Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

01 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,143 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,846 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

અપડેટેડ 09:04:27 AM Sep 02, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 24,042.50 ના લોઅર ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સપાટની સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 02 સપ્ટેમ્બરના મ્યૂટ શરૂઆત સાથે ખુલવાની સંભાવના છે. 1 સપ્ટેમ્બરના રોજ સતત બીજા સત્રમાં ભારતીય ઇક્વિટી સૂચકાંકો અસ્થિરતા વચ્ચે નજીવા ઘટાડા સાથે બંધ થયા, કારણ કે FMCG, IT, મીડિયા અને મેટલ શેરોમાં ખરીદી ઓટો, બેંકિંગ, ફાર્મા અને રિયલ્ટી નામોમાં વેચાણ દ્વારા સરભર થઈ હતી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.02 ટકા ઘટીને 76,944.28 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.10 ટકા ઘટીને 24,055.80 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY


GIFT નિફ્ટી 24,042.50 ના લોઅર ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની સપાટની સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 24,123, 24,168 અને 24,241

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,978, 23,933 અને 23,860

ગ્લોબલ માર્કેટ

ફરી વધ્યુ વેસ્ટ એશિયા સંકટ. અમેરિકાની એરસ્ટ્રાઇકના જવાબમાં ઈરાનનો પલટવાર. જોર્ડન, કુવૈત, બેહરીનમાં અમેરિકી સેના ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇન અને ડ્રોનથી જોરદાર હુમલો. સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બોલ્યા- અમેરિકાને ભણાવશુ ન ભુલી શકે તેવો પાઠ.. ટ્રમ્પનુ નિવેદન- ઈરાને જવાબી કાર્યવાહી કરી તો થશે મોટા હુમલા.

આ વચ્ચે ગ્લોબલ માર્કેટમાં નર્વસનેસ. અમેરિકી બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. એશિયામાં પણ દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. નિક્કઈ, કોસ્પી અઢી ટકાથી વધુ નીચે છે. ગિફ્ટ નિફ્ટી 80 અંક નીચે છે.

US ઈરાન તણાવ વધ્યો

US સૈન્યએ ઈરાનમાં નવા હુમલા કર્યા. સ્ટ્રેટની આસપાસના સૈન્ય થાણાઓ પર હુમલા થયા. CENTCOM એ કહ્યું સ્ટ્રેટમાં IRGCના હુમલા બાદ કાર્યવાહી કરી IRGCએ કમર્શિયલ જહાજો પર હુમલા કર્યા હતા. અમેરિકાના સૈનિકો પર હમુલાનો પ્રયત્ન કર્યો હતો.

હુમલા પર ટ્રમ્પનું નિવેદન

USના હુમલા મોટા અને તાકાતવર હતા. ઈરાન સ્ટ્રેટમાં માઈન્સ નાંખવાની કોશિશ કરી હતી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હવે કોઈ માઈન્સ નથી. ઈરાને USના સૈન્ય બેઝ પર 8 મિસાઈલ છોડી હતી. તમામ મિસાઈલોને તોડી પાડવામાં આવી. ઈરાન જવાબી કાર્યવાહી કરશે તો મોટો હુમલો કરીશું. હુમલા બાદ ઈરાનનો ઓછો ભાગ બચશે.

IRGCનું નિવેદન

USના હુમલાનો જવાબ આપવામાં આવશે. હુમલા કરનારાને સજા આપીશું.

તસ્નીમ ન્યૂઝ એજન્સીનો અહેવાલ

ઈરાનની USના બેઝ પર હુમલાની તૈયારી કરી. મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરવાની તૈયારી કરી.

ક્રૂડમાં તેજી આવી

એક દિવસમાં ક્રૂડમાં 7%નો ઉછાળો આવ્યો. બ્રેન્ટનો ભાવ $97ની નજીક પહોંચ્યો. બ્રેન્ટ ક્રૂડમાં $96ને પાર કારોબાર કરી રહ્યો છે. WTIમાં પણ $92ની નજીક કારોબાર કરી રહ્યો છે. યુરોપમાં ગેસની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. જાન્યુઆરી 2023 બાદ સૌથી ઉપલા સ્તરે ભાવ છે.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 39.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.64 ટકા નબળાઈની સાથે 64,465.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.01 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.37 ટકા ઘટીને 46,313 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.20 ટકાના ઘટાડાની સાથે 25,028 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 3.20 ટકા તૂટીને 6,617.55 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 33.77 અંક એટલે કે 0.85 ટકા લપસીને 3,946.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ

તેલના વધતા ભાવ ફુગાવાના દબાણને કારણે ટ્રેઝરી 10-વર્ષનું યીલ્ડ 2023 ના અંત પછી સૌથી વધુ સ્તરે પહોંચ્યું છે.

ડૉલર

બુધવારે ડોલર મજબૂત રહ્યો કારણ કે મધ્ય પૂર્વમાં ફરી એકવાર દુશ્મનાવટ શરૂ થઈ અને તેલના ભાવમાં વધારો થયો અને ફુગાવાની ચિંતા ફરી શરૂ થઈ. યેન અને યુરો સહિતની ચલણો સામે ડોલરનું માપન કરતો ડોલર ઇન્ડેક્સ 99.74 પર હતો.

FII અને DII આંકડા

01 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1,143 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,846 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: સેલ, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 02, 2026 9:04 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.