શેરબજારમાં તેજીનો પવન: અમેરિકા-ઈરાન વચ્ચે સીઝફાયરથી માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, જાણો હવે રોકાણકારોએ શું કરવું?
Stock Markets : અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહના સીઝફાયરની જાહેરાત થતા શેરબજારમાં જોરદાર તેજી આવી છે. જાણો નિફ્ટીના નવા ટાર્ગેટ અને હવે કયા શેરોમાં રોકાણ કરવાથી થશે મોટો ફાયદો.
Stock Markets : અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહના સીઝફાયરની જાહેરાત થતા શેરબજારમાં જોરદાર તેજી આવી છે.
Stock Markets : આજે દુનિયાભરના શેરબજારો અને રોકાણકારો માટે એક ખૂબ જ રાહતવાળી સવાર પડી છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે યુદ્ધવિરામ (Ceasefire)ની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આવતાની સાથે જ માર્કેટે રાહતનો શ્વાસ લીધો છે અને દુનિયાભરના બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
ગ્લોબલ માર્કેટમાં જબરદસ્ત ઉછાળોયુદ્ધ રોકાવાના સંકેતો મળતા જ ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ અસર જોવા મળી છે. ગિફ્ટ નિફ્ટીમાં લગભગ 660 પોઈન્ટની તેજી નોંધાઈ છે, જ્યારે ડાઓ ફ્યુચર્સમાં 1000 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત નેસ્ડેક 3 ટકા અને એશિયન બજારોમાં નિક્કેઈ 5 ટકા ઉછળ્યો છે. સૌથી મોટી રાહત ક્રૂડ ઓઈલમાં મળી છે, બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને સીધો 95 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયો છે.
સીઝફાયર પર કોણે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરિકા): અમેરિકા આગામી 2 અઠવાડિયા સુધી ઈરાન પર કોઈ હુમલો નહીં કરે. ઈરાન તરફથી 10 પોઈન્ટનો પ્રસ્તાવ મળ્યો છે અને લગભગ તમામ મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે. ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા તૈયાર છે, જેથી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે થઈ શકશે. 2 અઠવાડિયામાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
ઈરાનના વિદેશ મંત્રી: તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન તરફથી 2 અઠવાડિયા સુધી રક્ષણાત્મક કાર્યવાહી બંધ રહેશે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો સુરક્ષિત પસાર થઈ શકશે. શહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું કે લેબનોન સહિત દરેક જગ્યાએ સીઝફાયર લાગુ થશે. આગામી 10 એપ્રિલના રોજ ઈસ્લામાબાદમાં વાતચીતનો નવો દોર શરૂ થશે.
બજારે આપ્યો મોટો પાઠ: ટોપ કે બોટમનો અંદાજ ન લગાવોCNBC-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલના જણાવ્યા અનુસાર, બજારના આ એક્શને રોકાણકારોને એક મોટો પાઠ ભણાવ્યો છે કે ક્યારેય માર્કેટમાં ‘ટોપ' કે ‘બોટમ' (ઉચ્ચ કે નીચલા સ્તર)નો અંદાજ જાતે ન લગાવો. પરંતુ જ્યારે બજાર પોતે ટ્રેન્ડ બતાવે, ત્યારે તેની વાત સાંભળો.
બજારમાં બોટમ હંમેશા ખરાબ સમાચારો વચ્ચે જ બને છે. છેલ્લા કેટલાક દિવસોથી બજારે પડવાનું બંધ કરી દીધું હતું, કારણ કે માર્કેટને અંદાજ આવી ગયો હતો કે યુદ્ધ જલ્દી ખતમ થવાનું છે. અગાઉ 22182ના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ અપાઈ હતી, જેને ટ્રેલ કરીને 22500 કરવામાં આવ્યો હતો. બજારનો ટ્રેન્ડ ક્લિયર થયા બાદ 22700ના સ્તર પર ખરીદીની સલાહ આપવામાં આવી હતી.
હવે રોકાણકારોની રણનીતિ શું હોવી જોઈએ?
પ્રોફિટ બુકિંગ: જો તમે આવતા અઠવાડિયાના કોલ ઓપ્શન લીધા હોય, તો તેમાં નફો બુક (Profit Booking) કરી શકો છો. ત્યારબાદ માર્કેટમાં ઈન્ટ્રાડે ઘટાડા કે કોન્સોલિડેશન (સ્થિરતા)ની રાહ જુઓ.
નિફ્ટીના ટાર્ગેટ: આગામી કેટલાક દિવસોમાં નિફ્ટી 23500થી લઈને 24300 સુધીની સપાટી બતાવી શકે છે. બેન્ક નિફ્ટીમાં પણ સારા લક્ષ્યાંકો હાંસલ થઈ શકે છે.
કયા શેરો પર ફોકસ કરવું?: OMC (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) અને ઈન્ડિગો જેવા શેરો આજે અપર સર્કિટ પર ખુલી શકે છે, તેથી તે કદાચ હાથમાં ન આવે. રોકાણકારોએ એવા શેરો પર ધ્યાન આપવું જોઈએ જે માત્ર યુદ્ધના ડરથી જ ગબડ્યા હતા. આજે L&T, NBFCs અને સરકારી બેંકોના શેરો પર ખાસ નજર રાખો.
આગળની ચાલ માટે ખાસ નોંધરોકાણકારોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, યુદ્ધના ડરને કારણે આપણું બજાર 24800ના લેવલથી નીચે પડ્યું હતું. તેથી યુદ્ધ ખતમ થવાની આ પોઝિટિવ અસર 24800 ના સ્તર સુધી જ જોવા મળશે. એકવાર આ લેવલ આવી જાય, ત્યારબાદ બજારનું પૂરું ફોકસ આપણા સ્થાનિક પરિબળો પર આવી જશે. RBIની ક્રેડિટ પોલિસી જાહેર થવાની છે અને ત્યારબાદ કંપનીઓના ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થશે, જે બજારની આગામી દિશા નક્કી કરશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.