Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 09:11:51 AM Oct 10, 2023 પર
Story continues below Advertisement
સ્ટાર હેલ્થને GST ઈન્ટેલિજેન્સ, મુંબઈ તરફથી ટેક્સ ડિમાન્ડની નોટીસ મળી. કુલ 39 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    CONCOR

    વર્ષ દર વર્ષના આધાર પર Q2માં કુલ વોલ્યુમ 7.59% વધ્યુ. વર્ષના આધાર પર Q2માં Exim વોલ્યુમ 3.50% વધ્યુ. વર્ષના ધોરણે Q2માં સ્થાનિક વોલ્યુમ 26.13% વધ્યુ.


    Phoenix Mills

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ કન્ઝમ્પશન 20% વધી 2,637 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના ધોરણે રિટેલ કલેક્શન 23% વધી 638 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ દર વર્ષના આધારે લાઇક-ટુ-લાઇકના આધારે કન્ઝમ્પશન 10% વધ્યુ છે.

    Mazagon Dock

    યુરોપિયન ક્લાયન્ટ સાથે કરાર કર્યા. 7,500DWTના મલ્ટી પર્પસ હાઇબ્રિડ પાવર વેસેલ્સના કન્સ્ટ્રક્શન માટે કરાર કર્યા. 6 ફર્મ અને 4 ઓપ્શનલ યુનિટના કન્સ્ટ્રક્શન માટે કરાર કર્યા.

    G R Infraprojects

    NHPC સાથે JV દિબાંગ પાવર કન્સોર્શિયમે એગ્રીમેન્ટ એક્ઝિક્યુટ કર્યા. 3,637.12 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ NHPC સાથે પૂરો કર્યો. GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ અને પટેલ એન્જિનિયરિંગની JV કંપની દિબાંગ પાવર કન્સોર્શિયમ છે.

    Maruti

    કંપનીએ સુઝુકી મોટર ગુજરાતના હિસ્સા અધિગ્રહણની યોજના આપી. પરિણામે SMG સાથેનો કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનો કરાર રદ્દ કરશે. 8 વર્ષમાં ઉત્પાદન ક્ષમતા બમણી કરવા 1.25 લાખ કરોડ રોકશે. નવા મોડલ લાવશે અને કેપિટલ ખર્ચ પર ફોકસ કરશે. 2030-31માં 4 મિલિયન યુનિટ ઉત્પાદન ક્ષમતાની જરૂર છે. 7-8 વર્ષમાં લગભગ 2 મિલિયન ક્ષમતાનો ઉમેરો કરવો પડશે. સ્થાનિક બજારમાં 3 મિલિયન યુનિટ વેચાણની યોજના છે. નાણાકીય વર્ષ 31 સુધીમાં કંપની મોડલ 17થી વધારી 27-28 કરશે. નાણાકીય વર્ષ 31 સુધીમાં કુલ વેચાણના 15-20% EV વેચવાનો લક્ષ્ય છે.

    Genus Power

    કંપનીને AMISPs માટે 3,115 કરોડ રૂપિયાના 2 ઓર્ડર મળ્યા. AMISPs એટલે કે Advanced Metering Infrastructure Service Providers.

    Dilip Buildcon

    કંપનીએ વોટર રિસોર્સિસ ઝોન, ઉદયપુર સાથે પ્રોજેક્ટ માટે કરાર કર્યો. કુલ 397 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે કરાર કર્યો.

    DR REDDY'S LAB

    ડૉ.રેડ્ડીઝ લેબની સબ્સિડરી અને અન્ય કંપનીઓ વિરૂદ્ધ એન્ટીટ્રસ્ટની ફરિયાદ છે. US કોર્ટમાં Revlimid દવાના વેચાણ સંબંધિત એન્ટીટ્રસ્ટની ફરિયાદ નોંધાવી છે.

    Hero Motocorp

    ગઈકાલે હિરો મોટોકોર્પ વિરુદ્ધ છેતરપીંડિની ફરિયાદના સમાચાર આવ્યા હતા. આ અંગે હિરો મોટો કોર્પે સ્પષટતા આપી. જૂના કેસમાં દિલ્હી પોલીસે FIR દાખલ કરી છે તેમાં અધિકારીનું નામ નથી. 2009-10ના કિસ્સામાં બ્રેઈન્સ લોજીસ્ટિક્સ મામલે FIR થઈ છે. 2013માં હિરોમોટો કોર્પે પણ બ્રેઈન્સ લોજીસ્ટિક્સ વિરુદ્ધ FIR દાખલ કરી છે. હાલ આ મામલો કોર્ટમાં છે.

    Star Health

    સ્ટાર હેલ્થને GST ઈન્ટેલિજેન્સ, મુંબઈ તરફથી ટેક્સ ડિમાન્ડની નોટીસ મળી. કુલ 39 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 10, 2023 9:11 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.