Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - Stocks in News: It's the beginning of the week, in which stocks there will be movement | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 08:59:56 AM Mar 27, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Sun Pharma -

    સાઈબર અટેકની જવાબદારી રેન્સમવેર ગ્રુપે લીધી છે. સન ફાર્માએ કહ્યું સાયબર હુમલામાં અંગત ડેટા ચોરાયા. IT સિસ્ટમ અટેકને કારણે બિઝનેસ ઓપરેશન પર અસર થશે.


    Zydus Life -

    US FDA પાસેથી અમદાવાદ યુનિટને 3 અવલોકનો મળ્યા. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ SEZ-1 માં તપાસ હાથ ધરાઈ હતી. ડેટા ઇન્ટિગ્રિટી માટે કલીન ચીટ મળી. 20-24 માર્ચ વચ્ચે US FDAએ તપાસ હાથ ધરી હતી. US FDA પાસેથી DOXEPIN HYDROCHLORIDE (ડોક્સપિન હાઇડ્રોક્લોરાઇડ) દવા માટે મંજૂરી મળી. US FDA પાસેથી AMITIZAના જેનેરિક માટે મંજૂરી મળી.

    Lupin -

    UK MHRA પાસેથી પીથમપુર યુનિટને ક્લીન ચીટ મળી. UK MHRA એટલે કે UK Medicines and Healthcare products Regulatory Agency. 20-24 માર્ચ વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

    Morepen -

    US FDA દ્વારા બદ્દી યુનિટને ક્લીન ચીટ મળી. US FDA દ્વારા 24 માર્ચ તપાસ હાથ ધરાઈ હતી. API મેન્યુફેક્ચરિંગ યુનિટ બદ્દી પ્લાન્ટ છે.

    Alembic Pharma -

    US FDA પાસેથી કરખાડી યુનિટ F-3ને 2 અવલોકનો મળ્યા. કરખાડીમાં Injectable અને Ophthalmicનો પ્લાન્ટ છે. 16-24 માર્ચે વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી.

    Dalmia Bharat -

    સબ્સિડરી DCBL એ ઇક્વિટી શેરને વેચવા કરાર કર્યો. DCBL એટલે કે Dalmia Cement Bharat Limited. કુલ 1,87,23,743 ઇક્વિટી શેરને 10/Sh વેચવા માટે કરાર કર્યો. અસોસિએટ કંપની DBRLની શેર મૂડીના 42.36% હિસ્સો વેચશે. DBRL એટલ કે Dalmia Bharat Refractories Limited. કંપની કુલ ₹800 કરોડનો હિસ્સો સર્વપ્રિયા હેલ્થકેર સોલ્યુશન્સને વેચશે.

    Crompton & Butterfly -

    ક્રોમ્પટન કન્ઝ્યુમર અને બટરફ્લાય ગાંધીમઠી વચ્ચે મર્જરને મંજૂરી. 5 બટરફ્લાયના શેર્સ પર ક્રોમ્પટન કન્ઝ્યુમરના 22 શેર્સ મળશે. મર્જર બાદ બટરફ્લાયના પબ્લિક શેરહોલ્ડર કંપનીમાં 3% હિસ્સો ધરાવશે.

    IRB Infra -

    IRB વેસ્ટકોસ્ટ ટોલવે દ્વારા ગોવા/કર્ણાટક બોર્ડરથી કુંદાપુર BOT પ્રોજેક્ટ અમલમાં મૂકાયો. SPV દ્વારા સર્ટીફિકેટ -3 સક્ષમ અધિકારીથી પ્રોવિઝનલ જારી કરવામાં આવ્યું. SPV એ IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ -પ્રાઈવેટ InvIT નો ભાગ છે. પ્રોજેક્ટની 9.93 km ની વધારાની લંબાઈ માટે પ્રોવિઝનલ જારી કરવામાં આવ્યું. પ્રોજેક્ટ હાઇવેનો 170.98km નો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.

    Paytm -

    RBI Paytm પેમેન્ટ સર્વિસિસને PA લાઈસન્સની અરજી ફરી કરવા સમય આપ્યો. RBIએ પેમેન્ટ સર્વિસ ચાલુ રાખવા માટે મંજૂરી આપી. One97 કમ્યુનિકેશને પહેલા કરેલા રોકાણ અંગેની મંજૂરીની RBI રાહ જુએ છે.

    Zydus Wellness -

    24 માચે ર્પ્રમોટરે 0.81% હિસ્સો ખરીદ્યો છે.

    Greenlam Ind -

    હાઇડ્રા ટ્રેડિંગ ફંડે કંપનીમાં 21 માર્ચે 2.63% હિસ્સો ખરીદ્યો છે.

    Bharat Electronics -

    ભારતીય સૈન્ય અને નૌકાદળ પાસેથી ₹4,300 કરોડનો ઓર્ડર મળ્યો છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Mar 27, 2023 8:59 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.