Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 11:39:45 AM Oct 27, 2023 પર
Story continues below Advertisement
US FDA પાસેથી ન્યુયોર્ક યુનિટને GMP મળ્યુ. 16-25 ઓક્ટબર વચ્ચે યુનિટમાં તપાસ હાથ ધરાઈ હતી.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Colgate

    બીજા ક્વાર્ટરમાં કોલગેટના પરિણામ મિશ્ર રહ્યા. ઉમ્મીદથી સારા 22% વધ્યા છે. આવક અનુમાનથી મામૂલી ઓછી રહી, પરંતુ માર્જિનમાં 3% થી વધારેનો વધારો દેખાયો. જ્યારે અનુમાનથી Dixon Tech ના ક્વાર્ટર પરિણામ સારા રહ્યા. રેવેન્યૂ 28% તો નફો 47% વધ્યો છે. માર્જિનમાં પણ સુધારો દેખાયો.


    Dixon Tech

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 47.1% વધીને 113.4 કરોડ રૂપિયા પર રહ્યા છે. વધારે ટેક્સથી નફો અનુમાનથી ઓછો રહ્યો. મોબાઈલ અને હોમ એપ્લાંયસિઝ સેગમેંટથી આવકને સપોર્ટ મળ્યો છે. Q2 માં લાઈટિંગ સેગમેંટ દબાણ રહ્યુ. રિયલાઈઝેશન ઘટવા અને કંપીટિશન વધવાથી લાઈટિંગ પર દબાણ રહ્યુ. મોબાઈલ સેગમેંટની આવક 77%, માર્જિન 0.60% વધ્યુ છે.

    Vodafone Idea

    વોડાફોન આઈડિયાના કંસૉલિડેટેડ નેટ લૉસ વધીને 8737.9 કરોડ રૂપિયા થઈ ગયો. એક વર્ષ પહેલા આ સમયમાં કંપનીના નેટ લૉસ 7,595.5 કરોડ રૂપિયા હતો. સંબંધિત સમયમાં કંપનીના કંસૉલિટેડેટ આવકમાં મામૂલી વધારો થયો. આ દરમિયાન કંપનીની આવક 10716.3 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે છેલ્લા વર્ષના આ સમય એટલે કે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં કંપનીના રેવેન્યૂ 10,655.5 કરોડ રૂપિયા હતો.

    NLC India

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 1084.7 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ઘટી છે. કંપની આવક 14.7% ઘટીને 2988.5 કરોડ રૂપિયા રહી છે. તો વર્ષના આધાર પર કંપનીના એબિટડા ઘટીને 834.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર કંપનીના એબિટડા માર્જિન 33.8% થી ઘટીને 28% થયુ છે.

    RailTel Corp

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 68.2 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વધી છે. કંપની આવક 39.8% વધીને 599.2 કરોડ રૂપિયા રહી છે. તો વર્ષના આધાર પર કંપનીના એબિટડા ઘટીને 115.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર કંપનીના એબિટડા માર્જિન 23.4% થી ઘટીને 19.2% થયુ છે.

    Venus Pipes

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 20.2 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપની આવક 51.3% વધીને 191.3 કરોડ રૂપિયા રહી છે. તો વર્ષના આધાર પર કંપનીના એબિટડા વધીને 34.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર કંપનીના એબિટડા માર્જિન 11.95% થી વધીને 18.10% થયુ છે.

    Laxmi Organic

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધીને 10.7 કરોડ રૂપિયા પર રહ્યા છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં કંપની આવક મામૂલી વધીને 652.3 કરોડ રૂપિયા રહી છે. તો વર્ષના આધાર પર કંપનીના એબિટડા વધીને 38.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર કંપનીના એબિટડા માર્જિન 4.4% થી વધીને 6% થયુ છે.

    Prataap snacks

    પેકેજ્ડ ફૂડ ઈન્ડસ્ટ્રીએ સરકાર પાસે GST દરો અંગે સ્પષ્ટતા માગી. ફરસાણ અને સૂકો નાસ્તો બનાવતી કંપનીઓએ સ્પષ્ટતા માગી. DGGI દ્વારા નોટિસનો મારો થતાં ઈન્ડસ્ટ્રીએ તાત્કાલિક સ્પષ્ટતા માગી. DGGIએ કંપનીઓને નોટિસ મોકલી 18%ના GSTની માગણી કરી છે. ઈન્ડસ્ટ્રીના મત મુજબ HSN કોડ 2106 મુજબ ફરસાણ અને અન્ય નાસ્તા પર 12% લાગવો જોઈએ. કાચા અને તળ્યા વિનાના નાસ્તા પર 5% GST લાગવો જોઈએ.

    LT FOODS/KRBL

    બાસમતી ચોખાની નિકાસની ફ્લોર પ્રાઈસ $1,200થી ઘટાડી $950/ટન કરી.

    CIPLA

    US FDA પાસેથી ન્યુયોર્ક યુનિટને GMP મળ્યુ. 16-25 ઓક્ટબર વચ્ચે યુનિટમાં તપાસ હાથ ધરાઈ હતી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 27, 2023 11:39 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.