Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર | Moneycontrol Gujarati
Get App

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

07 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 497.21 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 700.28 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

અપડેટેડ 09:11:48 AM Nov 08, 2023 પર
Story continues below Advertisement
આજે ગિફ્ટ નિફ્ટી 14.5 અંક ઘટાડાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે નબળાઈના સંકેત આપી રહ્યા છે.

Stock Market Today: બેંચમાર્ક સેંસેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 08 નવેમ્બરના મામૂલી ઘટાડાની સાથે ખુલવાની સંભાવના દેખાય રહી છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 14.5 અંકોની નબળાઈની સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો 07 નવેમ્બરના કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 16 અંક ઘટીને 64,942 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈંડેક્સ 5 અંક તૂટીને 19,407 પર બંધ થયા હતા. તેને ડેલી ચાર્ટ પર લોંગ લોઅર શેડોની સાથે એક બુલિશ કેંડલસ્ટિક પેટર્ન બનાવી હતી.

પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 19,350 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 19,328 અને 19,292 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 19,422 પર તત્કાલ રજિસ્ટેંસ દેખાય રહ્યુ છે, ત્યારબાદ 19,445 અને 19,481 પર આવનાર રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.


GIFT NIFTY

આજે ગિફ્ટ નિફ્ટી 14.5 અંક ઘટાડાની સાથે બ્રૉડર ઈંડેક્સોમાં માટે નબળાઈના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી વાયદા 19,490 અંકના ઉચ્ચતમ સ્તર બનાવાની બાદ 19,481 ના સ્તર પર દેખાય રહ્યા છે.

 

ગ્લોબલ બજારથી સંકેત

ગ્લોબલ માર્કેટથી સુસ્ત સંકેતો દેખાય રહ્યા છે. એશિયા અને GIFT NIFTYમાં ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે. અમેરિકી ફ્યૂચર્સ પર મામુલી દબાણ, જોકે ગઈકાલે સતત 7માં દિવસેઅમેરિકી બજાર તેજી સાથે બંધ રહ્યા. જ્યાં ડાઓમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ રહ્યું, તો નાસ્ડેક અને S&P 500માં પણ સારી તેજી જોવા મળી, સૌથી વધારે નાસ્ડેકમાં અડધા ટકાથી વધુની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. જોકે હાલ US ફ્યુચર્સમાં નરમાશ દેખાઈ રહી છે. પણ ઓવરઓલ US માર્કેટ પોઝિટીવ નોટ સાથે બંધ થયા હતા.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 28 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.18 ટકા મજબૂતીની સાથે 32,329.39 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 1.31 ટકાનો ઘટાડો દેખાય રહી છે. તાઈવાનના બજાર 0.38 ટકા વધીને 16,749.12 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.02 ટકાની મામૂલી મજબૂતીની સાથે 17,673.50 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.25 ટકાની તૂટીને 2,437.76 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 2.23 અંક એટલે કે 0.07 ટકા લપસીને 3,055.04 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ક્રૂડમાં દબાણ

ચીનના નબળા આર્થિક આંકડાઓથી ક્રૂડમાં તેજ ઘટાડો જોવાને મળી રહ્યો છે. ક્રૂડ 4 મહીનાના નિચલા સ્તરો પર પહોંચ્યા છે જ્યારે ગઈકાલે કાચુ તેલ 4 ટકાથી વધારે ઘટ્યુ હતુ. જ્યારે બ્રેંટના ભાવ 82 ડૉલરની નીચે લપસ્યા છે જ્યારે WTI ના ભાવ 77 ડૉલરની નીચે લપસ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ઈન્વેંટરી વધવાથી કાચા તેલના ભાવ ઘટ્યા છે. ચીનના નબળા આંકડાઓનું દબામ બન્યુ છે. જ્યારે ચીનના એક્સપોર્ટ 6 મહીનાથી ઘટી રહ્યા છે. બજારની ચીનમાં માંગ ઘટવાની આશંકા છે.

FII અને DII આંકડા

07 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 497.21 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 700.28 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

NSE પર F&O બેનમાં આવનારા શેર

08 નવેમ્બરના NSE પર જીએનએફસીએ પોતાને એફએન્ડઓ પ્રતિબંધ યાદીમાં જોડ્યો છે. તમને જણાવી દઈએ કે F&O સેગમેંટમાં સામેલ સ્ટૉકને તે સ્થિતિમાં બેન કેટેગરીમાં નાખી દેવામાં આવ્યા છે, જેમાં સિક્યોરિટીઝની પોજીશન તેની માર્કેટ વાઈડ પોજીશન લિમિટથી વધારે થઈ જાય છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 08, 2023 9:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.