બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ F&O રોકાણો પર સ્પેશિયલ ટેક્સ (STT) માં વધારો કરવાની જાહેરાત કર્યા પછી શેરબજાર તૂટી પડ્યું. નિફ્ટી 25050થી નીચે સરકી ગયો અને સેન્સેક્સ 780 પોઈન્ટ ઘટ્યો. નાણામંત્રી નિર્મલા સીતારમણે F&O રોકાણો પર STT વધાર્યો. ફ્યુચર્સ પર STT વધારીને 0.05% કરવામાં આવ્યો. તેમણે એ પણ જાહેરાત કરી કે બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થશે. તેમણે નાના શેરધારકો માટે બાયબેક પર ઓછો ટેક્સ પણ જાહેર કર્યો.
આજના સેશનમાં સૌથી મોટો ફટકો મેટલ સેક્ટરને પડ્યો છે. મેટલ ઇન્ડેક્સમાં 4% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત PSU બેન્ક ઇન્ડેક્સ પણ 1% તૂટ્યો છે.
Stock Market : બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે શેરબજારના ટ્રેડર્સ માટે એક એવી જાહેરાત કરી છે, જેના કારણે દલાલ સ્ટ્રીટ પર ગભરાટ ફેલાઈ ગયો છે. સરકારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો ઝીંકી દીધો છે. આ સમાચાર આવતાની સાથે જ શેરબજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો.
F&O ટ્રેડર્સ પર બોજ વધ્યો
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી F&O ટ્રેડિંગ પર STT વધારી દેવામાં આવ્યો છે.
અગાઉ F&O ટ્રેડિંગ પર 0.02% ટેક્સ લાગતો હતો, જે હવે વધારીને સીધો 0.05% કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓપ્શન પ્રીમિયમ પરનો STT પણ વધારીને 0.05% કરવામાં આવ્યો છે.
આ નિર્ણયની સીધી અસર ડે-ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ પર પડશે, કારણ કે તેમનો ટ્રેડિંગ ખર્ચ વધી જશે. બજારના જાણકારોનું માનવું છે કે રિટેલ રોકાણકારોને F&O જેવા જોખમી સેગમેન્ટથી દૂર રાખવા માટે સરકારે આ કડક પગલું ભર્યું હોઈ શકે છે.
માર્કેટ કેમ તૂટ્યું?
શેરબજારને આશા હતી કે કેપિટલ ગેઈન ટેક્સ કે અન્ય ટેક્સમાં કોઈ રાહત મળશે, પરંતુ STT માં વધારો થતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે. ટ્રેડિંગ મોંઘું થવાના ડરને કારણે બજેટ ભાષણ દરમિયાન જ બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને ઇન્ડેક્સ લાલ નિશાનમાં સરી પડ્યા.
મેટલ શેરોમાં ભારે ધોવાણ
આજના સેશનમાં સૌથી મોટો ફટકો મેટલ સેક્ટરને પડ્યો છે. મેટલ ઇન્ડેક્સમાં 4% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત PSU બેન્ક ઇન્ડેક્સ પણ 1% તૂટ્યો છે. નાના રોકાણકારો માટે પણ આંચકાજનક સમાચાર છે કારણ કે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.7% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.5% નીચે ટ્રેડ કરી રહ્યા છે.
નાના રોકાણકારો માટે રાહતના સમાચાર
એક તરફ ટ્રેડર્સ પર ટેક્સનો બોજ વધ્યો છે, તો બીજી તરફ નાના શેરધારકો (Small Shareholders) માટે એક સારા સમાચાર પણ છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે શેર બાયબેક (Buyback) પર હવે નાના શેરધારકોને ઓછો ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે કોઈ કંપની પોતાના શેર પાછા ખરીદે છે, ત્યારે તેમાં ભાગ લેતા નાના રોકાણકારોને હવે ટેક્સમાં રાહત મળશે, જે એક આવકારદાયક પગલું છે.
ટૂંકમાં, આ બજેટ F&O ટ્રેડર્સ માટે કડવું સાબિત થયું છે, જ્યારે લાંબા ગાળાના નાના રોકાણકારોને બાયબેકના મોરચે થોડી મીઠાશ મળી છે.