Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 10:54:08 AM Jun 16, 2023 પર
Story continues below Advertisement
TVS મોટરે એમેરાલ્ડ હેવન રિયલ્ટીમાં 43.54% હિસ્સો વેચ્યો. ₹166.8 કરોડમાં હિસ્સો વેચ્યો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    TCS

    અહેવાલ મુજબ અખબારી અહેવાલ મુજબ Transamericaએ TCS સાથેની $2 અબજની ડીલ રદ્દ કરી. Transamerica લાઈફ ઈન્શ્યોરન્સે TCSને પસંદ કર્યાના 5 વર્ષ બાદ ડીલ રદ્દ કરી. ડચ ઈશ્યોરન્સ કંપની Aegon NVની અમેરિકન સબ્ડિસરી કંપની છે Transamerica. Transamerica TCS જેવી થર્ડ પાર્ટી IT સર્વિસ કંપની પર નિર્ભરતા ઘટાડવા માગે છે. Transamericaએ ટેક્નોલોજીનું કામ જાતે કરવાનું પસંદ કર્યું. 24-30 મહિનામાં કંપની આ ટ્રાન્ઝિસન પૂર્ણ કરશે. TCSએ 10 વર્ષમાંથી 8 વર્ષ આ કોન્ટ્રાક્ટ સંભાળ્યો હતો.


    AXIS BANK

    BAIN કેપિટલે 2.2 Cr શેર્સ બ્લૉક ડીલ દ્વારા વેચ્યા. BAIN કેપિટલે 1.3% હિસ્સામાંથી 0.7% હિસ્સો વેચ્યો. સોસાયટી જનરલ, મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સેસે હિસ્સો ખરીદ્યો. કુવૈત ઇન્વેસ્ટમેન્ટ, ન્યૂ યોર્ક રિટાયરમેન્ટ ફંડ, નોમુરાએ પણ હિસ્સો ખરીદ્યો.

    Torrent Pharma

    Torrent Pharma એ EIR ઈશ્યુ કર્યો. US FDA એ કંપનીના બિલેશ્વરપુરા,ગુજરાત પ્લાન્ટ ખાતે EIR ઈશ્યુ કર્યો. ઓરલ-ઓન્કોલોજી ઉત્પાદનની સુવિધા માટે EIR ઈશ્યુ કર્યો. EIR એટલે કે Establishment Inspection Report થાય. US FDA દ્વારા નિરીક્ષણ સફળતાપૂર્વક પુર્ણ કરવામાં આવ્યુ છે. કંપનીએ 17 માર્ચ, 2023 ના રોજ PAI વિશે માહિતી આપી હતી. PAI એટલે કે Pre Approval Inspection.

    AVIATION STOCKS

    વર્ષના આધારે ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક 15.2% વધીને 1.32 કરોડ થયા. મહીના દર મહીના આધારે INDIGO માર્કેટ શેર 57.5% થી વધીને 61.4% થયા. INDIGO પેસેન્જર લોડ ફેક્ટર 87.4% થી વધીને 91.5% થયા. મહીનાના આધારે SpiceJet માર્કેટ શેર 5.8% થી ઘટીને 5.4% થયા. SpiceJet લોડ ફેક્ટર 92.2% થી વધીને 94.8% થયા. મહીનાના આધારે GO FIRST લોડ ફેક્ટર 91.2% થી વધીને 92.4% થયા. GO FIRST માર્કેટ શેર 6.4% થી વધીને 0.4% થયા. મહીના આધારે VISTARA માર્કેટ શેર 8.7% થી વધીને 9.0% થયા. VISTARA લોડ ફેક્ટર 92.1% થી વધીને 93.2% થયા. મહીનાના આધારે AIR INDIA માર્કેટ શેર 8.6% થી વધીને 9.4% થયા. AIR INDIA લોડ ફેક્ટર 87.9% થી વધીને 90.1% થયા.

    Samvardhana Motherson

    ફ્રાંસની કંપની Cirma Entreprise SAS નું અધિગ્રહણ કરશે. સંવર્ધન મધરસન ઓટોમેટિવ ગ્રુપ BVએ ફ્રાંસની કંપનીનું અધિગ્રહણ કરશે. સંવર્ધન મધરસનની સબ્સિડરી કંપની છે સંવર્ધન મધરસન ઓટોમેટિવ ગ્રુપ છે. લગભગ 65 કરોડ રૂપિયામાં સિર્મા એન્ટરપ્રાઈઝ SAS નું અધિગ્રહણ કરશે. અધિગ્રહણ બાદ મધરસન એરોસ્પેસ OEM સેગમેન્ટની સૌથી મોટી કંપની બની જશે. OEM એટલે કે Original Equipment Manufacturer થાય. કંપની EWIS , શિપબિલ્ડીંગ અને અલોયડ ઈન્ડસ્ટ્રીઝમાં કારોબાર વધારશે. EWIS એટલે કે ઈલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ઈન્ટરકનેક્ટ સિસ્ટમ્સ થાય.

    Ashok Leyland

    આવતા વર્ષ સુધી CV સાઈકલ યથાવત્ રહેવાનો વિશ્વાસ છે. MHCV ઈન્ડસ્ટ્રી 10% અને LCV ઈન્ડસ્ટ્રી 5%ના ગ્રોથ બતાવે તેવી આશા છે. નાણાકીય વર્ષ 23માં 8.1%ના EBITDA માર્જિનના ગાઈડન્સ સામે માર્જિન 14-17%ની વચ્ચે રહ્યા. 2-3 વર્ષમાં કંપનીના એક્સપોર્ટ વોલ્યુમ બમણા થશે. વાહનો સિવાયનો ડિફેન્સનો બિઝનેસ પણ સારો ગ્રોથ બતાવે તેવી આશા છે. ડિફેન્સમાં 3 વર્ષમાં 11 અબજ રૂપિયાની આવકની આશા છે. સબ્સિડરી H2FY23માં હિન્દુસ્તાન લેલેન્ડ ફાઈનાન્સનો IPO લાવશે.

    CEAT

    PV/2 વ્હીલર સેગમેન્ટ અને નિકાસમાં માર્કેટ શેર વધારા પર ફોકસ છે. માર્કેટ શેર વધારાના ફોકસને કારણે ગ્રોથ પણ આવશે. નાણાકીય વર્ષ 23માં 2 વ્હીલરમાં માર્કેટ શેર 28%, આગવું સ્થાન જાળવી રાખવાની આશા છે. PVsમાં કંપનીનો શેર 15%, 3-4 વર્ષમાં 18-20% કરવાનું લક્ષ્ય છે. એક્સપોર્ટથી 25% આવક ઊભી કરવાનો કંપનીનો લક્ષ્ય છે. કેપેક્સનો ખર્ચ વિભાજીત કરશે જેથી 15%થી વધુના ROCE યથાવત્ રહી શકે.

    HCL Tech

    એચસીએલ ટેક એ માઇક્રોસોફ્ટ સાથે કરાર કર્યા. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે કરાર કર્યા.

    BHEL

    BHEL અને VECV (VE Commercial Vehicles) વચ્ચે કરાર થયો. CV માટે હાઈડ્રોજન અને CNHના ટાઈપ 4 સિલિન્ડર બનાવવા કરાર થયો.ટીટાગઢ રેલ સિસ્ટમ્સ અને BHEL વચ્ચે કરાર થયો. 80 વંદે ભારત સ્લીપર ટ્રેનને સંપૂર્ણ એસેમ્બલ કરવા કરાર કર્યા.

    Ramkrishna Forgings

    રામકૃષ્ણ ફોર્જિંગ અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સને ઓર્ડર મળ્યો. રેલવે મંત્રાલય પાસેથી `12,226.5 Cr નો ઓર્ડર મળ્યો. 15.4 લાખ ફોર્જ વ્હીલ્સ સપ્લાઈ માટે ઓર્ડર મળ્યો. કન્સોર્ટિયમ 20 વર્ષ માટે Forged વ્હીલ્સ સપ્લાઈ અને મેન્યુફેક્ચરિંગ કરશે.

    WIPRO

    ટેક્સાસના ઑસ્ટિનમાં નવું 5G Def-i ઈનોવેશન સેન્ટર ખોલ્યું.

    TVS MOTOR

    TVS મોટરે એમેરાલ્ડ હેવન રિયલ્ટીમાં 43.54% હિસ્સો વેચ્યો. ₹166.8 કરોડમાં હિસ્સો વેચ્યો.

    Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jun 16, 2023 10:54 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.