Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનાદિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. આખો દિવસ માર્કેટ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતું રહ્યું, પરંતુ કારોબારના અંતે બજાર પોતાની બધી જ બઢત ગુમાવીને લાલ નિશાનમાં બંધ થયું છે.
Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનાદિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. આખો દિવસ માર્કેટ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતું રહ્યું, પરંતુ કારોબારના અંતે બજાર પોતાની બધી જ બઢત ગુમાવીને લાલ નિશાનમાં બંધ થયું છે.
આજના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 114.19 પોઇન્ટના ઘટાડા સાથે 75,200.85 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 31.95 પોઇન્ટ સરકીને 23,618.00 ના આંકડા પર સમેટાઈ ગયો હતો.
આજના શેરબજારની મુખ્ય હાઇલાઇટ્સ
IT સેક્ટરમાં શાનદાર તેજી
બજારના ઘટાડા વચ્ચે પણ આઇટી (IT) શેરોએ રોકાણકારોને માલામાલ કર્યા. નિફ્ટી IT ઇન્ડેક્સ સૌથી વધુ 3.23 ટકા ઉછળીને ટોપ પરફોર્મર રહ્યો. જેમાં ઇન્ફોસિસ (Infosys) 4.76 ટકાની મજબૂત તેજી સાથે ટોચ પર રહ્યો. જ્યારે HCL ટેક, ટેક મહિન્દ્રા અને TCS ના શેરોમાં પણ 2 થી 3 ટકાનો સારો એવો ઉછાળો જોવા મળ્યો.
મિડકેપ અને સ્મોલકેપમાં ધૂમ ખરીદી
ભલે મોટા શેરોમાં વેચવાલી રહી, પરંતુ નાના શેરોમાં રોકાણકારોએ જબરદસ્ત રસ દાખવ્યો. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 0.9 થી 1.2 ટકાનો વધારો નોંધાયો. આ શેરોએ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું. આ સાથે જ બજારની અસ્થિરતા દર્શાવતો ઈન્ડિયા VIX 5.45 ટકા ઘટ્યો હતો, જે રાહતની વાત છે.
બેન્કિંગ શેરોએ બજારને નીચે ખેંચ્યું
નિફ્ટી બેન્ક ઉપરના લેવલથી નીચે પટકાયો હતો. ખાસ કરીને પ્રાઈવેટ બેન્કોમાં ભારે નિરાશા જોવા મળી. નિફ્ટી પ્રાઈવેટ બેન્ક ઇન્ડેક્સ 0.74 ટકા તૂટ્યો હતો. જેમાં કોટક મહિન્દ્રા બેન્કનો શેર 2.5 ટકા ગગડીને નિફ્ટીનો ટોપ લૂઝર (સૌથી વધુ નુકસાન કરનાર) બન્યો હતો.
અન્ય સેક્ટર્સની સ્થિતિ
કેપિટલ માર્કેટ અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદી રહી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં 1.43 ટકાની મજબૂતી આવી. આ ઉપરાંત PSU બેન્ક અને મીડિયા ઇન્ડેક્સ પણ લગભગ 1 ટકા જેટલા ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.