Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

21 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1022 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1614 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

અપડેટેડ 09:04:49 AM Oct 22, 2026 પર
Story continues below Advertisement
GIFT નિફ્ટી 22,687 ના નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 22 ઓક્ટોમ્બરના નબળાઈની સાથે ખુલવાની સંભાવના છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સતત બીજા સત્રમાં દબાણ હેઠળ રહ્યા હતા. કાચા તેલના ઊંચા ભાવ અને કોર્પોરેટ કમાણી અંગેની ચિંતાઓના માહોલમાં, મોટાભાગના ક્ષેત્રોમાં જોવા મળેલી વેચવાલીએ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી. બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી અને શરૂઆતના થોડા કલાકો સુધી તે પોઝિટિવ ઝોનમાં રહ્યું હતું, પરંતુ સવારના અંતિમ ભાગમાં નફા-વસૂલી (પ્રોફિટ બુકિંગ) થવાને કારણે થયેલો નફો ધોવાઈ ગયો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.19 ટકા વધીને 73,709.69 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.34 ટકા ઘટીને 22,811.35 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY


GIFT નિફ્ટી 22,687 ના નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવની શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:

પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,041, 23,152 અને 23,332

પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 22,681, 22,570 અને 22,390

ગ્લોબલ માર્કેટ

સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યો છે, ગિફ્ટ નિફ્ટીમાં આશરે 80 પોઈન્ટ્સનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે FIIs અને DIIs બન્નેની કેશમાં ખરીદદારી જોવા મળી. સવારે એશિયામાં દબાણ જોવાને મળ્યુ. જોકે અમેરિકાના બજારોમાં ગઈકાલે જોવા મળી સારી તેજી. મેટા, ટેસ્લા અને IBM જેવી કંપનીઓના આશા કરતા સારા પરિણામથી નાસ્ડેક 1 ટકાથી વધુ ઉછળ્યો.

US બજારમાં કારોબાર

સારા પરિણામો બાદ SpaceX માં 7% નો ઉછાળો જોવાને મળ્યો છે. AMD, Nvidia, Micron, Marvellમાં 2-3%ની તેજી છે. Netflixમાં 5%ના ઘટાડો આવ્યો.

USમાં વિવિધ પરિણામો આવ્યા

મેટાની Q3માં $64.6 બિલિયનની આવક, અનુમાન $63.37 બિલિયન છે. મેટાનું Q3માં EPS $3.83 પર હતું. ટેસ્લાના Q3માં સારા પરિણામ આવ્યા. ટેસ્લાની આવક $28.05 બિલિયનની આવક, અનુમાન $27.9 બિલિયન છે. ઓટોમોટિવમાં આવક 3% ઘટી, એનર્જી બિઝનેસમાં 16% નો ઘટાડો આવ્યો. એલન મસ્કે કહ્યું SpaceX સાથે મર્જર પર સારો વિચાર છે. મર્જર માટે 50% શેર ધારકોની મંજૂરી જરૂરી છે. સમાચાર બાદ એક્સટેન્ડેડ ટ્રેડિંગમાં 3% ઘટ્યો ટેસ્લા. IBMના પરિણામ પણ અનુમાનથી સારા રહ્યા. IBMની આવક $17.1 બિલિયન, અનુમાન $16.82 બિલિયન છે. Q3માં $2.86ના EPS અનુમાન સામે $2.95 છે.

યુદ્ધ પૂર્ણ કરવાની કોશિશ ઝડપી

યુક્રેન યુદ્ધ પૂર્ણ કરવા માટે સેંટ પીટર્સબર્ગમાં વાતચીત શરૂ થઈ. સ્ટીવ વિટકોફે રશિયાના રાષ્ટ્રપતિને માનવતાવાદી કહ્યા. પુતિને કહ્યુ US, યુક્રેન સાથે વફરી વાતચીત માટે તૈયાર છે. શાંતિ કરાર પર ફરી વાતચીત માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ કહ્યું વાતચીતમાં યુક્રેનની હાજરી ઘણી જરૂરી છે.

ક્રૂડમાં કારોબાર

બ્રેન્ટ ક્રૂડના ભાવ $110 ને ઉપર યથાવત્ છે. WTIમાં પણ $98 પ્રતિ બેરલની ઉપર કારોબાર થઈ રહ્યો છે. સાઉદી અરામકોના શાયબહ ઓઈલ ફીલ્ડ પર હુમલો થયો. હુમલાથી ઓપરેશન પર કોઈ અસર નહીં. અમેરિકાએ સાઉદીથી બિનજરૂરી સ્ટાફને બહાર નીકળવા કહ્યું. EIAએનું કહેવુ છે USમાં ઈન્વેન્ટરીમાં 30 લાખ બેરલથી વધુનો ઘટાડો થયો.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 82.00 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.25 ટકાના ઘટાડાની સાથે 63,815.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.06 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.39 ટકા ઘટીને 46,703.81 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 2.67 ટકાના ઘટાડાની સાથે 23,024.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.42 ટકા તૂટીને 5,597.08 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 44.25 અંક એટલે કે 1.19 ટકા લપસીને 3,668.78 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

યુએસ બોન્ડ યિલ્ડ

10-વર્ષીય ટ્રેઝરી અને 2-વર્ષીય ટ્રેઝરી પરનું યીલ્ડ અનુક્રમે 5.1% અને 4.79% ના સ્તરે, નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યું.

ડૉલર

યુએસ ડૉલર ઇન્ડેક્સ, જે અન્ય છ ચલણોની સરખામણીમાં ડૉલરનું મૂલ્ય માપે છે, તે ગુરુવારે શરૂઆતી કારોબારમાં નજીવો ઘટીને 101.68 પર રહ્યો.

FII અને DII આંકડા

21 ઓક્ટોબરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1022 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1614 કરોડ રૂપિયાની ખરીદારી કરી.

F&O બેનમાં આવનારા શેર

F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.

એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ

એફએન્ડઓ પ્રતિબંધમાં યથાવત રાખવામાં આવ્યા સ્ટૉક: અંબુજા સિમેન્ટ્સ, કેયન્સ ટેક્નોલોજી ઈન્ડિયા, સેલ

એફએન્ડઓ પ્રતિબંધથી હટાવામાં આવ્યો આ સ્ટૉક: નીલ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 22, 2026 9:04 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.