Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:44:58 AM Jul 13, 2023 પર
Story continues below Advertisement
NSE અને BSE પર વિનસ રેમિડિ્સના શેરની ટ્રે્ડિંગ પર પ્રતિબંધ મુક્યો. SEBI દ્વારા મોનિટરિંગ વધારવાને કારણે ટ્રેડિંગ પર પ્રતિબંધ મુક્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    TCS

    ટીસીએસ દેશની આ સૌથી મોટી આઈટી કંપનીએ 30 જુન, 2023 ના સમાપ્ત ક્વાર્ટરમાં વર્ષ દર વર્ષના આધાર પર પોતાના નફામાં 16.8 ટકાનો વધારો દર્જ કર્યો છે. કડક કારોબારી માહોલની બાવજૂદ આ સમયમાં કંપનીની ટોટલ કૉન્ટ્રેક્ટ વૈલ્યૂ (TCV) માં જોરદાર વધારો થયો છે. તેની અસર કંપનીની આવક અને નફા પર જોવાને મળી છે. આ ક્વાર્ટરમાં ટીસીએસની કંસોલીડેટેડ રેવેન્યૂ 59381 કરોડ રૂપિયા રહી છે. તેમાં વર્ષ દર વર્ષના આધાર પર 13 ટકાનો વધારો થયો છે.


    HCL Tech

    દેશની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની એચસીએલ ટેકે બુધવાર 12 જુલાઈના વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા. કંપનીએ જણાવ્યુ કે પહેલા ક્વાર્ટર

    (એપ્રિલ-જુન 2023) માં તેના શુદ્ઘ નફો વર્ષના આધાર પર 7.6 ટકા વધીને 3,534 કરોડ રૂપિયા રહ્યો. જો કે ક્વાર્ટરના આધાર પર નફામાં 11.2 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યુ કે ડીલ્સની સંખ્યા ઘટવા અને હાઈ-ટેક અને ટેલીકૉમ જેવા વર્ટિકલ્સમાં ઘટાડાના કારણે ક્વાર્ટરના આધાર પર તેનો નફો ઘટ્યો છે.

    5Paisa

    બ્રોકિંગ કંપની 5Paisa એ બુધવાર 12 જુલાઈના વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા. કંપનીએ જણાવ્યુ કે પહેલા ક્વાર્ટર

    (એપ્રિલ-જુન 2023) માં તેના શુદ્ઘ નફો વર્ષના આધાર પર 96 ટકા વધીને 14.5 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે આવક 0.6 ટકા મામૂલી વધીને 84.5 કરોડ રૂપિયા દર્જ કરવામાં આવ્યા છે. તો કંપનીની વ્યાજ આવક વર્ષના આધાર પર 2.8% વધી 80.7 કરોડ રૂપિયા રહી છે.

    Aurobindo Pharma

    US FDA પાસેથી Sevelamer Hydrochloride દવા માટે મંજૂરી મળી. સબ્સિડરી APL હેલ્થકેરને દવા માટે મંજૂરી મળી. ડાયાલિસિસ પરના દર્દીઓમાં લોહીમાં ફોસ્ફરસ ઘટાડવા માટે Sevelamer નો ઉપયોગ કર્યો છે. માર્કેટ સાઈઝ $37m છે.

    Dr Reddys

    USFDA એ Rituximab દવા અરજીની સમીક્ષા કરશે. Arthiritis, Lymphoma, Leukemia ની સારવાર માટે ઉપયોગ થશે. જાન્યુઆરી 2023માં કંપનીએ ક્લીનિકલ સ્ટડી પૂરી કરી. EMA (European Medicines Agency )અને UKMHRA (UK’s Medicines and Healthcare products Regulatory Agency)એ પણ દવાની અરજી સ્વીકારી હતી. Rituximabને ભારત અને ઇમર્જિંગ દેશોમાં પહેલાથી જ મંજૂરી મળેલી છે. US માર્કેટમાં Fresnius Kabi કંપનીની પાર્ટનર હશે.

    Lupin

    US FDA દ્વારા નાગપુર યુનિટને 2 અવલોકનો મળ્યા. અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇશ્યુ કરાયું. નાગપુર યુનિટ ઓરલ સોલિડ ડોઝનું મેન્યુફેક્ચરિંગ કરે છે. US FDA દ્વારા 3થી 11 જુલાઈ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

    Patanjali Foods

    પતંજલિ ફૂડ્ઝએ OFS લોન્ચ કરશે. પતંજલિ આયુર્વેદ OFS દ્વારા 7% સુધીનો હિસ્સો વેચશે. OFS ફ્લોર પ્રાઈસ 1,000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

    Hindalco

    બિરલા એસ્ટેટને કલવાની જમીન 595 કરોડ રૂપિયામાં વેચશે. બિરલા એસ્ટેટ સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સની સબ્સિડરી કંપની છે.

    SpiceJet

    પ્રમોટર અજય સિંહ કંપનીમાં 500 કરોડ રૂપિયા નાંખશે.ગઈકાલે DGCAએ enhanced surveillanceમાં નાખ્યાના સમાચાર હતા, ઓછા બજેટના કારણે રેગ્યુલેટરએ લીધા પગલાં.

    VENUS REMEDIES

    NSE અને BSE પર વિનસ રેમિડિ્સના શેરની ટ્રે્ડિંગ પર પ્રતિબંધ મુક્યો. SEBI દ્વારા મોનિટરિંગ વધારવાને કારણે ટ્રેડિંગ પર પ્રતિબંધ મુક્યો છે.

    TATA CONSUMER PRODUCT

    LIC એ ટાટા કંઝ્યુમર પ્રોડક્ટમાં હિસ્સો વધારીને 7.07% કર્યો.

    Deep Ind

    ONGC પાસેથી 130 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો.

    ASHIANA HOUSING

    બોર્ડે 301 રૂપિયા પ્રતિશેર પર બાયબેકને મંજૂરી આપી. ટેન્ડર રૂટ દ્વારા 18.2 લાખ શેરના બાયબેક કરશે. કંપની બાયબકે પર 55 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

    NSE એ F&O એક્સપાયરીમાં બદલાવ કર્યો, હવેથી બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી થશે બુધવારે

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jul 13, 2023 10:03 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.