GIFT નિફ્ટી 23,140 ના લોઅર સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળી શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 28 સપ્ટેમ્બરના નેગેટિવની સાથે ખુલવાની સંભાવના છે. શુક્રવારે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા હતા અને નિફ્ટી દિવસની ઊંચી સપાટીની નજીક બંધ થઈ હતી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.43 ટકા ઘટીને 73,580.54 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.34 ટકા ઘટીને 23,140.50 ના સ્તર પર બંધ થયા હતા.
કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.
GIFT NIFTY
GIFT નિફ્ટી 23,140 ના લોઅર સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નબળી શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.
નિફ્ટી 50 માટેના મુખ્ય સ્તરો:
પીવટ પોઈન્ટ પર આધારિત સપોર્ટ: 23,162, 23,196 અને 23,250
પીવટ પોઈન્ટ પર આધારિત પ્રતિકાર: 23,054, 23,020 અને 22,966
ગ્લોબલ માર્કેટ
ક્રૂડ અને USમાં બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ. એશિયા પણ નીચે જોવા મળ્યો. ત્યાંજ બૉન્ડ યીલ્ડમાં ઉછાળા છતા શુક્રવારે મજબૂત બંધ થયા અમેરિકાના બજાર. ડૉલર ઇન્ડેક્સ 101 ઉપર જોવા મળી રહ્યો છે.
NBC પર બોલ્યા અબ્બાસ અરાઘચી
US સાથે ભિષણ યુદ્ધ માટે તૈયાર થયા છે. શાંતિની કોઈ પણ તક ગુમાવવા નથી માગતા. આ માટે ડિપ્લોમસીનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. પડકારનો સામનો, વાતચીત બન્ને માટે તૈયાર છે.
યુદ્ધ અંગે અપડેટ
ટ્રમ્પે ઈરાનનો સ્ટ્રેટ ફરી ખોલવાનો પ્રસ્તાવ નકાર્યો. 7 દિવસમાં સ્ટ્રેટ ખોલવાનો પ્રસ્તાવ આપ્યો હતો. US શરતો માને તો સ્ટ્રેટ ખોલવાની વાત કરી હતી. વોલ સ્ટ્રીટ જનરલનો મોટો દાવો છે. ઈરાન પર નવેમ્બર મિડટર્મ ચૂંટણી બાદ હુમલો શરૂ થશે. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે આ સપ્તાહે વાતચીત શરૂ થશે. US ઓટોનોમસ સબમરીન પકડવાનો IRGCનો દાવો કર્યો.
ક્રૂડ અંગે અપડેટ
Kplerનું કહેવુ છે કે સાઉદીનું ક્રૂડ એકસ્પોર્ટ સામાન્ય સ્તરે પહોંચ્યું. ઓગસ્ટના 3.41 mbpd સામે સપ્ટેમ્બરમાં 6.04 mbpd. ઓગસ્ટની સરખાણીએ સપ્ટેમ્બરમાં 80%નો વધારો થયો. સાઉદીએ US સૈન્યએ બનાવેલા રૂટનો ઉપયોગ કર્યો. રૂટ ઓમાનના કિનારેથી સ્ટ્રટ ઓફ હોર્મુઝ થઈને જાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી એક્સપોર્ટ 13.2 mbpd પર પહોંચ્યું. ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર ઓછા વોલ્યુમમાં કામ શરૂ કર્યુ.
ટ્રમ્પ-શી બેઠકની મોટી વાતો
US-ચીને સ્ટ્રટ ઓફ હોર્મુઝમાં ટોલનો વિરોધ કર્યો. ઈરાનને ટોલ લગાવવાની મંજૂરી નહીં અપાય. $30 બિલિયનના નોન સેન્સેન્ટિવ સામાન પર રાહત છે. બન્ને દેશોએ રેસિપ્રોકલ ટેરિફ ઘટાવવા સહમતિ બનાવી. ચીન 2027-2028માં USથી કોલસો ખરીદશે. દર વર્ષે 10 મિલિયન ટન કોલસો ખરીદશે. ચીનની રિલિઝમાં કોલસાનો ઉલ્લેખ નથી.
એશિયાઈ બજાર
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 56.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.12 ટકાના ઘટાડાની સાથે 66,286 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.49 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર સપાટ કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.65 ટકાના વધારાની સાથે 24,666 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.43 ટકા તૂટીને 6,908.82 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 64.75 અંક એટલે કે 1.67 ટકા લપસીને 3,823.62 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
યુએસ બોન્ડ યિલ્ડ
સોમવારે શરૂઆતના કારોબારમાં 10-વર્ષીય અને 2-વર્ષીય ટ્રેઝરી બોન્ડ્સની યીલ્ડ (વળતર)માં લગભગ 4 બેઝિસ પોઈન્ટ્સનો વધારો જોવા મળ્યો હતો, જેનાથી તે અનુક્રમે 5.19% અને 4.89% પર પહોંચી.
ડૉલર
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ફરી ખોલવા અંગેના કરારની આશાઓ વચ્ચે, શરૂઆતના કારોબારમાં 'ગ્રુપ-ઓફ-10' (G-10) દેશોના મોટાભાગના ચલણો સામે ડોલર મર્યાદિત દાયરામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ટ્રેડર્સ આ અઠવાડિયે ફેડરલ રિઝર્વ દ્વારા ફુગાવાના માપદંડ તરીકે પસંદ કરાયેલા આંકડા અને રોજગારીના ડેટા પર પણ નજર રાખી રહ્યા છે.
FII અને DII આંકડા
25 સપ્ટેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 3,696 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 2,838 કરોડ રૂપિયાની ખરીદારી કરી.
F&O બેનમાં આવનારા શેર
F&O સેગમેંટના અંતર્ગત પ્રતિબંધિત પ્રતિભૂતિયોમાં કંપનીઓ સામેલ હોય છે, જેના ડેરિવેટિવ અનુબંધ માર્કેટ વાઈડ પોજીશન લિમિટના 95 ટકાથી વધારે થઈ જાય છે.
એફએન્ડઓ પ્રતિબંધમાં નવા સામેલ કરવામાં આવ્યા સ્ટૉક: નીલ