Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:59:36 AM Oct 20, 2023 પર
Story continues below Advertisement
વોલ્ટાસને બોર્ડથી NCDs ના દ્વારા 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી મળી છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    HUL

    એચયુએલના 2 ટકા વૉલ્યૂમ ગ્રોથથી નિરાશા થઈ. બીજા ક્વાર્ટરમાં નફો અને આવક પણ ફ્લેટ રહી. જો કે માર્જિન અને એબિટડા અનુમાનથી સારા રહ્યા. કંપનીની આગળ પણ ધીમી રૂરલ રિકવરીની કમેંટ્રી કરી.


    ITC

    બીજા ક્વાર્ટરમાં ITC ના પરિણામ અનુમાન પર ખરા ઉતર્યા. નફો 10 ટકાથી વધારે વધ્યો છે જ્યારે માર્જિનમાં પણ મામૂલી સુધાર જોવાને મળ્યો છે. સિગરેટ વૉલ્યૂમ પણ ઉમ્મીદથી સારા 6 થી 7 ટકા રહ્યા.

    Voltas

    બોર્ડથી NCDs ના દ્વારા 500 કરોડ રૂપિયા એકઠા કરવાની મંજૂરી મળી છે.

    Havells

    કેબલ અને વાયરમાં સિંગલ ડિઝિટ ગ્રોથ રહી છે. LIyod ની આવક ગ્રોથ અનુમાનથી સારી રહી. સ્વિચગિયર સેગમેંટમાં 9 ટકાનો ગ્રોથ રહ્યો. કેબલ સેગમેંટમાં 8 ટકા નો ગ્રોથ રહ્યો. ઈંફ્રા પ્રોજેક્ટમાં તેજીથી પાવર કેબલમાં ગ્રોથ રહી. લાઈટિંગ કારોબારમાં ફ્લેટ ગ્રોથ રહ્યો. ઈલેક્ટ્રિક કંઝ્યુમર ડ્યૂરેબલમાં 5 ટકાનું દબાણ રહ્યુ. LIyod કંઝ્યૂમરમાં 19 ટકાનો વધારો રહ્યો.

    United Breweries

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 19.8 ટકા ઘટીને 134.2 કરોડ રૂપિયાના મુકાબલે 107.6 કરોડ રૂપિયા પર રહ્યા. વૉલ્યૂમ ગ્રોથ અનુમાનના મુજબ 7 ટકા રહ્યો જ્યારે પ્રીમિયમ સેગમેંટ વૉલ્યૂમ ગ્રોથ 10 ટકા રહ્યો. કંપનીની આવકમાં 14.2 ટકાનો વધારો જોવાને મળ્યો.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

     

    Aarti Drugs

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 2.1% વધીને 38.8 કરોડ રૂપિયાના મુકાબલે 39.6 કરોડ રૂપિયા પર રહ્યા. જ્યારે રેવેન્યૂ ગત વર્ષ 687.7 કરોડ રૂપિયાથી ઘટીને 641.5 કરોડ રૂપિયા પર રહી છે. એબિટડા 2.8% ના વધારાની સાથે 76.4 કરોડ રૂપિયા પર રહ્યા જ્યારે એબિટડા માર્જિન 11.9% પર રહ્યા.

    Zomato

    ઝોમેટોમાં આજે મોટી બ્લોક ડીલ શક્ય છે. SVF 9.3 કરોડ શેર્સ આજે વેચી શકે છે. SVF 1.1% હિસ્સો 1020Cr માં વેચી શકે છે. CMPના 2% ડિસ્કાઉન્ટ પર ડીલ થવાની સંભાવના છે.

    Natco

    US FDAએ કોથુર પ્લાન્ટમાં તપાસ પૂરી કરી છે. 8 અવલોકન તપાસમાં આપ્યા. 9 થી 18 ઓક્ટોબર પ્લાનમાં તપાસ થઇ હતી.

    INDOCO Remedies

    કંપનીના ગોવા પ્લાન્ટમાં 4 અવલોકનો મળ્યા. પ્રી અપ્રુવલ તપાસ હાથ ધરવામાં આવી હતી. 12 થી 18 ઓક્ટોબર દરમિયાન તપાસ થઇ હતી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 20, 2023 10:58 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.