Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ગ્રાસિમ કંપની રાઈટ્સ ઈશ્યુ દ્વારા 3,999.80 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપની 1,812 રૂપિયા પ્રતિશેર પર 2.2 કરોડ શેર્સ ઈશ્યુ કરશે. કંપની 179 શેર પર 6 રાઈટ્સ શેર ઈશ્યુ કરશે. 10 જાન્યુઆરી રેકોર્ડ ડેટ, 17-29 જાન્યુઆરી ઈશ્યુ ઓપન થશે.

અપડેટેડ 09:13:49 AM Jan 05, 2024 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    L&T Finance

    વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ ડિસ્બર્સમેન્ટ 25% વધી લગભગ 14,500 કરોડ રૂપિયા પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર રિટેલ લોન બુક 31% વધી લગભગ 74,750 કરોડ રૂપિયા પર રહી છે. રિયલાઇઝેશન 64%થી વધી લગભગ 91% પર રહ્યા.


    RBL BANK

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપૉઝિટ 81,746 કરોડ રૂપિયાથી 13% વધી 92,743 કરોડ રૂપિયા પહોંચી. રિટેલ LCR ડિપૉઝિટ 35,380 કરોડ રૂપિયાથી 16% વધી 41,209 કરોડ રૂપિયા પહોંચી. જ્યારે વર્ષના આધાર પર CASA રેશિયો 36.6%થી ઘટી 33.8% રહ્યો. તો વર્ષના આધાર પર ગ્રોસ એડવાન્સ 68,363 કરોડ રૂપિયાથી 20% વધી 81,870 કરોડ રૂપિયા પહોંચ્યો.

    DABUR

    Q3માં ત્રિમાસિક ધોરણે માગમાં વધારો જોવા મળ્યો. શહેરી ગ્રોથની સરખામણીએ ગ્રામિણ ગ્રોથ ધીમો પડ્યો છે. Q3FY24માં કંસો આવક મિડથી હાઈ સિંગલ ડિજિટ રહેવાની અપેક્ષા છે. સ્થાનિક કારોબાર, F&B સેગમેન્ટથી હાઈ-સિંગલ ડિજિટ ગ્રોથ શક્ય છે. HPC સેગમેન્ટમાં મિડ-સિંગલ ડિજિટ ગ્રોથનું અનુમાન છે. ઈન્ટરનેશનલ કારોબારમાં ડબલ ડિજિટ CC ગ્રોથ શક્ય છે. મિડિલ-ઈસ્ટ,નૉર્થ અમેરિકામાં સારા ગ્રોથની અપેક્ષા છે. કન્ઝ્મ્પશનમાં રિકવરીથી વૉલ્યુમમાં સુધારાની અપેક્ષા છે. મોંઘવારી અને ખર્ચમાં ઘટાડાને કારણે ગ્રોસ માર્જિન વધશે. આવકની સરખામણીએ ઓપરેટિંગ પ્રોફિટમાં સુધારાની અપેક્ષા છે.

    Utkarsh SFB

    વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપૉઝિટ 17.6%વધી 15,111 કરોડ રૂપિયા પહોંચી. તો વર્ષના આધાર પર ગ્રોસ લોન પોર્ટફોલિયો 30.8% વધી 16,408 કરોડ રૂપિયા પહોંચ્યો. વર્ષના આધાર પર CASA ડિપૉઝિટ 11.6% વધી 3,016 કરોડ રૂપિયા પહોંચ્યો. CASA Ration 21% થી ઘટી 20% રહ્યો. બેન્કના માઇક્રો બેન્કિંગ લોન પોર્ટફોલિયો માટે કલેક્શન એફિસ્યન્સી 96.3% પર રહ્યા. 31 ડિસેમ્બર સુધી પ્રોવિઝનલ લિક્વિડિટી કવરેજ રેશિયો 195% હતો.

    Sobha

    વર્ષ દર વર્ષા આધાર પર કુલ સેલ્સ વેલ્યુ 1,424.7 કરોડ રૂપિયાથી વધી 1,951.6 કરોડ રૂપિયા પર રહી. સરેરાશ પ્રાઈસ રિયલાઈઝેશન `9,653/Sftથી વધી 11,732 રૂપિયા/Sft પર રહ્યા.

    LUPIN

    US FDA પાસેથી Dapagliflozin & Saxagliptin દવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી. ડાયાબિટીસની સારવાર માટે દવાનો ઉપયોગ છે. ભારતમાં પીથમપુર યુનિટમાં દવાનું ઉત્પાદન કંપની કરશે.

    Power Finance Corp

    નાણાકીય વર્ષ 24 માટે માર્કેટ ધિરાણની યોજના 80,000 કરોડ રૂપિયાથી વધારી 1.05 લાખ કરોડ કરી.

    GRASIM

    ગ્રાસિમ કંપની રાઈટ્સ ઈશ્યુ દ્વારા 3,999.80 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપની 1,812 રૂપિયા પ્રતિશેર પર 2.2 કરોડ શેર્સ ઈશ્યુ કરશે. કંપની 179 શેર પર 6 રાઈટ્સ શેર ઈશ્યુ કરશે. 10 જાન્યુઆરી રેકોર્ડ ડેટ, 17-29 જાન્યુઆરી ઈશ્યુ ઓપન થશે.

    BAJAJ AUTO

    કંપની નવા ચેતક વેરિએન્ટ્સ લોન્ચ કર્યા. ધ ચેતક પ્રીમિયમ 2024 અને ચેતક અર્બન 2024 લોન્ચ કરી.

    SYRMA SGS

    SYRMA SGS કંપનીએ સિરમા મોબિલિટી નામથી સબ્સિડરીનું ગઠન કર્યું

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 05, 2024 9:13 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.