Stock Market: IT સેક્ટરની ચમકથી સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, આ 3 કારણોસર નિફ્ટી 24150ને પાર | Moneycontrol Gujarati
Get App

Stock Market: IT સેક્ટરની ચમકથી સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, આ 3 કારણોસર નિફ્ટી 24150ને પાર

આજના શેરબજારમાં શાનદાર તેજી! IT સેક્ટરમાં ભારે ખરીદીને કારણે સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 24150 ને પાર. જાણો માર્કેટમાં તેજી આવવા પાછળનાં 3 મુખ્ય કારણો.

અપડેટેડ 09:58:02 AM Jul 16, 2026 પર
Story continues below Advertisement
શેરબજારમાં ગભરાટ કે અસ્થિરતા માપતા ઇન્ડેક્સ India VIXમાં આજે સારો એવો ઘટાડો નોંધાયો છે. હાલમાં તે 1.45% ઘટીને 13.08 પર ટ્રેડ કરી રહ્યો છે.

Stock Market: એશિયન બજારોના મિશ્ર વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં આવેલી નરમાશ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત રોનક જોવા મળી છે. સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં મોટો ઉછાળો નોંધાયો છે. બજારમાં આવેલી આ શાનદાર રિકવરી પાછળ એકલા આઈટી સેક્ટરનો સિંહફાળો રહ્યો છે.

બજારની આજની લેટેસ્ટ સ્થિતિ

શરૂઆતી કારોબારમાં બ્રોડર માર્કેટમાં પણ સારો સપોર્ટ મળ્યો છે, જેના કારણે નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 મજબૂત થયા છે. સવારે 09:23 વાગ્યાની સ્થિતિ મુજબ,,સેન્સેક્સ 246.45 પોઈન્ટ (0.32%) વધીને 77,431.88 ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી 66.00 પોઈન્ટ (0.27%) ના ઉછાળા સાથે 24,144.50 પર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 328.87 પોઈન્ટ ઉછળીને 77,514.30 ની સપાટીએ અને નિફ્ટી 88.90 પોઈન્ટ વધીને 24,167.40 ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.

શેરબજારમાં તેજી પાછળના 3 મુખ્ય કારણો

1. ડૉલર ઈન્ડેક્સમાં નરમાશ


અમેરિકી ડૉલર એક મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે, જેણે માર્કેટને મોટો સપોર્ટ આપ્યો છે. અમેરિકામાં મોંઘવારીના આંકડા નરમ આવ્યા છે, જેનાથી એવી શક્યતા વધી છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં કોઈ ઉતાવળ નહીં કરે. આ કારણોસર અમેરિકી ડૉલર ઈન્ડેક્સ ઘટીને 100.46 પર આવી ગયો છે. ડૉલર નબળો પડવાથી વિદેશી રોકાણકારો ભારત જેવા ઉભરતા બજારોમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે.

2. India VIX માં મોટો ઘટાડો

શેરબજારમાં ગભરાટ કે અસ્થિરતા માપતા ઇન્ડેક્સ India VIXમાં આજે સારો એવો ઘટાડો નોંધાયો છે. હાલમાં તે 1.45% ઘટીને 13.08 પર ટ્રેડ કરી રહ્યો છે. VIX ઘટવાનો સીધો અર્થ એ છે કે માર્કેટમાં વોલેટિલિટી (અસ્થિરતા) ઓછી થવાની સંભાવના છે, જે રોકાણકારોનો વિશ્વાસ વધારે છે અને બજારને સ્થિરતા પ્રદાન કરે છે.

3. IT સેક્ટરનો મજબૂત સપોર્ટ

આજે શેરબજારમાં મુખ્યત્વે IT સેક્ટર જ તેજી લાવી રહ્યું છે. આઈટી ઈન્ડેક્સ 1% થી વધુની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતાં હાલ અન્ય કોઈપણ સેક્ટરમાં 1% જેટલી મોટી ઉથલપાથલ નથી. આજના માર્કેટનો સંપૂર્ણ કંટ્રોલ આઈટી શેર્સના હાથમાં છે. આ ઉપરાંત બેન્કિંગ સેક્ટરમાં પણ જોવા મળેલા સામાન્ય વધારાએ માર્કેટને ઉપર રાખવામાં મદદ કરી છે.

આ પણ વાંચો-Stocks to Watch: બજારમાં આજે ઉથલ-પાથલના સંકેત, સેન્સેક્સની એક્સપાયરી સાથે SBI, HDFC બેન્ક અને અન્ય સ્ટોક્સ પર નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2026 9:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.