Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ - Stocks in News: It's the beginning of the week, in which stocks there will be movement | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:01:16 AM Jun 05, 2023 પર
Story continues below Advertisement
PVR INOX નવી સ્ક્રીન લોન્ચ કરી. PVR INOX એ બેંગાલુરુમાં એક નવું 7-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ લોન્ચ કર્યું.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    ક્રૂડના ભાવમાં વધારો -

    ક્રૂડનું ઉત્પાદન સાઉદી અરબ ઘટાડશે. સાઉદી 10 લાખ બેરલપ્રતિ દિવસનો કાપ મૂકશે.


    bharat forge/gna -

    વર્ષ દર વર્ષના આધાર પર નોર્થ અમેરિકામાં ક્લાસ-8 ટ્રકનું વેચાણ 10% વધ્યું. વર્ષના આધા પર ક્લાસ-8 ટ્રકનું વેચાણ 10% વધીને 15,500 યુનિટ થયું.

    Lupin -

    USમાં Darunavir દવા લોન્ચ કરી. HIVની સારવાર માટે Darunavir દવાનો ઉપયોગ કર્યો. USમાં દવાનું વાર્ષિક વેચાણ $308 મિલિયનનું થાય છે.

    Zydus Life -

    US FDAએ અમદાવાદ SEZમાં યુનિટને ક્લીન ચીટ આપી. કંપની આ પ્લાન્ટમાં પ્રાણીઓ માટેની દવા બનાવે છે. US FDA દ્વારા 30 મેથી 2 જૂન વચ્ચે તપાસ હાથ ધરાઈ.

    દવા પર પ્રતિબંધ

    સરકારે તાત્કાલિક અસરથી 14 ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રિતબંધ મૂક્યો. સરકારે શરદી ખાંસીની દવાઓ અને codeine ધરાવતી કફ શિરપ બંધ કરી. મેનકાઈન્ડ ફાર્મા પર અસર પડી. Codistar, Tedykoff પણ પ્રતિબંધમાં સામેલ થશે. Codistarનો 25%નો માર્કેટ શેર, ₹140 કરોડનું વેચાણ. ગ્લેનમાર્ક ફાર્મા પર અસર પડી. Ascoril C પણ આ લિસ્ટમાં આવી શકે. આ દવાનું વાર્ષિક વેચાણ ₹19-20 કરોડ હતુ. Abbott પર અસર પડી. ઘણી બધી બ્રાન્ડ પર આ નિર્ણયની અસર આવી શકે.

    INDOCO REMEDIES -

    INDOCO REMEDIESને US FDA થી મોટો ઝટકો મળ્યો છે. ગોવા પ્લાન્ટ-2ને US FDA તરફથી 4 અવલોકન મળ્યા. 20-28 ફેબ્રુઆરીની વચ્ચે ગોવા પ્લાન્ટ-2ની તપાસ થઈ હતી.

    Hero MotoCorp -

    Hero MotoCorp એ નવી મોટરસાઈકલ લોન્ચ કરી. નવી મોટરસાઈકલ 100cc HF Deluxe લોન્ચ કરી. HF Deluxe કીક વેરિઅન્ટ શો-રૂમમાં કિંમત ₹60760 છે. સેલ્ફ-વેરિઅન્ટ શો-રૂમમાં કિંમત ₹66,408 છે.

    BAJAJ FINANCE -

    પેમેન્ટ કારોબાર અંગે બજાજ ફાઈનાન્સની સ્પષ્ટતા. પેમેન્ટ કારોબાર માટે અલગ કંપની નહીં બનાવશે. પેમેન્ટ કારોબારમાં કંપની સતત રોકાણ કરતી રહેશે. ગ્રાહકો અને મર્ચન્ટને પેમેન્ટના ઘણાં ઓપ્શન મળશે. પેમેન્ટ કારોબાર કંપનીનો જ ભાગ રહેશે. મિડિયામાં પેમેન્ટ કારોબારના ડિમર્જરના સમાચાર આવ્યા હતા..

    PVR INOX -

    PVR INOX નવી સ્ક્રીન લોન્ચ કરી. PVR INOX એ બેંગાલુરુમાં એક નવું 7-સ્ક્રીન મલ્ટિપ્લેક્સ લોન્ચ કર્યું. બેંગલુરુમાં છઠ્ઠું 4DX ફોર્મેટ લોન્ચ કર્યું. કર્ણાટકમાં 34 પ્રોપર્ટીમાં 189 સ્ક્રીન્સ છે. દક્ષિણ ભારતમાં 95 પ્રોપર્ટીમાં 530 સ્ક્રીન છે.

    Lemon Tree Hotel -

    આગ્રા અને ભોપાલમાં 2 હોટલ લોન્ચ કરી. હોટલમાં 100થી વધુ રૂમની સુવિધા છે.

    Tata Group -

    ટાટા ગ્રુપ નવો પ્લાન્ટ લગાવશે. સાણંદમાં ટાટા ગ્રુપ લિથિયમ આયર્ન સેલનો પ્લાન્ટ લગાવશે. ટાટા ગ્રુપની સબ્સિડીરી AGRATAS ENERGYએ સરકાર સાથે કરાર કર્યા. પ્લાન્ટ માટે ટાટા ગ્રુપ ₹13,000 કરોડનું રોકાણ કરશે. આ પ્લાન્ટની શરૂઆતની ક્ષણતા 20 GWની હશે જેને ભવિષ્યમાં વધારાશે. આ પ્લાન્ટ 3 વર્ષની અંદર શરૂ કરવાની યોજના છે.

    Stock Market Today: બજાર પર આજે આ સમાચારને દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 05, 2023 9:52 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.