Closing Bell : શેર બજારમાં કડાકો! સેન્સેક્સ 1,130 અંક તૂટ્યો, નિફ્ટી 24,500 નીચે બંધ– ઈરાન-અમેરિકા યુદ્ધે મચાવ્યો હાહાકાર | Moneycontrol Gujarati
Get App

Closing Bell : શેર બજારમાં કડાકો! સેન્સેક્સ 1,130 અંક તૂટ્યો, નિફ્ટી 24,500 નીચે બંધ– ઈરાન-અમેરિકા યુદ્ધે મચાવ્યો હાહાકાર

શેર બજારમાં ભારે કડાકો! સેન્સેક્સ 1,130 અંક તૂટ્યો, નિફ્ટી 24,500 નીચે બંધ. ઈરાન-અમેરિકા તણાવ, ક્રૂડ ઓઈલ ઉછાળો અને India VIX 56% વધ્યો. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 03:59:39 PM Mar 04, 2026 પર
Story continues below Advertisement
ઈન્ફ્રા, PSU બેંક, રિયલ્ટી, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ, ઓટો અને મેટલ સેક્ટરમાં 2% થી 4% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

Closing Bell : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુદ્ધના ઓછાયાએ 4 માર્ચે ભારતીય શેર બજારમાં ફરી એકવાર હાહાકાર મચાવી દીધો. દિવસભર ભારે વેચવાલીનું દબાણ રહ્યું અને બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1,130 અંકના ઘટાડા સાથે લપસ્યો, જ્યારે નિફ્ટી 24,450 પર બંધ થયો – એટલે કે 24,500ની મહત્વની સપાટીથી પણ નીચે. નિફ્ટીએ બજેટના દિવસનો Low પણ તોડ્યો અને 100 WMAનો અગત્યનો સપોર્ટ પણ ગુમાવ્યો.

બજારની બંધ સ્થિતિ પર એક નજર કરીએ તો, સેન્સેક્સ 1,130 અંકના ઘટાડા સાથે બંધ થયો, જ્યારે નિફ્ટી 24,450 પર બંધ થયો, નિફ્ટી 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. બેંક નિફ્ટી 1,100 પોઈન્ટથી વધુ ફિસલ્યો જ્યારે India VIX: 19% ઉછળ્યો હતો. ત્રણ દિવસમાં 56%ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. આ તરફ રૂપિયો ઓલ ટાઈમ લો પર પહોંચ્યો હતો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંને ઈન્ડેક્સ લગભગ 2-2% તૂટ્યા હતા. આમ તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. ઈન્ફ્રા, PSU બેંક, રિયલ્ટી, મીડિયા, ઓઈલ એન્ડ ગેસ, ઓટો અને મેટલ સેક્ટરમાં 2% થી 4% સુધીનો ઘટાડો નોંધાયો હતો.

કયા શેરો સૌથી વધુ તૂટ્યા?

આજના કારોબારમાં ઘણા મોટા શેરોમાં ભારે ધોવાણ થયું. નિફ્ટી પર સૌથી વધુ ગબડનારા શેરોમાં L&T, ઈન્ટરગ્લોબ એવિએશન (IndiGo), શ્રીરામ ફાઈનાન્સ, અદાણી પોર્ટ્સ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે એવિએશન, પેઈન્ટ, OMCs અને ટાયર શેરોમાં ખાસ કરીને તીવ્ર ગિરાવટ જોવા મળી.

ટાટા સ્ટીલ: સૌથી વધુ લગભગ 7% થી વધુ તૂટ્યો


ઈન્ડિગો (IndiGo): 4% નો ઘટાડો

ત્રણેય OMCs (IOC, BPCL, HPCL): 4-4% સુધી તૂટ્યા

એશિયન પેઈન્ટ્સ: 3% ઘટ્યો

L&T, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, NTPC: 3% થી 5% સુધીનો ઘટાડો

ટાટા મોટર્સ (PV), SBI લાઈફ, JSW સ્ટીલ: પણ મોટા ગુમાવનારાઓમાં રહ્યા

ઓટો સેક્ટર: મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ દબાણમાં બંધ થયા

બેંકિંગ શેરો પર પણ ભારે દબાણ

બેંકિંગ સેક્ટરમાં પણ વેચવાલી ચાલુ રહી. HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંક જેવા મોટા બેંકિંગ શેરો ઘટાડા સાથે બંધ થયા. PSU બેંક ઈન્ડેક્સ 2% થી વધુ તૂટ્યો. બેંકિંગ અને ફાઈનાન્શિયલ શેરોમાં બિકવાલીએ બજારના ઘટાડાને વધુ ઊંડો બનાવ્યો.

ક્યા શેરોમાં દેખાઈ મજબૂતી?

ભારે ગિરાવટ વચ્ચે પણ કેટલાક શેરોમાં ખરીદારી જોવા મળી. મુખ્ય ગેનર્સમાં

ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL)

ઈન્ફોસિસ: લગભગ 1.39% ની વૃદ્ધિ

ONGC

કોલ ઈન્ડિયા

TCS

ભારતી એરટેલ: લગભગ 1.90% ની તેજી સાથે ટોપ ગેનર

ટેક મહિન્દ્રા: હળવી તેજી સાથે બંધ

સન ફાર્મા

IT સેક્ટર અને ડિફેન્સ શેરોમાં રોકાણકારોએ ખરીદારીનું વલણ દર્શાવ્યું, જે નબળા બજારમાં રાહતનું એક કારણ રહ્યું.

ઈરાન-અમેરિકા તણાવ – બજાર માટે સૌથી મોટી ચિંતા

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સંઘર્ષે વૈશ્વિક બજારોમાં ચિંતાની લહેર ફેલાવી દીધી છે. આ તણાવના કારણે ક્રૂડ ઓઈલની સપ્લાયને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 82 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે.

ભૂ-રાજકી તણાવના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે, જેને કારણે સોનાના ભાવમાં પણ મજબૂતી ટકી રહી છે.

એશિયન બજારોમાં પણ ભારે ઘટાડો

ભારતીય બજાર એકલું નથી – એશિયાના મોટા ભાગના બજારોમાં ગિરાવટ ચાલુ રહી.

સાઉથ કોરિયા (KOSPI): તીવ્ર ઘટાડા સાથે ટ્રેડ થયો

જાપાન (Nikkei 225): દબાણમાં રહ્યો

હોંગકોંગ (Hang Seng): નીચે ટ્રેડ થયો

વૈશ્વિક બજારોમાં ફેલાયેલી અનિશ્ચિતતાએ ભારતીય બજારના સેન્ટિમેન્ટ પર ભારે અસર કરી.

India VIX – ડરનો પારો ચડ્યો

બજારની અસ્થિરતા માપતો India VIX આજે 19% ઉછળ્યો. ખાસ વાત એ છે કે છેલ્લા માત્ર ત્રણ દિવસમાં VIX 56% વધ્યો છે. VIX જેટલો ઊંચો જાય, એટલું બજારમાં ડર અને અનિશ્ચિતતા વધારે. આ સ્પષ્ટ સંકેત છે કે ટ્રેડર્સ અને રોકાણકારો ભૂ-રાજકીય સ્થિતિ અને તેલના ભાવને લઈને ખૂબ જ ચિંતામાં છે.

રૂપિયો All Time Low પર

ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી અને વિદેશી રોકાણકારોની સતત બિકવાલીના કારણે ભારતીય રૂપિયો ડોલર સામે All Time Low પર પહોંચી ગયો. આ ભારતની આયાત ખર્ચ વધારશે અને ફુગાવા પર વધારાનું દબાણ લાવી શકે છે.

ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ, FII ની સતત વેચવાલી, India VIX માં તીવ્ર ઉછાળો અને રૂપિયાના ઘટાડાએ ભારતીય શેર બજારને ચારેબાજુથી ઘેરી લીધું છે.

આ પણ વાંચો-Share Market Crash: શેરબજારમાં ભારે તોફાન! સેન્સેક્સ 1700 અંક તૂટ્યો, રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ડૂબ્યા – જાણો 5 મોટા કારણો

MoneyControl News

MoneyControl News

First Published: Mar 04, 2026 3:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.