કર્યો છે.

    RVNL

    મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશનના 256.2 કરોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી છે.

    Fortis Healthcare

    મેડોર હોસ્પિટલ માનેસરનું 225 કરોડ રૂપિયામાં અધિગ્રહણ કરશે.

    BHEL

    કંપનીને NTPC થી 2x800 MW થર્મલ પાવર પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો. છત્તીસગઢના લારા ખાતે સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્રોજેક્ટ શરુ કરાશે.

    ZOMATO

    SVFએ 10 Cr શેર્સ એટલે કે 1.17% હિસ્સો વેચ્યા. મૉર્ગન સ્ટેનલી,નોમુરા, કોટક મહિન્દ્રા MFએ શેર્સ ખરીદ્યા. ઈન્વેસ્કો MF, ગોલ્ડમેન સેસ, ફ્રેન્કલિન ટેમ્પલટન MFએ શેર્સ ખરીદ્યા. એવેન્ડસ, સોસાયટી જનરલએ શેર્સ ખરીદ્યા.

    NAZARA TECH

    4 સપ્ટેમ્બરે ફંડ એકત્ર કરવા અંગે બોર્ડ બેઠક યોજાશે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Aug 31, 2023 10:18 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.