Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

30 ઓક્ટોબરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIs) ₹3,598 કરોડના શેરની ખરીદારી કરી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) સતત બે દિવસની ખરીદીનો સિલસિલો તોડીને ₹817 કરોડના શેરની વેચવાલી કરી.

અપડેટેડ 09:15:07 AM Nov 02, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 23,303 ના હાયરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સ્ટ્રોંગ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 02 નવેમ્બરના ગેપઅપની સાથે ખુલવાની સંભાવના છે. 30 ઓક્ટોબરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ અગાઉના સત્રમાં જોવા મળેલી રિકવરીને આગળ વધારી હતી. આ દરમિયાન IT, ફાર્મા અને પસંદગીના હેવીવેઇટ શેરોમાં ખરીદીને પગલે નિફ્ટીએ ફરીથી 23,000 ના સ્તર હાંસલ કરી લીધા હતા.

વૈશ્વિક સ્તરે નબળા સંકેતો, મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને કારણે બજારોની શરૂઆત નબળી રહી હતી. જોકે, જેમ જેમ સત્ર આગળ વધ્યું તેમ બજારમાં તેજી લાવનારા પરિબળો (bulls) ફરી સક્રિય થયા. પરિણામે, મોટાભાગના ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ હોવા છતાં, નિફ્ટી દિવસ દરમિયાન 23,100 ના સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.42 ટકા વધીને 74,459.53 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.51 ટકા વધીને 23,053.10 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

GIFT નિફ્ટી 23,303 ના હાયરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સ્ટ્રોંગ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,107, 23,157 અને 23,238

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 22,944, 22,894 અને 22,812

ગ્લોબલ માર્કેટ

ભારતીય બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં રાહત અને AI ટ્રેડના રિવર્સલથી ગિફ્ટ નિફ્ટીમાં આશરે 200 પોઈન્ટ્સનો ઉછાળો જોવાને મળી રહ્યો છે. ક્રૂડ 111 ડૉલરની નજીક છે, ત્યાંજ શુક્રવારે FIIsની કેશ અને ફ્યૂચર્સ બન્ને મળી આશરે 2900 કરોડની નેટ ખરીદી થઈ.

અમેરિકાના બજારોમાં મોટી વેચવાલી

ટેક્નોલોજી શેર્સમાં વેચવાલીથી શુક્રવારે અમેરિકાના બજારોમાં હાહાકાર જોવા મળ્યો. નાસ્ડેક આશરે 3 ટકા ઘટ્યો. નબળા પરિણામ અને ગાઈડેન્સથી ઈન્ટેલ 29 ટકા તૂટ્યો. અન્ય AI શેર્સમાં પણ વેચવાલી જોવા મળી. બીજી તરફ સૉફ્ટવેર કંપનીઓમાં તેજી જોવા મળી. ઈન્ફોસિસ અને વિપ્રોના ADR 2 થી 3 ટકા ઉછળ્યા.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 165.00 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.01 ટકાના મામૂલી ઘટાડાની સાથે 62,285.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.62 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.61 ટકા ઘટીને 44,935.53 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.12 ટકાના વધારાની સાથે 23,323.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.23 ટકાની તેજી સાથે 5,858.28 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 39.89 અંક એટલે કે 1.11 ટકા ઉછળીને 3,638.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

10-વર્ષીય ટ્રેઝરી બોન્ડ પરની યીલ્ડ વધીને 4.93% રહી છે, પરંતુ તે ઓક્ટોબરના 5.3645%ના ઉચ્ચ સ્તરથી હજુ પણ ઘણી નીચે છે; જ્યારે 2-વર્ષીય બોન્ડ પરની યીલ્ડ 4.6% રહી છે.

ડૉલર

સોમવારે ડોલર અને અન્ય મુખ્ય ચલણો સ્થિર રહ્યા હતા, કારણ કે રોકાણકારોનું ધ્યાન આ અઠવાડિયે યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓ (મિડટર્મ ઇલેક્શન્સ) પર કેન્દ્રિત થયું હતું. આ ચૂંટણીઓ કોંગ્રેસમાં સત્તાનું સંતુલન બદલી શકે છે અને સંઘીય નાણાં પરના નિયંત્રણને પ્રભાવિત કરી શકે છે. વિવિધ ચલણોના સમૂહની સામે ડોલર 101.93 ના સ્તરે સ્થિર રહ્યો હતો.

FII અને DII આંકડા

30 ઓક્ટોબરના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FIIs) ₹3,598 કરોડના શેરની ખરીદારી કરી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DIIs) સતત બે દિવસની ખરીદીનો સિલસિલો તોડીને ₹817 કરોડના શેરની વેચવાલી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 02, 2026 9:15 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.