Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
10 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 438 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,000 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
GIFT નિફ્ટી 23,356.50 ના નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ ટુ નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 11 સપ્ટેમ્બરના ગેપ ડાઉન સાથે ખુલવાની સંભાવના છે. ભારતીય ઇક્વિટી સૂચકાંકો ત્રણ દિવસના ઘટાડાને તોડીને 10 સપ્ટેમ્બરના રોજ રેન્જબાઉન્ડ ટ્રેડમાં ઊંચા સ્તરે બંધ થયા, જેમાં મીડિયા અને નાણાકીય નામોમાં જોવા મળતી ખરીદી વચ્ચે નિફ્ટી 23,400 ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો.
શરૂઆતની નબળી શરૂઆત પછી, બજાર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ રહ્યું કારણ કે રોકાણકારો ક્રૂડ ઓઇલના વધેલા ભાવ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ વચ્ચે સાવચેત રહ્યા. યુએસ ફુગાવાના મુખ્ય ડેટા પહેલાં પણ સેન્ટિમેન્ટ ધીમું રહ્યું, જોકે, અંતિમ કલાકની ખરીદીએ દિવસના તમામ નુકસાનને દૂર કરવામાં અને સકારાત્મક સેક્ટરમાં બંધ થવામાં મદદ કરી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.19 ટકા વધીને 74,902.59 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.20 ટકા વધીને 23,477.80 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 23,356.50 ના નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ ટુ નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,495, 23,522 અને 23,566
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,407, 23,380 અને 23,336
ગ્લોબલ માર્કેટ
ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડનું આજે પણ રેડ એલર્ટ, વેસ્ટ એશિયા તણાવથી ક્રૂડમાં જુલાઈ બાદ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, 6 ટકા વધી 108 ડૉલરને પાર કારોબાર પહોંચ્યો. ગિફ્ટ નિફ્ટી આશરે 125 પોઈન્ટ્સ તૂટ્યું. એશિયામાં પણ ઘટાડો જોવાને મળી રહ્યો છે. US બજારોમાં પણ સતત ચોથા દિવસે ઘટાડો જોવાને મળી રહ્યો છે. 4 દિવસમાં ડાઓ 1600 પોઈન્ટ્સ તૂટ્યો.
ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર જોવાને મળી રહ્યો છે, USની 10 વર્ષની યીલ્ડ 4.96% પર છે. 2023 બાદ સૌથી ઉપર પહોંચી. 2 વર્ષની બૉન્ડ યીલ્ડ પણ 4.6% પર પહોંચી, જર્મનીની 2009, તો બ્રિટેનની બૉન્ડ યીલ્ડ 1998 બાદ રેકોર્ડ સ્તરે પહોંચી.
અમેરિકામાં મોંઘવારીનો ઝટકો. અનુમાનથી વધુ આંકડા આવ્યા. 0.25% દર વધવાની આશંકા 72% પર પહોંચી. સોના-ચાંદીમાં મોટો ઘટાડો જોવાને મળ્યો. ગોલ્ડ 2 ટકા તો ચાંદી 6 ટકા તૂટી. અન્ય મેટલ્સમાં પણ નફાવસુલી જોવા મળી.
US ટ્રેઝરીની ખરીદી
ટ્રેઝરી વિભાગે $5.19 બિલિયન બોન્ડ ખરીદ્યા. મહત્તમ $6 બિલિયન બોન્ડ ખરીદવાની યોજના છે. સ્કોટ બેસેન્ટે કહ્યું ટ્રેઝરી માર્કેટની સ્થિતિ ઘણી સારી છે.
ECBએ વ્યાજ દર વધાર્યા
ECBએ વ્યાજદર 0.25% વધારી 2.5% કર્યા. જૂન બાદ ફરી એક વાર વધારો કર્યો. પશ્ચિમ એશિયા, રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધવાની આશંકા છે. ક્રિસ્ટીન લગાર્ડે કહ્યું મોંઘવારી લાંબા સમય સુધી 2%ની ઉપર રહી શકે છે. આઉટલૂક અનિશ્ચિત, ગ્રોથ ઘટવાનું જોખમ છે.
US-ઈરાન અપડેટ
ઈરાનના જોર્ડર પર હુમલામાં US બેઝને નુકસાન છે. A-10 થંડરબોલ્ટની એક પાંખને નુકસાન છે. લગભગ 8 F-15 વિમોનાને નાનુ મોટું નુકસાન છે. USએ બચાવ માટે 30 વધુ પેટ્રિયેટ મિસાઈલ છોડી હતી. IRGCએ અમેરિકા અને ટ્રમ્પને ચેતવણી આપ્યાના અહેવાલ છે. દર 2 હુમલા પર 20 ઠેકાણે હુમલો કરીશું. હૂતી હવે અલ મંદેબ સ્ટ્રેટની તરફ આગળ વધ્યા. દક્ષિણ યમનનું મોખા શહેર હુતીઓના કબ્જાનો દાવો છે.
ક્રૂડમાં આગઝરતી તેજી
બ્રેન્ટના ભાવે ગઈકાલે $109ના ઉચ્ચત્તમ સ્તર બનાવ્યા. આ સપ્તાહે ક્રૂડમાં 13%નો મોટો ઉછાળો આવ્યો. જુલાઈ મહિના બાદ સૌથી ઉપલા સ્તર પહોંચ્યા ભાવ. મોખા શહેર હુતીઓના કબ્જામાં આવતા ચિંતા વધી. સાઉદી અરબનું ઓગસ્ટમાં ક્રૂડનું ઉત્પાદન 1990 પછી નીચલા સ્તરે રહ્યું.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 120.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 2.93 ટકાના ઘટાડાની સાથે 63,360.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.05 ટકાનો વધારો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 1.97 ટકા ઘટીને 46,014.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.24 ટકાના ઘટાડાની સાથે 24,646.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.60 ટકા તૂટીને 6,851.34 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 68.87 અંક એટલે કે 1.75 ટકા લપસીને 3,865.53 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ
શુક્રવારે વૈશ્વિક બોન્ડ યીલ્ડ નવી ઊંચાઈએ પહોંચ્યા અને શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો. તેલના વધતા ભાવને કારણે ફુગાવા અંગેની ચિંતાઓ વધી છે, જેનાથી રોકાણકારોમાં એવી આશંકા જન્મી છે કે વિશ્વભરની મધ્યસ્થ બેંકો તેમની નીતિઓ વધુ કડક બનાવી શકે છે.
અમેરિકામાં, 10-વર્ષીય ટ્રેઝરી યીલ્ડ 5% ની સપાટીની નજીક પહોંચી ગયું છે. 30-વર્ષીય યીલ્ડ 2007 પછીના તેના સર્વોચ્ચ સ્તરે છે, જ્યારે ૨-વર્ષીય યીલ્ડ 4.5% થી ઉપર ગયું છે. બજારમાં એવી અપેક્ષાઓ વધી છે કે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે યુએસ ફેડરલ રિઝર્વે આ મહિને વ્યાજદરમાં વધારો કરવો પડશે—એવી સ્થિતિ કે જેની સંભાવના હાલમાં 72% માનવામાં આવે છે. આ દૃષ્ટિકોણને કારણે ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો છે.
ડૉલર
શુક્રવારે એશિયાઈ બજારોમાં શરૂઆતના કારોબાર દરમિયાન, ડોલર ગયા સપ્તાહની ઊંચી સપાટીની નજીક સ્થિર રહ્યો હતો, જ્યારે યેન સતત બીજા દિવસે પણ નબળો પડ્યો હતો. મધ્ય પૂર્વમાં ઊર્જા પુરવઠામાં વિક્ષેપ અંગેની નવી ચિંતાઓને કારણે બોન્ડ યીલ્ડ અને તેલના ભાવમાં વધારો થયો હતો. હાલમાં, યુએસ ડોલર ઇન્ડેક્સ 99.04 પર છે.
FII અને DII આંકડા
10 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 438 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1,000 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ