Stock Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા ઘટાડાની અને નકારાત્મક માહોલની કોઈ જ અસર ભારતીય માર્કેટ પર જોવા મળી નથી. બજાર આજે પૂરા જોશ સાથે લીલા નિશાનમાં ખુલ્યું છે.
Stock Market : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા ઘટાડાની અને નકારાત્મક માહોલની કોઈ જ અસર ભારતીય માર્કેટ પર જોવા મળી નથી. બજાર આજે પૂરા જોશ સાથે લીલા નિશાનમાં ખુલ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટી
શરૂઆતી કારોબારમાં જ નિફ્ટી 24100 ની સપાટી પાર કરી ગયો છે. જ્યારે BSE સેન્સેક્સ 440 પોઈન્ટના ઉછાળા સાથે 77631.02 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
માર્કેટ ઓપનિંગના આંકડા પર નજર કરીએ તો,,સેન્સેક્સ 257 પોઈન્ટ (0.33%) વધીને 77444.45 ના સ્તર પર ઓપન થયો હતો. નિફ્ટી 50 ઇન્ડેક્સ 91 પોઈન્ટ (0.38%) ના વધારા સાથે 24163 ના સ્તર પર ખુલ્યો હતો. બજારની આ ઓવરઓલ તેજી વચ્ચે જાણીતી ટાયર કંપની CEAT ના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે. CEAT નો શેર સીધો 7% તૂટી ગયો છે, જેના પર રોકાણકારોની નજર છે.
ગ્લોબલ ટેન્શન અને ક્રૂડ ઓઇલની સ્થિતિ
વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જેની સીધી અસર કાચા તેલના ભાવ પર પડી રહી છે. અમેરિકાએ સતત 6ઠ્ઠી રાત્રે હવાઈ હુમલા કર્યા છે. જેમાં બંદર અબ્બાસ સહિતના જરૂરી લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદર સુવિધાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
અમેરિકન નેવીની વધતી નાકાબંધીના કારણે આ વિસ્તારમાં દરિયાઈ વાહનવ્યવહાર ખોરવાયો છે. સામે પક્ષે ઈરાને પણ વળતો પ્રહાર કરતા પડોશી દેશોમાં આવેલા અમેરિકન મિલિટ્રી બેઝ પર મિસાઈલો છોડી છે અને મહત્વના હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવાની ધમકી આપી છે. આ ભૌગોલિક તણાવને પગલે શુક્રવારે ક્રૂડ ઓઇલના જુલાઈ ફ્યુચર કોન્ટ્રાક્ટની કિંમત 1.1% વધીને 85.34 ડોલર પર પહોંચી ગઈ છે.
સોના અને ચાંદીના ભાવમાં ચમકારો
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં કિંમતી ધાતુઓમાં પણ સામાન્ય તેજી જોવા મળી છે. સ્પોટ ગોલ્ડ 0.3% વધીને 3989 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર પહોંચી ગયું છે. તેવી જ રીતે સ્પોટ સિલ્વર પણ 0.3% ના વધારા સાથે 55.6 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ કરી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.