Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:52:37 AM Nov 29, 2023 પર
Story continues below Advertisement
stock in news: સૂત્રો દ્વારા ઝોમેટોમાં આજે બ્લોક ડીલ થઈ શકે. Alipay 29.6 કરોડ શેર 111.28 રૂપિયા પ્રતિશેરના ભાવે હિસ્સો વેચી શકે છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ASTER DM

    Fajr Capital અને એસ્ટર DMના પ્રમોટરને ગલ્ફ બિઝનેસ વેચશે. $1.01 બિલિયનમાં ગલ્ફ બિઝનેસ વેચશે. ખરીદી કરનારી સંસ્થા આલ્ફા GCCમાં Fajrના 65% હિસ્સો ખરીદશે. એસ્ટરના પ્રમોટરનો આલ્ફા GCCમાં 35% હિસ્સો ખરીદશે. Q4FY24 સુધીમાં આ વેચાણ પૂર્ણ થવાની આશા છે.


    Zomato

    સૂત્રો દ્વારા ઝોમેટોમાં આજે બ્લોક ડીલ થઈ શકે. Alipay 29.6 કરોડ શેર 111.28 રૂપિયા પ્રતિશેરના ભાવે હિસ્સો વેચી શકે છે. Alipay ઝોમેટોમાં 3.4% હિસ્સો વેચી શકે છે. બ્લોક ડીલ દ્વારા Alipay 3290 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે.

    Canara Bank

    કેનબેન્ક ફેક્ટર્સમાં 70% હિસ્સો વેચવા RBIએ મંજૂરી આપી. કેનબેન્ક ફેક્ટર્સ બેન્કની અનલિસ્ટેડ સબ્સિડરી છે.

    PCBL

    એક્વાફાર્મા કેમિકલના અધિગ્રહણને બોર્ડે મંજૂરી આપી. કંપની 3800 કરોડ રૂપિયામાં એક્વાફાર્મા કેમિકલનું અધિગ્રહણ કરશે. વોટર ટ્રિટમેન્ટ તેમ જ ઓઈલ & ગેસ કેમિકલ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. પોતાની પાસે તેમ જ બહારથી લોન લઈને અધિગ્રહણ કરશે.

    BHEL

    જૈતપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે Electricité De France સાથે ભાગીદારી કરી. પ્લાન્ટના વિસ્તરણની શક્યતાઓ તપાસવા માટે ભાગીદારી કરી. Electricité De France ફ્રાંસ સરકારની કંપની છે. Electricité De France વિશ્વની સૌથી મોટી ન્યુક્લિયર ઓપરેટર કંપની છે. યુરોપના પ્રેશરાઈઝ્ડ રિએક્ટર્સની શક્યતાઓ માટે પણ ભાગીદારી કરી.

    Tata Power

    LoA (Letter Of Award)મળ્યો. SJVN અને ટાટા પાવર રિન્યુએબલને 200 MWના ઓર્ડર મળ્યો. એક ખાનગી કંપની માટે પ્લાન્ટ સ્થાપશે. ડિસ્પેચેબલ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કરાર કર્યા. આ પ્લાન્ટથી વાર્ષિક 9 લાખ મેટ્રિક ટન CO2 એમિશન ઘટશે.

    Havells

    કંપનીએ તેની કન્ઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડ ‘Lloyd’ મીડલ ઈસ્ટ માર્કેટમાં લોન્ચ કરી.

    Wipro

    વિપ્રોએ AWS એટલે કે એમેઝોન વેબ સર્વિસ સાથે ભાગીદારી કરી. એમેઝોન સિક્યોરિટી લેક પર આધારીત Continuous Compliance Solution લોન્ચ કર્યું.

    Trident

    અવનીશ બરુઆએ ગઈકાલે કંપનીના CFO પદેથી રાજીનામું આપ્યું.

    Global Market: ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો, એશિયા પર દબાણ, પણ GIFT NIFTYમાં 80 પોઇન્ટ્સની તેજી

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 29, 2023 8:52 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.